Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૧૯૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો

શેરબજારમાં આજે જોરદાર લેવાલી જામી હતી. ફાઈનાન્સિયલ, ઓટો, મેટલ અને ફાર્મા કાઉન્ટર ઉપર જોરદાર લેવાલી જામી હતી. વૈશ્વિક બજારમાં પણ તેજી રહેતા તેની સીધી અસર જોવા મળી હતી. શુક્રવારના દિવસે ઇક્વિટી માર્કેટમાં તેજી જોવા મળી હતી. બીએસઈ સેંસેક્સ આજે કારોબારના અંતે ૧૯૬ પોઇન્ટ ઉછળીને ૩૬૦૬૪ની સપાટએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૧ પોઇન્ટ ઉછળીને ૧૦૮૬૩ની સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સ ૦.૫૩ ટકા અને નિફ્ટી ૦.૬૬ ટકા સુધરીને બંધ રહ્યો હતો. વ્યક્તિગત શેરોમાં એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સના શેરમાં ૫.૪૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. એસએમએલના શેરમાં અપર સર્કિટ ૨૦ ટકાની જોવા મળી હતી. ભારતી એરટેલના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો ઘણા શેરોમાં તેજી જોવા મળી હતી. પીએસયુ બેંકના શેરમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૨.૫૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તમામ ૧૨ ઘટકોમાં તેજી જોવા મળી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૮૪ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૯૮૨ રહી હતી. એશિયન શેરબજારમાં પણ તેજી જામી હતી. નવેમ્બર ૨૦૧૫ બાદથી ચીનના બ્લુચીપ ઇન્ડેક્સમાં ૨.૨ ટકાનો વધારો નોંધાયો છે. શેરબજારમાં ગઇકાલે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૮ પોઇન્ટ ઘટીને ૩૫૮૬૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૪ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૨ની નીચી સપાટીએ રહ્યો હતો. રોકાણકારો માર્ચની સિરિઝમાં મોરચા સંભાળવા જઈ રહ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજીની શરૂઆત થઇ ચુકી છે. સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં યોજાનાર છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે. ભારતનો આર્થિક વિકાસ દર પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. આ આંકડો ૬.૬ ટકા સુધી પહોંચી ગયો છે. ઓક્ટોબર-ડિસેમ્બરના ગાળામાં આ આંકડો ૬.૬ ટકા રહ્યો છે. જીડીપીનો આંકડો ૨૦૧૧-૧૨માં ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં ૭.૭ રહ્યો હતો. ૨૦૧૮-૧૯માં ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો આંકડો ૩૫ લાખ કરોડ રૂપિયાનો રહ્યો હતો જે ૨૦૧૭-૧૮માં ૩૨.૮૫ લાખ કરોડ રહ્યો હતો. ૨૦૧૮-૧૯માં પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથરેટનો આંકડો ક્રમશઃ ૮ અને સાત ટકા રહ્યો હતો. ૨૦૧૮-૧૯ દરમિયાન જીડીપી ગ્રોથનો આંકડો ૨૦૧૭-૧૮માં ૭.૨ ટકા સામે ૭ ટકા રહેવાન અંદાજ છે.

Related posts

पाक और अंदरुनी दुश्मनों से एकसाथ निपटने को तैयार : सेना प्रमुख बिपिन रावत

aapnugujarat

આરબીઆઈ એનપીએ પર ૨૩ મે પહેલા નવી ગાઈડલાઈન્સ બહાર પાડે તેવી શકયતા

aapnugujarat

ટીવી, એસી અને ફ્રિજ ૨.૫% મોંઘાંઃ વૃદ્ધિ અંદાજ કરતાં અડધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1