Aapnu Gujarat
મનોરંજન

પેરિસમાં ફ્લેટ છોડવા અંગે સેક્સી મલ્લિકાની પ્રતિક્રિયા

બોલિવુડની સેક્સ બોમ્બ તરીકે રહી ચુકેલી મલ્લિકા શેરાવતે ઘરનુ ભાડુ નહીં ચુકવવાના કારણે પેરિસમાં ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવી હોવાના હેવાલને રદિયો આપ્યો છે. મલ્લિકા શેરાવતે કહ્યુ છે કે આ પ્રકારના હેવાલ બિલકુલ આધારવગરના છે. તેમાં કોઇ વાસ્તવિકતા નથી. મલ્લિકાએ કહ્યુ છે કે પેરિસમાં તેનુ કોઇ પોતાનુ મકાન નથી અને ભાડા પર કોઇ મકાન નથી. અનેક પ્રકારની અટકળો વચ્ચે મલ્લિકાએ ટ્‌વીટ કરતા કહ્યુ છે કે તે પહેલા પણ કહી ચુકી છે કે હાલમાં મિડિયામાં પ્રકાશિત થયેલા હેવાલ આધારવગરના છે. તે છેલ્લા આઠ મહિનાથી લોસએન્જલસ અને ભારત વચ્ચે રહે છે. તે પેરિસમાં રહે છે તેવી અફવા ફેલાવવી જોઇએ નહી. એવા હેવાલ આવ્યા હતા કે ફ્રાન્સની એક કોર્ટે મલ્લિકાને ભાડુ નહી ચુકવવાના કારણે ઘર ખાલી કરી દેવા માટેનો આદેશ કર્યો હતો. અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો મલ્લિકા અને ફ્રાન્સીસી મુળના તેના પતિ સિરિલ ઓક્સેનફેન્સને આશરે ૬૦ લાખ રૂપિયા ચુકવવા માટે આદેશ કર્યો હતો. એવા હેવાલ પણ છે કે કોર્ટ તરફથી તેના ઘરના તમામ ફર્નિચરને જપ્ત કરવાનો પણ આદેશ કર્યો હતો. મલ્લિકા અને તેના પતિએ પહેલી જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે મકાનને ૬૦૫૪ યુરો પ્રતિ માસ ભાડે લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ માત્ર ૨૭૧૫ યુરો ચુકવ્યા હતા. ૧૪મી નવેમ્બરના દિવસે કોર્ટે મલ્લિકા આર્થિક રીતે સારી સ્થિતીમાં ન હોવાની દલીલ કરી હતી. મલ્લિકાએ તેની બોલિવુડ કેરિયરની શરૂઆત મર્ડર જેવી ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી નજરે પડ્યો હતો. મહેશ ભટ્ટની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. તે પ્યાર કે સાઇડ ઇફેક્ટસ અને વેલકમમાં દેખાઇ હતી.

Related posts

’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર કોરોના વિસ્ફોટ

editor

કંગનાનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ

editor

सुशांत की मौत के 3 महीने : अंकिता बोलीं, वक्त कितना जल्द बीत जाता है

editor

Leave a Comment

UA-96247877-1