Aapnu Gujarat
રમતગમત

ભારત-વિન્ડીઝ વચ્ચે આજે ત્રિનિદાદ ખાતે પહેલી મેચ : સાંજે ૬.૩૦ વાગ્યેથી જીવંત પ્રસારણ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની આજથી શરૂઆત થઇ રહી છે. ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચોમાં જોરદાર દેખાવ કર્યા બાદ ફાઇનલમાં પાકિસ્તાનની સામે કારમી અને શરમજનક હાર થયા બાદ ટીમ ઇન્ડિયા આને ભુલીને નવી શરૂઆત કરવા માટે સજ્જ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ફેવરીટ દેખાઇ રહી છે. ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડી પોતાની કુશળતા સાબિત કરવા માટે સજ્જ છે. વિન્ડીઝ પણ વાપસી કરવા ઇચ્છુક છે. તે પોતાની રેન્કિંગને સુધારી દેવા માટે તૈયાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝમાં પહોંચી ગઇ છે. વિન્ડીઝ પ્રવાસમાં ભારતીય ટીમ હવે પાકિસ્તાનની સામે કારમી હારને ભુલી જઇને જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં ભારતીય ટીમ પાંચ વનડે મેચો અને એક ટ્‌વેન્ટી મેચ રમાશે. ભારતીય ટીમની ૧૫મી જુનના દિવસે જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં કુલદીપ યાદવ અને રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૨૩મી જૂનના દિવસે પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચ ત્રિનિદાદમાં રમાશે. જ્યારે બીજી વનડે ત્રિનિદાદમાં જ ૨૫મી જૂનના દિવસે રમાશે. ભારતીય ટીમને વેસ્ટઇન્ડિઝના પ્રવાસ માટે તૈયારીમાં વધારે સમય મળશે નહીં. ૧૮મી જૂનના દિવસે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાઇ હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં જાહેર કરવામાં આવેલી આ ટીમમાં તમામ સ્ટાર ખેલાડીઓયથાવત રાખવામાં આવ્યા હતા. જેમાં રહાણે, ધોની, યુવરાજસિંહ, હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે. આ ટીમ વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં રમવા માટે ઉત્સુક બની છે. ટી ટ્‌વેન્ટી મેચ ૯મી જુલાઈના દિવસે રમાશે જ્યારે પાંચ અને અંતિમ વનડે મેચ છઠ્ઠી જુલાઈના દિવસે રમાશે.ભારતીય ટીમ હાલમાં ખુબ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે જેના લીધે વેસ્ટઇન્ડિઝની યાત્રામાં પણ ટીમ ઇન્ડિયા સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. વિન્ડિઝની ટીમ જેસન હોલ્ડરના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે જેમાં તમામ નવા ઉભરતા ખેલાડી છે. ટીમમાં જોનાથન કાર્ટર, બિશુ, વિલિયમ્સ ઉપર મુખ્ય આધાર રહેશે.

Related posts

शास्त्री का बड़ा खुलासा, पूरी टीम का फैसला था की धोनी नीचे खेले

aapnugujarat

After being ignored from World Cup, I became more positive to improve myself : Pant

aapnugujarat

હવે વિરાટ કોહલી જીનિયસ ક્રિકેટર છે : જાવેદ મિંયાદાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1