Aapnu Gujarat
રમતગમત

જાપાનને હરાવી બેલ્જિયમ ક્વાર્ટર ફાઇનલમાં

વર્લ્ડ કપ ૨૦૧૮માં રાઉન્ડ-૧૬ની મેચમાં બેલ્જિયમની જાપાન પર ૩-૨થી જીત થઇ હતી. એ વખતે એવુ લાગતુ હતુ કે જાપાન અપસેટ સર્જીને બેલ્જિયમ પર જીત મેળવી લેશે. જો કે આશ્ચર્યજનક રીતે વાપસી કરીને બેલ્જિયમે અંતે જાપાન પર જીત મેળવી હતી. છેલ્લી ઘડીએ બેલ્જિયમ પર જાપાને જીત મેળવી હતી. આની સાથે જ ક્વાર્ટર ફાઇનલમા કુચ કરી લીધી છે. જ્યાં તે બ્રાઝિલની સામે ટકરાશે. એક સમય બે ગોલથી બેલ્જિયમની ટીમ પાછળ હતી. જો કે બીજા હાફમાં શાનદાર રમત રમી હતી. રોસ્તોવ ઓન ડોનમાં રમાયેલી મેચમાં પ્રથમ હાફમાં બંને ટીમોએ ગોલ કરવાના અનેક પ્રયાસ કર્યા હતા. જો કે બંનેને સફળતા મળી ન હતી. જો કે બીજા હાફમાં પાંચ ગોલ થયા હતા. ગેંકી હરાગુચીએ ૪૮મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. ચાર મિનિટ બાદ તકાશીએ બીજો ગોલ કરી દીધો હતો. ત્યારબાદ બેલ્જિયમના ખેલાડીઓએ કમાલ બતાવ્યો હતો. જૈન વેર્ટોઘને ૬૯મી મિનિટમાં ગોલ કર્યો હતો. મેરોન ફેલેનીએ બીજો ગોલ કરીને ટીમને બરોબરી પર લાવી દેવામાં સફળતા મેળવી હતી. નેસર ચાડલીએ એકસ્ટ્રા ટાઇમમાં ગોલ કરીને મેચ પોતાની ટીમને જીતાડી દીધી હતી. મેચના ૮૫મી મિનિટમાં જાપાનને બે તક મળી હતી. જો કે બંને વખત બેલ્જિયમના ગોલકિપર થિબોટે જાપાનની આશા પર પાણી ફેરવી દીધુ હતુ.
જાપાનની ટીમ આ પહેલા વર્ષ ૨૦૦૨ અને ૨૦૧૦માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. જો કે બંને વખતે હારી ગઇ હતી. ગ્રુપ તબક્કામાં બેલ્જિયમની ટીમ જોરદાર રહી હતી. બેલ્જિયમે પનામા પર ૩-૦થી, ટ્યુનિશિયા પર ૫-૨થી અને ઇંગ્લેન્ડ પર ૧-૦થી જીત મેળવી હતી. જાપાને કોલંબિયા પર ૨-૧થી મેચ જીતી હતી. સેનેગલ સામે મેચ ડ્રો રહી હતી. જ્યારે પોલેન્ડની સામે તેની હાર થઇ હતી.

Related posts

यह IPL नहीं, विंडीज पर अलग तरह का दबाव होगा : चहल

aapnugujarat

टीम में 3 पावर हिटर होना बेहद जरूरी : रोहित

editor

શોએબ અખ્તરે પાક. કેપ્ટન સરફરાઝની વંશીય ટિપ્પણી બદલ ઝાટકણી કાઢી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1