અક્ષય કુમારે હવે લાઇફના મહત્વપૂર્ણ તબક્કામાં કોઇ વિવાદમાં નહી રહેવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મી ચાહકો માટે નિરાશાજનક સમાચાર એ છે કે હવે તે કેટરીના કેફ સાથે કોઇ ફિલ્મ કરનાર નથી. બન્નેની જોડીએ ભારે ધુમ મચાવી હતી. તે પ્રિયંકા ચોપડા સાથે પણ કામ કરનાર નથી. માત્ર નવી નવી અભિનેત્રી સાથે જ તે રોલ સ્વીકારવા ઇચ્છુક છે. જોલી એલએલબી -૨ આનો દાખલો છે.
હાલમાં એક કાર્યક્રમમાં અક્ષય કુમારે કહ્યુ હતુ કે તે પ્રિયંકા ચોપડા અને કેટરીના કેફ જેવી ટોપની અભિનેત્રીઓ સાથે કામ કરવા માટે તૈયાર નથી. તે કોઇ પણ પ્રકારના વિવાદમાં રહેવા માટે ઇચ્છુક નથી. તેનુ કહેવુ છે કે તે પોતાની કેરિયરમાં હવે કોઇ વિવાદ જાગે તેમ ઇચ્છતો નથી. આજ કારણસર નવી નવી ફિલ્મોમાં ટોપ સ્ટારને લેવા માટે તરફેણ કરી રહ્યો નથી. તેની છેલ્લી તમામ ફિલ્મો પર નજર કરવામાં આવે તો આ સ્થિતી જોઇ શકાય છે. તેની છેલ્લે જોલી એલએલબી-૨ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી આ ફિલ્મમાં તેની સાથે નવી ઉભરતી સ્ટાર હુમા કુરેશી મુખ્ય અભિનેત્રી તરીકે રહી હતી. જોલી એલએલબી-૨ ફિલ્મ પહેલા તેની રૂસ્તમ રજૂ કરવામાં આવી હતી. જેમાં તેની સાથે ઇલિયાના ડી ક્રુઝ અને ઇશા ગુપ્તાએ ભૂમિકા અદા કરી હતી. અત્રે નોંધનીય છે કે કેટરીના કેફ સાથે તેની જોડી તમામ લોકો પસંદ કરી રહ્યા હતા.આ બન્નેની જોડી કેટલીક ફિલ્મોમાં સાથે નજરે પડી હતી.