Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીરાજમાં છેલ્લાં બે વર્ષમાં બેકારી બેકાબૂ બની

સંસદીય ચૂંટણી માથા પર તોળાઇ રહી છે ત્યારે સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીએ જાહેર કર્યા મુજબ ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં બેકારી આગલા બે વર્ષ કરતાં વધી જવા પામી હતી.૨૦૧૮ના સપ્ટેંબરમાં બેકારી ૫.૨ ટકા હતી જે ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં ૭.૨ ટકા પર પહોંચી ગઇ હતી. ૨૦૧૬ના સપ્ટેંબરની તુલનાએ બેકારીનો આ આંક ખૂબ ઊંચો છે.રોઇટરના એક અહેવાલ મુજબ ૨૦૧૬થી ૨૦૧૯ના ફેબ્રુઆરી દરમિયાન મોદી સરકારના કાર્યકાળમાં બેકારીનો આ આંકડો સૌથી ઊંચો રહ્યો છે જે ચૂંટણીમાં એક મહત્ત્વનું પરિબળ બની શકે છે.દેશના હજારો પરિવારની કરાયેલી પૂછપરછના આધારે આ સર્વે તૈયાર કરાયો હતો. ટોચના અર્થશાસ્ત્રીઓ માને છે કે સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીના આ આંકડા સૌથી વધુ વિશ્વસનીય છે. સરકારે ચૂંટણી જાહેર કરતાં પહેલાં સચોટ પગલાં લેવા જરૂરી છે નહીંતર સંસદીય ચૂંટણી પર એની ગંભીર અસર થઇ શકે છે.

Related posts

દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ૯ ઇંચ સુધી વરસાદ

aapnugujarat

લૉકડાઉનની સાઇડ ઇફેક્ટ, ‘બ્રેક ધ ચેન’ના નામે ગયા વર્ષનું પુનરાવર્તન થાય એવો ભય

editor

નિરવ મોદીની અરજી અમેરિકાની કોર્ટે ફગાવી

editor

Leave a Comment

UA-96247877-1