Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં વિદ્યાર્થિનીની ચોટલી કપાઈ

વડોદરામાં ૨૪ જ કલાકમાં મહિલાની ચોટલી કપાયાની બીજી ઘટના બની છે.શનિવારની રાતે વડોદરા નજીકના રણોલી ગામમાં વેરાઇ માતા મંદિર પાસે રહેતી એક મહિલાની ચોટલી કાપી લઇ ગયાના કિસ્સાએ ચકચાર મચાવી હતી. હવે વધુ એક કિસ્સો વડોદરા જીલ્લાના ડભોઈ તાલુકાના નડા ગામમાં બન્યો છે.ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના કન્યા છાત્રાલયમાં બની છે.
ધો ૯માં અભ્યાસ કરતી અને મૂળે પાવીજેતપુરની રહેવાસી કિશોરી શર્મિલા રાઠવા આજે સવારે ઉંઘી રહી હતી ત્યારે તેના વાળ અને કાન ખેંચાઈ રહ્યા હોવાથી તે જાગી ગઈ હતી.જાગીને જોયુ તો તેના વાળનો ચોટલો કપાઈ ગયો હતો. તેણે બૂમાબૂમ કરતા ૩૫ ઉપરાંત વિદ્યાર્થિનીઓ ભેગી થઈ ગઈ હતી.વિદ્યાર્થનીઓમાં આ ઘટનાથી ભયનો માહોલ સર્જાયો હતો.
સવાલ એ છે કે સવારના સમયે કન્યા છાત્રાલયમાં પ્રવેશીને ચોટલી કાપવાની હિંમત કોણે કરી….છાત્રાલયની અંદર જ કોઈએ આ પ્રકારની હરકત તો નથી કરીને તે પણ તપાસનો વિષય બન્યો છે.દરમિયાન આ ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

Related posts

ચુડામાં રાજકીય ભૂકંપના દ્રશ્યો સર્જાયા

editor

૨૭ મી એ અંકલેશ્વર ખાતે નર્મદા-ભરૂચ જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ યોજાશે 

aapnugujarat

ભાજપ નવેમ્બરના છેલ્લા સપ્તાહથી વધુ આક્રમક પ્રચાર શરૂ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1