Aapnu Gujarat
રમતગમત

ફીફા વર્લ્ડ કપમાં ક્વાર્ટર ફાઇનલ મેચોને લઇ તૈયારી

ફિફા વર્લ્ડકપમાં હવે ક્વાર્ટર ફાઇનલ મેચોનો શરૂઆત થનાર છે. છઠ્ઠી જુલાઇથી આની શરૂઆત થશે. જો કે રોમાંચ પહેલાથી જ જારી છે. ફુટબોલ ફિવર છેલ્લા કેટલાક સમયથી ચમરસીમા પર છે. હવે ક્રેઝ વધુ વધે ેવા સંકેત છે. ક્વાર્ટર ફાઇનલ તબક્કાની પ્રથમ મેચ છટ્ઠી જુલાઇના દિવસે રમાશે. જેમાં હાલમાં ફોર્મમાં ચાલી રહેલી ઉરુગ્વેની ટીમ ફ્રાન્સની સામે ટકરાશે. આ મેચનુ પ્રસારણ સાંજે ૭-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. જ્યારે એજ દિવસે પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલની ટક્કર બેલ્જિયમ સામે થશે. બન્ને ટીમો વચ્ચેની મેચ ફાઇટ ટુ ફિનિશ સમાન રહેનાર છે. ત્રીજી ક્વાર્ટર ફાઇનલ મેચ યજમાન રશિયા અને ક્રોએશિયા વચ્ચે રમાશે. જેનુ પ્રસારણ સાંજે ૭-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચને લઇને ટીમો અંગે ફેંસલો હજુ બાકી છે. આ વખતે તમામ મોટી ટીમો સ્પર્ધામાંથી આઉટ થઇ રહી છે. આ વખતે મોટા અપસેટ શરૂઆતના રાઉન્ડમાં જ જોવા મળી રહ્યા છે. વર્તમાન ચેમ્પિયન જર્મની પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગયા બાદ રાઉન્ડ ૧૬માં સ્પેન, આર્જેન્ટિના અને પોર્ટુગલ જેવી ટીમો બહાર થઇ ગઇ છે. ડેનમાર્ક પણ હારીને બહાર થઇ જતા વધુ એક મોટો અપસેટ સર્જાયો હતો. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરીની ગોઠવણી કરવામાં આવી છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપમાં તંમામ ટીમો પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી. જેથી શરૂઆતથી મોટી ટીમો મુશ્કેલીમાં મુકાઇ હતી. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે જેનુ પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. તમામ મેદાન ખાતે સફળ રીતે આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્લ્ડકપમાં ૩૨ ટીમો મેદાનમાં ઉતરી હતી. પ્રથમ રાઉન્ડના દોર બાદ હવે અનેક ટીમો બહાર ફેંકાઇને સ્વદેશ પરત ફરી ચુકી છે.તમામ શક્તિશાળી ટીમોમાંથી ચેમ્પિયન કોણ બનશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફીફા વર્લ્ડ કપમાં એક સાથે પાંચ મુસ્લિમ દેશ આ વખતે રમી રહ્યા છે. ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ફિફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૂપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૂપિયા આપવામા ંઆવનાર છે.ફીફા કપમાં વિજેતાને ૨૨૫ કરોડની રકમ મળનાર છે. ફીફા વર્લ્ડ કપમાં રમી રહેલી તમામ ટીમોને તૈયારીની ફી તરીકે ૧૫-૧૫ લાખ ડોલરની રકમ આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાંથી બહાર થનાર ટીમને ૮૦ લાખ ડોલર અને અંતિમ ૧૬થી બહાર થનાર ટીમને એક કરોડ ૨૦ લાખ ડોલરની રકમ અપાશે. ક્વાર્ટર ફાઇનલમાં હારી જનાર ટીમને એક કરોડ ૬૦ લાખ ડોલરની રકમ અપાશે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે આ વખતે પહોંચી હતી.આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બેક ટુ બેક આવી હતી. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત મેદાનમાં આવ્યા હતા. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે.જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.આ વખતે આઈસલેન્ડ ,પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા હતા. ત્રણ ટુર્નામેન્ટના ગાળા બાદ પરત ફરેલી ટીમમાં ઇજિપ્ત, મોરોક્કો અને પેરુનો સમાવેશ થાય છે.પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું હતુ. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા ક્વાલીફાઈ થયા હતા. જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ રહી હતી.

Related posts

ભારત-આફ્રિકા વચ્ચે આજે કેપટાઉનમાં ફાઈટ ટુ ફિનિશ જંગ

aapnugujarat

विजय शंकर को विराट कोहली का सपॉर्ट

aapnugujarat

नंबर-1 बनना मेरा लक्ष्य नहीं है : नडाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1