Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખેડૂતો માટે ખુશીની ખબર : દેશમાં ચાલુ વર્ષ ચોમાસાનું વહેલુ આગમન થશે

દેશની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા ખુશ કરનારા સમાચાર આપવામાં આવ્યા છે. સ્કાયમેટના રિપોર્ટ મુજબ દેશમાં ચાલુ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થઇ શકે છે. એજન્સીએ ૨૮ મેના રોજ કેરળમાં ચોમાસાની એન્ટ્રીની સંભાવના દર્શાવી છે.  જો કે તેમાં એક-બે દિવસ વહેલુ મોડુ થઇ શકે છે.એજન્સી મુજબ અંદામાન-નિકોબારમાં ચોમાસાના મૌસમી પવનો ૨૦ મેની આસપાસ આવી પહોંચશે. જે બાદ શ્રીલંકામાં ચોમાસાનું આગમન ૨૪ મે આસાપસ થઇ જશે.  હાલમાં દેશના વાતાવરણમાં વિચિત્ર પલટો જોવા મળી રહ્યો છે. દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીની સાથે આંધી-તોફાન અને વરસાદની એન્ટ્રી થઇ રહી છે ત્યારે દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે મધ્ય ભારત છેલ્લા ઘણા દિવસોથી એકધારી ગરમીનો સામનો કરી રહ્યું છે.

Related posts

કેનેડાની નાગરિકતા સ્વીકારવામાં ભારતીયોની સંખ્યા વધી : રિપોર્ટ

aapnugujarat

प. बंगाल में जेडीयू 75 सीटों पर चुनाव लड़ने को तैयार

editor

જનતાએ સમજવું જોઈએ હાલ ઓક્સિજનની અછત છે : ગડકરી

editor

Leave a Comment

UA-96247877-1