Aapnu Gujarat
રમતગમત

કોહલીનો મોટો ખુલાસો, કહ્યું “ધોની અને રોહિતે વિજય શંકરને બોલિંગ આપવાથી મને રોક્યો હતો”

ઑસ્ટ્રેલિયા સામે બીજી વનડેમાં સદી ફટકારનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે તે ૪૬મી ઑવરમાં વિજય શંકરને બોલ આપવા માંગતો હતો, પરંતુ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઉપકપ્તાન રોહિત શર્માએ તેને રોક્યો હતો. ‘મેન ઑફ ધ મેચ’ કોહલીએ ૧૨૦ બોલમાં ૧૧૬ રનની ઇનિંગ રમી હતી, જ્યારે ડેથ ઑવર્સમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું.
ભારતે આ મેચ ૮ રનોથી જીતી હતી. વિજય શંકરે અંતિમ ઑવરની પહેલી ૩ બોલમાં ૨ વિકેટ ઝડપી હતી.
કોહલીએ મેચ બાદ કહ્યું કે, હું ઑસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન ૪૬મી ઑવર શંકરને આપવા ઇચ્છતો હતો, પરંતુ ધોની અને રોહિતે મને જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી સાથે બોલિંગ ચાલુ રાખવાની શરૂ આપી હતી. તેમનું કહેવું હતુ કે જો અમે કેટલીક વિકેટ નીકાળી લઇએ છીએ તો મેચમાં બનેલા રહીશું અને આવુ જ રહેશે. બુમરાહે સ્ટંપની લાઇનમાં બોલિંગ કરી અને આ કામે આવ્યું. રોહિત પાસેથી સલાહ લેવી હંમેશા સારી રહે છે. તે ટીમનો ઉપકપ્તાન છે અને ધોની લાંબા સમય સુધી આ કામ કરતા આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ૪૬મી ઑવરમાં બુમરાહે ૨ વિકેટ નીકાળી હતી. તેણે ઑવરની બીજી બોલ પર નાથન કુલ્ટર નાઇલ (૪) અને ચોથી બોલ પર પૈટ કમિન્સ (૦)ને ક્રમશઃ બૉલ્ડ અને વિકેટ પાછળ ધોનીને કેચ આઉટ કરાવ્યો હતો અને ઑસ્ટ્રેલિયાનો સ્કોર બદલીને ૨૨૩/૮ થઇ ગયો. ભારતીય કેપ્ટને છેલ્લી ઑવરમાં બોલિંગનાં દમ પર મેચમાં ટીમનું પુનરાગમન કરનારા બુમરાહની પ્રશંસા કરી હતી.

Related posts

જાપાનને હરાવી બેલ્જિયમ ક્વાર્ટર ફાઇનલમાં

aapnugujarat

ભારત-વિન્ડીઝ વચ્ચે આજે ત્રિનિદાદ ખાતે પહેલી મેચ : સાંજે ૬.૩૦ વાગ્યેથી જીવંત પ્રસારણ

aapnugujarat

જસપ્રીત બુમરાહે મને ખોટો સાબિત કર્યો : કપિલ દેવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1