Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી જેવા નબળા વડાપ્રધાન તો લાઈફમાં જોયા નથી : પ્રિયંકા

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી માટે ભ્રષ્ટાચારી નંબર વન વાળા નિવેદનને લઈને કોંગ્રેસ પાર્ટીએ હવે વડાપ્રધાન મોદી પર પ્રહારો વધારે તીવ્ર બનાવી દીધા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બાદ હવે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મોદી પર પ્રહારો કર્યા છે. મોદીને ટાર્ગેટ બનાવતા પ્રિયંકાએ કહ્યું છે કે મોદી મોટા કાયર તરીકે સાબિત થઈ રહ્યા છે. મોદી કરતા નબળા વડાપ્રધાન તેઓએ તેમની લાઈફમાં ક્યારેય જોયા નથી. આ ગાળા દરમિયાન પ્રિયંકાએ કહ્યું હતું કે રાજકીય શક્તિ મોટા મોટો પ્રચાર અથવા તો ટીવી ઉપર દેખાવવાથ આવતી નથી. છેલ્લા દિવસોમાં મોદીએ એક રેલીમાં કહ્યું હતું કે રાજીવ ગાંધીને રાજ દરબારીઓએ મિસ્ટર ક્લિન તરીકે બનાવી દીધા હતા પરંતુ જોત જોતામાં જ તેઓ ભ્રષ્ટાચારી નંબર વન બની ગયા હતા અને તેમની જીવન અવધિ ભ્રષ્ટાચારી નંબર વન તરીકે પૂર્ણ થઈ હતી. મોદીના આ નિવેદન બાદ રાજકીય ઘમસાણની સ્થિતિ થઈ છે.
આજે પ્રિયંકા ગાંધી વાઢેરાએ પ્રતાપગઢમાં ચુંટણી રેલી યોજી હતી. જેમાં મોદી ઉપર આક્ષેપો કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે રાજકીય શક્તિ એ હોય છે જેમાં પ્રજા સૌથી મહત્વપૂર્ણ હોય છે. જેમાં પ્રજાનો અવાજ સાંભળવાની શક્તિ હોવી જોઈએ. સાથે સાથે પ્રજાની સમસ્યાઓને ઉકેલવાની શક્તિ પણ હોવી જોઈએ. ટિકા ટિપ્પણી સાંભળવાની શક્તિ પણ હોવી જોેઈએ. વિપક્ષી દળોની વાત સાંભળવાની શક્તિ હોવી જોઈએ. પ્રિયંકાએ કહ્યું હતું કે મોદી વાત સાંભળવાના બદલે જવાબ દેવા માટે પણ ઈચ્છુક નથી. પ્રિયંકા અને રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓ પણ આક્રમક મૂડમાં આવી ગયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ આનંદ શર્માએ આજે કહ્યું હતું કે મોદીના આક્ષેપ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને તેમને એરક્રાફ્ટ કેરિયર પર જવાનો પૂર્ણ અધિકાર હતો. હવે મોદીના કોઈ પરિવારના સભ્યો નથી. જેથી તેઓ જવાની સ્થિતિમાં પણ નથી. તેમના પરિવારમાં કોઈ નથી. જેથી પારિવારિક મૂલ્યોનું સન્માન પણ કરતા નથી.

Related posts

2028 तक भारत बन सकता है ‘सोलर पावर सिस्टम’ में महाशक्ति

aapnugujarat

सिटिजंस का पहला ड्राफ्ट जारी होने के बाद असम में तनाव

aapnugujarat

ખેડૂતો માટે ખુશીની ખબર : દેશમાં ચાલુ વર્ષ ચોમાસાનું વહેલુ આગમન થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1