Aapnu Gujarat
મનોરંજન

હોટ ફોટાઓના કારણે હવે ઇશા ગુપ્તા ભારે ચર્ચામાં

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે વધારે જાણીતી રહેલી અભિનેત્રી ઇશા ગુપ્તા હવે તેના હાલમાં જ જારી કરવામાં આવેલા સેક્સી ફોટાને લઇને ફરી ચર્ચામાં છે. તેની પાસે હવે હિન્દીની સાથે સાથે તમિળ અને તેલુગુ ફિલ્મ પણ આવી રહી છે. તેની હિન્દી ફિલ્મ બાદશાહો હવે પહેલી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે કુલ પાંચ ફિલ્મો રહેલી છે. ઇશાએ કહ્યુ છે કે તે ફરી એકવાર એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. અક્ષય સાથે હાલમાં રૂસ્તમ ફિલ્મમાં કામ કર્યા બાદ તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં સફળતા મેળવવામાં નિષ્ફળ રહેલી ઇશા ગુપ્તા હવે કેરિયરમાં નવા પ્રાણ ફુંકવામાં સફળ રહી છે. તેની રૂસ્તમ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી ગયા બાદ હવે ઇશા ગુપ્તા ખુબ ખુશ છે. તેનુ કહેવુ છે કે તે હવે તેની બોલિવુડ કેરિયરને લઇને સંતુષ્ટ છે. ૩૧ વર્ષીય સ્ટારે કહ્યુ છે કે તે ખિલાડી સ્ટાર સાથે રોમાન્સ કરવા માટે ઇચ્છ્‌કુ છે. તેનુ કહેવુ છે કે અક્ષય કુમાર સાથે તે ફિલ્મમાં અભિનેત્રી તરીકે ભૂમિકા કરવા માંગે છે. રૂસ્તમના સંબંધમાં વાત કરતા ઇશાએ કહ્યુ છે કે આ ફિલ્મ શરૂઆતથી તેને ગમી ગઇ હતી. રાજ-૩ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રીએ કહ્યુ છે કે તે પહેલાથી જ અક્ષય કુમારની મોટી ચાહક રહી છે.
બોલિવુડમાં તે પ્રવેશી ગઇ તે પહેલાથી જ તે અક્ષય કુમારની ફિલ્મોને પસંદ કરતી રહી છે. તેનુ કહેવુ છે કે અક્ષય કુમાર ફિલ્મમાં તેના માટે ગીત ગાય, તે સાડી પહેરીને અક્ષય કુમારની અભિનેત્રી તરીકે દેખાય તેવી તેની ઇચ્છા છે. ઇશા ગુપ્તા બોલિવુડમાં છેલ્લા ઘણા સમયથી છે પરંતુ તેને નાની નાની ભૂમિકા જ મળી છે. હાલના દિવસોમાં તેની પાસે કેટલીક સારી ઓફર આવી છે. જેમાં હાલમાં તેની પાસે જે ફિલ્મ છે તેમાં અજય દેવગનની ફિલ્મ બાદશાહોનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તે અજય દેવગન અને ઇમરાન હાશ્મી સાથે નજરે પડનાર છે.

Related posts

સારા સાવધાનીપૂર્વક ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક

aapnugujarat

पोलैंड में एक चौराहे का नाम हरिवंश राय बच्चन के नाम पर रखा गया

editor

રિતિક અને સુઝેન વચ્ચે હજુ ખુબ સારા સંબંધો રહેલા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1