Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં સીટી બસ માટે જગ્યા નક્કી કરી મ્યુનિ.એ વર્ષો જુનું દબાણ દુર કર્યું

સુરત મ્યુનિ. તંત્રની રસ્તા પર ઉભી રહેતી સીટી બસને ઉભી રાખવા માટે મક્કાઈપુલ સ્વીમીંગ પુલ બહારની જગ્યા નક્કી કરાતા એક સાથે બે કામ થયાં છે. આ જગ્યાએ માથાભારે તત્વો દ્વારા કાયમી ધોરણે ઉભા કરેલા દબાણ હટવા સાથે ગંદકી પણ દુર થઈ છે ઉપરાંત મ્યુનિ.ની સીટી બસ રસ્તા પર ઉભી રહેતા ટ્રાફિક સમસ્યા થતી હતી તે પણ હળવી થઈ છે. વર્ષો જુના દબાણ મ્યુનિ. તંત્રએ હટાવી તો દીધા છે પણ હવે ફરી દબાણ ન થાય તે માટે મ્યુનિ.એ તકેદારી રાખવી જરૂરી બનશે.સુરત મ્યુનિ.ના મક્કાઈ પુલમાં સ્વામી વિવેકાનંદ સર્કલ તરફના ભાગે કાયમી ધોરણે સ્વીમીંગ પુલના ગેટની બહાર મચ્છીની ટ્રક કાયમી ઉભી રહેતી હતી. આ ઉપરાંત કેટલાક લોકો અહીં વાહનો પણ પાર્ક કરી દેતાં હતા તદ્દ ઉપરાંત આ વિસ્તારમાં કેટલાક માથાભારે શાકભાજીવાળાઓ પાથરણા, ટેમ્પો અને લારીઓ સાથે ઉભા રહેતાં ટ્રાફિકની ભારે સમસ્યા થતી હતી. તો બીજી તરફ મ્યુનિ.ના ચોક બજાર સીટી બસ ટર્મીનલની બહાર સીટી બસ જગ્યાના અભાવે રસ્તા પર ઉભી રખાતી હતી. આ બે સમસ્યાના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકનું દુષણ થતું હતું.મ્યુનિ. તંત્રએ મક્કાઈફુલ બ્રિજના નાકેની જગ્યામાંથી દબાણ હટાવીને આ જગ્યા સીટી બસ તથા મ્યુનિ.ના વાહનો માટે અનામત કરી દીધી છે. જેના કારણે વર્ષો જુના દબાણ હટવા સાથે ભારે ગંદકી પણ દુર થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મ્યુનિ.એ હાલના તબક્કે કામ ચલાઉ રેલીંગ મુકી વિસ્તારમાંથી દબાણ હટાવ્યા છે પરંતુ માથાભારે તત્વો ફરી દબાણ ન કરે તે માટે મ્યુનિ.એ કાળજી રાખવી પડશે.

Related posts

વડોદરામાં વિદ્યાર્થિનીની ચોટલી કપાઈ

aapnugujarat

ગોમતીપુરમાં રીક્ષાચાલકની હત્યાથી સનસનાટી

aapnugujarat

અમદાવાદમાં પહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1