Aapnu Gujarat
મનોરંજન

રિતિક અને સુઝેન વચ્ચે હજુ ખુબ સારા સંબંધો રહેલા છે

રિતિક રોશન અને સુઝેન વચ્ચેના સંબંધ છુટાછેડા થઇ ગયા હોવા છતાં પણ ખુબ સારા રહેલા છે. તેમની વચ્ચે લાગણીના સંબંધ હજુ પણ છે. આ અંગેની સાબિતી વારંવાર મળતી રહે છે. બુધવારના દિવસે ફરી એકવાર સાબિતી મળી હતી. રિતિક રોશનના જન્મદિવસે તે સૌથી પહેલા રિતિકને મળવા માટે પહોંચી હતી. સાથે સાથે શુભેચ્છા પાઠવી હતી. રિતિકના જન્મદિવસે સોશિયલ મિડિયા પર રિતિક સાથેનો એક ફોટો પણ મુક્યો હતો. તમામ લોકો સારી રીતે જાણે છે કે વર્ષ ૨૦૦૦માં રિતિક રોશન અને સુઝેને લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૪માં તેમની વચ્ચે છુટાછેડા થઇ ગયા હતા. પારસ્પરિક સહમતી સાથે છુટાછેડા થઇ ગયા હતા. કોઇ વિવાદ થયો ન હતો. બાળકોને લઇને બન્ને આજે પણ એકબીજાની સાથે રહે છે. બાળકોની સાથે બન્ને વારંવાર ઉજવણી કરવા પણ સાથે જ જાય છે. બન્ને નિયમિત રીતે એકબીજાની સાથે નજરે પડે છે. આવી સ્થિતીમાં તમામ ચાહકો તેમની વચ્ચેના સંબંધ તુટી જવા માટેના કારણો સમજી શકતા નથી. રિતિક રોશનના જન્મદિવસે પિતા રાકેશ રોશને ક્રિશ-૪ બનાવવા માટેની જાહેરાત પણ કરી દીધી હતી. સુઝેને સોશિયલ મિડિયામાં રિતિકના ફોટો સાથે લખ્યુ હતુ કે તે તેની લાઇફમાં હમેંશા ચમકતો રહેશે. રિતિકની જન્મદિવસની પાર્ટીમાં મુંબઇ ખાતે તેના પરિવારના સભ્યો અને મિત્રો હાજર રહ્યા હતા.  સોનાલી બેન્દ્રે, પતિ ગોલ્ડી બહલ, કૃણાલ કપુર પત્નિ નૈના બચ્ચન, ઝાયદ ખાન પણ હાજર રહ્યા હતા. રિતિક રોશેન પત્રકારો સાથે વાત કરી હતી. કેક પણ કાપી હતી. રિતિક બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે રહેલો છે. અન્ય સેલિબ્રિટી પણ હાજર રહી હતી.

Related posts

શાહિદ કપૂર પ્રોડયુસર બનશે, બોક્સર ડિંગ્કો સિંઘની બાયો-ફિલ્મ બનાવશે

aapnugujarat

जागरूकता का माध्यम बन सकता है सिनेमा : जैकी

aapnugujarat

सुशांत केस: एम्स ने जारी की रिपोर्ट, कहा- अभिनेता की मौत आत्महत्या करने की वजह से हुई

editor

Leave a Comment

UA-96247877-1