Aapnu Gujarat
બ્લોગ

દેશની કુલ સંપત્તિનો લગભગ ૪૧ ટકા હિસ્સો હિંદુ સવર્ણો પાસે છેઃ અભ્યાસ

ભારતમાં જાતિઓ પ્રત્યે ભેદભાવનો મુદ્દો લાંબા સમયથી ચાલી રહ્યો છે. ‘વેલ્થ ઓનરશિપ એન્ડ ઈનઈક્વલિટી ઈન ઈન્ડિયાઃ અ સોશિયો-રિલીજીયસ એનાલિસિસ નામના એક અભ્યાસમાં સામે આવ્યું કે આર્થિક અસમાનતામાં જાતિય કારક ભારે છે.
આ અભ્યાસ મુજબ દેશની કુલ સંપત્તિ પાસે લગભગ ૪૧ ટકા હિસ્સો એવા હિંદુ સવર્ણો પાસે છે, જેની જનસંખ્યામાં ભાગીદારી ૨૫ ટકા પણ નથી. આ અભ્યાસ લગભગ બે વર્ષ સુધી ચાલ્યો અને વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૭ની વચ્ચે સાવિત્રીબાઈ ફૂલે પુણે યૂનિવર્સિટી, જવાહર લાલ નહેરૂ યૂનિવર્સિટી અને ઈન્ડિયન ઈન્સ્ટીચટ્યૂટ ઑફ દલિત સ્ટડી દ્વારા સંચાલિત કરવામાં આવ્યો.
અહીં જણાવવાનું કે દેશમાં હિન્દૂ ઉચ્ચ જ્ઞાતિઓની જનસંખ્યામાં ભાગીદારી લગભગ ૨૨.૨૮ ટકા જ છે, પરંતુ કુલ સંપત્તિમાં તેમનો ભાગ તેની નજીક ડબલ એટલેકે ૪૧ ટકા સુધી છે. અભ્યાસ મુજબ અનુસૂચિત જાતિના લોકોની સરખામણીએ હિન્દુઓની કથિત ઉચ્ચ જ્ઞાતિઓ (HHC) એટલેકે સવર્ણોની પાસે ચાર ગણી વધારે સંપત્તિ છે. જો વાત હિન્દૂ અન્ય પછાત વર્ગ (HOBC)ની આબાદીની કરીએ તો આ લગભગ ૩૫.૬૬ ટકા છે અને તેની દેશમાં કુલ સંપત્તિમાં ભાગીદારી ૩૧ ટકા સુધી છે. આ જ રીતે એસસી-એસટીની કુલ જનસંખ્યામાં ભાગીદારી લગભગ ૨૭ ટકા છે, પરંતુ દેશની સંપત્તિમાં તેમની ભાગીદારી લગભગ ૧૧.૩ ટકા છે.
અભ્યાસ મુજબ દેશની કુલ સંપત્તિનો ૧૭.૫ ટકા હિસ્સો મહારાષ્ટ્રમાં છે, ૧૧.૬ ટકા હિસ્સો યૂપીમાં, ૭.૪ ટકા કેરળમાં, ૭.૨ ટકા તામિલનાડુમાં અને ૬ ટકા હિસ્સો હરિયાણામાં છે. પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં સંપત્તિનો ૭૦ ટકા હિસ્સો સર્વોચ્ચ ૨૦ ટકા પરિવારોની પાસે છે. બીજીતરફ ઝારખંડ, ઓડિશા, બિહાર જેવા રાજ્યોનો ૨૦ ટકા ભાગ સૌથી વધુ ગરીબ પરીવારોની પાસે લગભગ ૨ ટકા સંપત્તિ છે.

Related posts

મહેન્દ્રસિંહનો ખેલ પાડી ભાજપે વસંત વગડે સુતેલા “સિંહ”ને છંછેડ્યો..?

aapnugujarat

ભગવાન શિવ પાસેથી જાણો જીવન જીવવાની જડીબુટ્ટી

aapnugujarat

લાખો ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા કર્યા વગર જ બાંધશે પુણ્યનું ભાથું !

editor

Leave a Comment

UA-96247877-1