Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત-આફ્રિકા વચ્ચે આજે કેપટાઉનમાં ફાઈટ ટુ ફિનિશ જંગ

કેપટાઉનના ઐતિહાસિક મેદાન ખાતે આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટ્‌વેન્ટી-૨૦ જંગ ખેલાનાર છે. ફાઇટ ટુ ફિનિશ જંગને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બંન્ને ટીમોના ચાહકો પણ ભારે ઉત્સુક છે. મોટી સંખ્યામાં ચાહકોની હાજરીમાં બન્ને ટીમો શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે પ્રથમ અને આફ્રિકાએ બીજી ટ્‌વેન્ટી મેચ જીતી લીધી હતી. બન્ને ટીમો સાવધાનીપૂર્વક રમત રમી શકે છે. બન્ને ટીંમોમાં ફેરફારની શક્યતા પણ દેખાઇ રહી છે. સેન્ચુરિયન ખાતે ૨૧મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી બીજી ટ્‌વેન્ટી મેચ યજમાન દક્ષિણ આફ્રિકાએ જીતીને શ્રેણીને સજીવન રાખવામાં સફળતા મેળવી હતી જેથી આજે રમાનારી ત્રીજી અને અંતિમ ટ્‌વેન્ટી મેચ ફાઇટ ટુ ફિનિસ સમાન બની રહેશે. હાલમાં ટ્‌વેન્ટી શ્રેણી ૧-૧થી બરોબર છે. યજમાન ટીમે ભારતને બીજી ટ્‌વેન્ટી મેચમાં છ વિકેટે હાર આપી હતી. પ્રથમ ટ્‌વેન્ટી મેચ જીતતા પહેલા ભારતે યજમાન દક્ષિણ આફ્રિકા પર વનડે શ્રેણી ૫-૧થી જીતી લેવામાં સફળતા મેળવી હતી. તે પહેલા પોર્ટ એલિઝાબેથ મેદાન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની પાંચમી વન ડે મેચમાં ભારતે જોરદાર દેખાવ કરીને યજમાન આફ્રિકા પર ૭૩ રને શાનદાર જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ૨૫ વર્ષમાં પ્રથમ વખત વનડે શ્રેણી જીતવામાં સફળતા મેળવી હતી. જોહાનીસબર્ગ ખાતે ૧૦મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી ચોથી વનડે મેચમાં ખરાબ વાતાવરણ અને વરસાદના લીધે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે દક્ષિણ આફ્રિકાએ ભારત ઉપર ૧૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે પાંચ વિકેટે જીત મેળવીને વનડે શ્રેણીમાં લીડ કાપી હતી. આ મેચમાં ભારતે સાત વિકેટે ૨૮૯ રન સાત વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. શિખર ધવને ૧૦૦મી વનડે મેચ રમતા ૧૦૯ રન બનાવ્યા હતા. ડકવર્થ લુઇસ પદ્ધતિ આધારે આફ્રિકાને ૨૮ ઓવરમાં ૨૦૨ રન કરવાના હતા જે મુશ્કેલ ટાર્ગેટ હોવા છતાં આફ્રિકાએ બનાવી લીધા હતા. કેપટાઉન ખાતે ૭મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી.કેપટાઉન મેચમાં વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા. ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમ જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્રથમ વનડે મેચમાં પણ ભારતે જીત મેળવી હતી. બીજી ટ્‌વેન્ટી મેચમાં હાર થયા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ પાસેથી ફરી એકવાર જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મેચમાં પહેલા બેટિંગ કરવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી. રોહિત શર્મા૧, શિખર ધવન ૨૪ અને વિરાટ કોહલી ૧ રન કરીને પેવેલિયન ભેગા થઇ ગયા હતા. ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે.

Related posts

५० स्ट्रेस्ड लोन अकाउंट्‌स पर सरकार, आरबीआई की नजर

aapnugujarat

Core to its agenda, Sangh Pariwar prepares the ground for population control

aapnugujarat

सैनिकों की बड़ी कटौती कर सेना को छोटा करेगा चीन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1