Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે હૈદરાબાદમાં વનડે

હૈદરાબાદમાં આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની શરૂઆત થઇ રહી છે જે પૈકીની પ્રથમ મેચ આવતીકાલે રમાનાર છે. ટ્‌વેન્ટી મેચોની શ્રેણી પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ ૨-૦થી જીતી લીધા બાદ ભારતીય ટીમ ઉપર વનડે શ્રેણીમાં જોરદાર દેખાવ કરવાનું દબાણ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે આશાવાદી છે. હાલમાં જ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી હતી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ટ્‌વેન્ટી શ્રેણીમાં ભારત ઉપર જીત મેળવી લીધા બાદ પાંચ મેચોની શ્રેણી ખુબ રોમાંચક બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સ્ટાર ખેલાડીઓ ઉપર નજર રહેશે. ટ્‌વેન્ટી શ્રેણી બાદ વનડે શ્રેણીની શરૂઆત આવતીકાલે બીજી માર્ચના દિવસે થશે.મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ દેખાવ કરવા તૈયાર છે. આ ટીમમાં પણ અનેક આક્રમક ખેલાડી છે. જેમાં શોન માર્શ, ગ્લેન મેક્સેલનો સમાવેશ થાય છે. મેક્સવેલે હાલમાં જ ટ્‌વેન્ટી શ્રેણીમાં ધરખમ દેખાવ કરીને ભારતીય ટીમને ચેતવણી આપી દીધી છે. મેક્સવેલના શાનદાર દેખાવના લીધે જ ઓસ્ટ્રેલિયાએ ટ્‌વેન્ટી શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. બંને મેચોમાં મેક્સવેલ છવાયેલો રહ્યો હતો. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ ઉપર પણ નજર રહેશે. પાંચ વનડે મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત ૧૫મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવી હતી. મુંબઈમાં મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના નેતૃત્વમાં પસંદગી સમિતિની બેઠક મળી હતી જેાં ટીમની જાહેરાત કરવામાં આવી હતી. બંને સિરિઝ માટે ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્‌સમેન રાહુલની વાપસી થઇ હતી. વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા પાસે પાંચ વનડે મેચો બચી છે. આ સિરિઝને વર્લ્ડકપ માટે ડ્રેશરિહર્સલ તરીકે ગણવામાં આવે છે.

કોહલી હવે ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે : રિપોર્ટ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે, બેટિંગ ક્રમને લઇને કોઇ પણ પ્રકારનું દબાણ નથી. ટીમ ઇન્ડિયા યોગ્ય ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. કોઇપણ કેપ્ટન પોતાના બેટિંગ ક્રમને વ્યવસ્થિત કરવા ઇચ્છુક હોય છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિન્ચ અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નાના નાના ફેરફાર કરવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતે જો જરૂર પડશે તો ચોથા ક્રમે બેટિંગ કરશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિન્ચે સંકેત આપ્યો છે કે, ટી-૨૦ શ્રેણીમાં હિરો તરીકે સાબિત થયેલા મેક્સવેલને બેટિંગ ક્રમમાં ઉપરના ક્રમમાં મોકલવામાં આવશે. કોચ રવિ શાસ્ત્રીએ સંકેત આપ્યો છે કે, કોહલી વિશ્વકપમાં ચોથા નંબર ઉપર બેટિંગ કરી શકે છે જ્યારે આજે કોહલીએ સંકેત આપ્યો હતો કે, આ મામલો કોઇ મોટો મુદ્દો નથી. ટીમની જરૂર મુજબ બેટિંગ ક્રમ નક્કી કરવામાં આવશે. ચોથા નંબર ઉપર પણ વિરાટ કોહલીએ અનેક વખત બેટિંગ કરી છે જેથી તે આ નંબર ઉપર પોતાને અજમાવવા માટે પણ તૈયાર છે. ગ્લેન મેક્સવેલે ભારતની સામે સદી ફટકારીને સંકેત આપી દીધો છે કે, તે વનડે શ્રેણીમાં ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવા ઇચ્છુક છે. ગ્લેન મેક્સવેલ ટ્‌વેન્ટી ક્રિકેટમાં સાત નંબર પર બેટિંગ કરી રહ્યો હતો પરંતુ ભારતમાં તે હવે ઉપરના ક્રમ ઉપર બેટિંગ કરી રહ્યો છે. મેક્સવેલ વનડે ક્રિકેટમાં પણ એક ધરખમ બેટ્‌સમેન છે. ફિન્ચનું કહેવું છે કે, આધુનિક ક્રિકેટ વિશ્વમાં તેની બેટિંગ ખુબ જોરદાર રહેલી છે. આવતીકાલથી શરૂ થતી આ શ્રેણી અનેકરીતે રોમાંચક બની શકે છે. બંને ટીમોના સ્ટાર ખેલાડીઓ ઉપર નજર રહેશે. ભારતના વિકેટ કીપર બેટ્‌સમેન ધોનીની બેટિંગ કેવી રહે છે તે બાબત પણ ઉપયોગી રહેશે.

Related posts

મોદી જેવા નબળા વડાપ્રધાન તો લાઈફમાં જોયા નથી : પ્રિયંકા

aapnugujarat

नीतीश सरकार गिराने का ऑफर दिया थाः सुशील मोदी

aapnugujarat

प्राइवेट ऑपरेटरों को सड़के, हवाई अड्डे लीज पर देगी सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1