Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્લાન્ટનું નિર્માણ

ગુજરાત કેન્દ્ર ટુરીઝમ તરફથી ભારત બાર જયોતિલીંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરના ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટર સંકુલ પાસે રેઇન હાર્વેસ્ટિંગ અંદાજીત રૂપિયા દોઢ કરોડના ખર્ચે સિસ્ટમ ગોઠવી પાણી સંગ્રહ આધુનિક પઘ્ધતિથી ેટેન્ક બનાવાઈ છે જેની જેની ક્ષમતા ૩.૬૦ લાખ લીટર વોટર સમાવવાની છે અને ર૪ર ચોરસ મીટરમાં આ હાર્વેસ્ટ પ્લાન્ટ બનેલ છે જે ટીસીએફ બિલ્ડિંગની છત ઉપર પડતા વરસાદના પાણીને જુદા જુદા ૧ર પોઇન્ટ એટલે કે ધોરીયા પાઇપ દ્વારા વરસાદી જળ એકઠું કરી આ પ્લાન્ટમાં ઠલવાશે.
પાણી પ્રદુષણ મુકત રહે છે અને પ્લાન્ટ આયુષ્ય લાંબુ છે સંગ્રહિત પાણી સ્તરને જરૂરત મુજબ રિચાર્જ કરી શકાય છે. આમાં રહેલ પાણી જમીનમાં કે બાહ્મ પ્રદુષણથી સુરક્ષિત રહે છે અને નાનામાં નાની જગ્યા ઉપર ગોળાકાર સિવાય કોઇપણ આકારમાં લગાડી શકાય છે. આ સિસ્ટમને ખુબ ઓછા ખર્ચે બીજા સ્થળ ઉપર સ્થળાંતર પણ કરી શકાય છે અને આ સિસ્ટમ ઉપર ગાર્ડન પણ બનાવી શકાય છે.
ટીફીસીની છતમાંથી ફકત વરસાદી પાણી ચાર ઈંચના પાઇપો દ્વારા આ સિસ્ટમમાં પહોંચશે. આ સિસ્ટમના પાયામાં ક્રોંકીટ સાથે ઉત્તમ પ્રકારનું જીઓ ટેક્ષટાઇલ મટીરીયલ અને લાઇનર એચડીપીઇ તળીયામાં બિછાવેલું હોય છે. આ કામગીરી અંદાજે ૧પ થી ર૦ દિવસમાં પુરી થઇ છે. આનું પાણી ડહોળુ હોતું નથી. આવો જ ૩ લાખ લિટર જળ સંગ્રહનો બીજો પ્લાન્ટ ટ્રસ્ટની ડોરમેટરી વિભાગ માટે બની રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી- સચિવ પ્રવિણ લહેરી અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા યાત્રિકો પ્રવાસીઓને સ્વચ્છ નર્યુ વરસાદનું મીઠું પાણી મળે તે માટે પ્લાન્ટ ઉપર દેખરેખ સહયોગ આપી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

પ્રભાસપાટણની રેફરલ હૉસ્પિટલ પાણી પાણી

editor

प. बंगाल में लागू नहीं होने देंगे एनआरसी : CM ममता बनर्जी

aapnugujarat

નેતા માટે યુ.એન. મહેતામાં જગ્યા છે સામાન્ય નાગરિકો માટે સિવિલમાં પણ નથી

editor

Leave a Comment

UA-96247877-1