Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં પહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા

અમદાવાદમાં વહેલી સવારે વીજકડાકા સાથે વરસાદનું આગમન થયું હતું, જેને લીધે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. શહેરના પૂર્વમાં બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, હાટકેશ્વર, ખોખરા, જશોદાનગર, સીટીએમ, રબારી કૉલોની તો પશ્ચિમમાં વેજલપુર, જીવરાજ, આંબાવાડી સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. મણિનગર-કાંકરિયા સહિતના કેટલાય વિસ્તારોમાં માર્ગો પાણીમાં ડૂબી ગયા હતા પરંતુ આ બધા વચ્ચે સૌથી નોંધનીય વાત એ સામે આવી હતી કે, આવતા મહિને આવી રહેલી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઇ તેના રૂટના રોડ-રસ્તાઓ જે અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા રિસરફેસ કરવામાં આવ્યા હતા, તે રસ્તાઓ પહેલા જ વરસાદમાં જોરદાર રીતે ધોવાઇ ગયા છે. ભગવાનના મોસાળ એવા સરસપુર વિસ્તારમાં તો કયાંક રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા હતા તો કયાંક રસ્તો બેસી ગયો હતો. તો વળી, કયાંક ધોવાયેલા રસ્તાઓની કપચીઓ પગમાં વાગતી હતી. પહેલા જ વરસાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પરંપરાગત રૂટના રસ્તાઓ ધોવાતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ વાતના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. બીજીબાજુ, અમ્યુકો સત્તાવાળાઓએ આ વિવાદ વકરે નહી તે હેતુથી વરસાદ રહી જાય તો તાકીદે આ રસ્તાઓ ફરી રિસરફેસ કરવાની વિચારણા પણ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ આજે અમદાવાદ શહેરમાં જોરદાર રીતે પધરામણી કરી હતી. શહેરમાં પડેલા ધોધમાર વરસાદને લઇ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં ઘરો, સોસાયટીઓ અને દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ-રસ્તાઓ તૂટવાની ઘટનાઓ સામે આવી હતી પરંતુ સૌથી ગંભીર વાત એ સામે આવી હતી કે, શહેરમાં આવતા મહિને નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રાને લઇ તેના રૂટના રોડ-રસ્તાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ રિસરફેસ અને રિપેર કરવામાં આવ્યા હતા પરંતુ અમ્યુકો સત્તાવાળાઓની અણઘડ અને ઉતાવળી કામગીરીને ખુલ્લી પાડે એ રીતે રથયાત્રાના રૂટના કેટલાક રોડ-રસ્તાઓ તો પહેલા જ વરસાદમાં તૂટી ગયા હતા. એટલે કે, રીતસરના તૂટી ગયા હતા. ભગવાનના મોસાળ સરસપુર વિસ્તારમાં તો રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા તો, કયાંક રસ્તાઓ બેસી ગયા હતા. બીજીબાજુ, રોડ-રસ્તાઓ ધોવાઇ જતાં તેની કપચીઓ રોડ પર ફરી વળી હતી. સમગ્ર રૂટમાં રોડ-રસ્તાઓની બિસ્માર હાલતને લઇ હવે અમ્યુકો સત્તાવાળાઓની કામગીરીને લઇ સવાલો ઉઠી રહ્યા છે. આગામી દિવસોમાં આ વિવાદ વકરે તેવી પણ શકયતા છે. તેથી અમ્યુકો સત્તાવાળાઓએ હવે વરસાદ બંધ રહે તે સમયગાળા વચ્ચે રૂટના બિસ્માર અને ખાડા પડી ગયેલા કે તૂટેલા ભાગને તાકીદે રિપેર અને રિસરફેસ કરવાની વિચારણા પણ શરૂ કરી છે.

Related posts

અક્ષરધામ કેસ : ફારૂક શેખ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર

aapnugujarat

સીમલીયા ખાતે કોંગ્રેસી અગ્રણીઓની બેઠક મળી

editor

મધુ શ્રીવાસ્તએ વડોદરાથી ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1