Aapnu Gujarat
મનોરંજન

બે શરતો બાદ અરૂણ ગવળીએ આપી હતી અર્જુન રામપાલને ‘ડેડી’ ફિલ્મ બનાવવાની પરવાનગી

કોઈ શખ્સ ઉપર બાયોપિક બને ત્યારે એ બાબત સરળ નથી હોતી. ખાસ રીને જેની ઉપર તમે બાયોપિક બનાવવા માંગો છો તેની મંજૂરી મંળવી એ કઠિન મનાય છે. તેમાંય તમે જ્યારે કોઈ ગેંગસ્ટર કે રાજનેતા ઉપર ફિલ્મ બનાવવા માંગતા હો ત્યારે તેની પરવાનગી મેળવવી એ વધુ કઠિન છે. આ મુશ્કેલીમાંથી અર્જુન રામપાલ પણ પસાર થયો હતો. તે માટે તેની ફિલ્મ ડેડી જવાબદાર છે આ ફિલ્મ ગેગસ્ટર અરૂણ ગવળી પર આધારિત છે. જ્યારે અર્જુન કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે અર્જુન ગવળી પાસે પહોંચ્યો ત્યારે અરૂણ ગવળીએ તેની સામે વિનમ્ર રીતે બે શરતો મૂકી હતી. તેમાંથી એક શરત હતી કે અર્જુન ગાયનું દૂધ દોહશે. કારણ કે અરૂણ ગવળી ગોવાળ પરિવારમાંથી આવે છે. અને તેમના સમાજમાં કોઈ પણ કામ પહેલા ગાયનું દૂધ દોહવું શુકન મનાય છે.
જોકે બીજી શરત ઘણી મુશ્કેલ હતી તેમાં અર્જુન રામપાલે મેંગો શેક પીવાનો હતો. જોકે અર્જુનને કેરી જરા પણ નથી ભાવતી. તો પણ અર્જુને મેંગો શેક પીધો હતો અને ગાયનું દૂધ પણ દોહીને પીધું હતું.
અર્જુને તેનો લુક તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો.

Related posts

પ્રિયંકા, કેટરીના કેફ સાથે કોઇ ફિલ્મ અક્ષય નહીં કરે

aapnugujarat

સુશાંત તેમજ જેકલીન નવી ડ્રાઇવ નામની ફિલ્મમાં હશે

aapnugujarat

હોટ ફોટાઓના કારણે હવે ઇશા ગુપ્તા ભારે ચર્ચામાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1