Aapnu Gujarat
ગુજરાત

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીનું વિવાદિત નિવેદન, ‘રાહુલ ગાંધી ચોર કંપનીના વડા’

કોંગ્રેસના તલાલાના ઘારાસભ્ય ભગાભાઇ બારડને નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. કોગ્રેસ પર પ્રહારો કરતા જીતુ વાઘાણીએ વિવાદિત નિવેદન આપતા કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલગાંઘીને ચોર કંપનીના વડા કહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા પહેલા ભગાભાઇ બારડને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. બાબુભાઈ બોખીરીયા કે નારણ કાછડીયાના કેસની વાત કોંગ્રેસ કરી રહી છે તો તેઓ સામે કોંગ્રેસ દ્વારા કેમ કોઈ અરજી કરવામાં ન આવી. લેંડ લોર્ડ કોંગ્રેસના આગેવાનો ઉછળકુદ કરે છે. કોંગેસ પક્ષે વહેલી તકે ભગવાન બારડ પર નિર્ણય લઇ લેવો જોઇએ.પ્રાપ્ત માહિતી અનુસાર, તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ૧૯૯૫ના ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે આરોપી જાહેર કરીને ૨ વર્ષ અને ૯ માસની સજા ફટકારી છે. ૨૫ વર્ષ પહેલા સૂત્રાપાડાની ગોચર જમીન મામલે ભગવાન બારડ પર ૨.૮૩ કરોડની ખનીજ ચોરીનો ગુનો દાખલ કરાયેલ હતો. ભગવાન બારડને ૨૫૦૦ રૂપિયા દંડ પણ ફટાકારાયો હતો.આ વિશે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રિ ત્રિવેદીએ જણાવ્યું કે, ભગવાન બારડની સીટ ૯૧ છે. તેમને ૧ માર્ચના રોજ ખનીજ ચોરીના આરોપમાં પોણા ત્રણ વર્ષની સજા થઈ છે. લિગલ વિભાગે તેના ચુકાદાની સર્ટીફાઈડ નકલ વિધાનસભાના ઓફિસમાં મોકલી હતી. તમામ વિગતો વાંચ્યા બાદ ઈલેક્શન કમિશનના પરિપત્રોને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાનમાં રાખીને જો કોઈ ધારાસભ્યને ૨ વર્ષથી વધુની સજા થાય તો તે ૩૦ તારીખથી ધારાસભ્યનું પદ ગુમાવે છે. આ વિશેના કાગળો મને મળ્યા છે. તેથી સત્તાવાર રીતે તેમને ધારાસભ્ય તરીકે નાબૂદ કર્યા છે, અને આ બાબતની જાણ રાજ્યના તથા કેન્દ્રના ચૂંટણી પંચને મોકલી આપ્યા છે. હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી. હાલ આ બેઠક ખાલી પડેલી ગણાય. વિધાનસભાના અધ્યક્ષ તરીકે મેં કાર્યવાહી કરી છે. આ જાણ ત્યાંના કલેક્ટરને પણ કરાઈ છે.

Related posts

માંડલના નાનાઉભડા ગામના કોટડા વિસ્તારના ૧૫૦ અસરગ્રસ્તોનુ પ્રાથમિક શાળામાં સ્થળાંતર : ફૂડપેકેટ નું વિતરણ કરાયું

aapnugujarat

સુરતમાં સીટી બસ માટે જગ્યા નક્કી કરી મ્યુનિ.એ વર્ષો જુનું દબાણ દુર કર્યું

aapnugujarat

વાપીમાં કડીમાં આવેલી સર્વ વિદ્યાલયના છાત્રોએ સફાઇ કામગીરી કરી લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1