Aapnu Gujarat
બ્લોગ

ભગવાન શિવ પાસેથી જાણો જીવન જીવવાની જડીબુટ્ટી

શિવમહાપુરાણમાં ઉલ્લેખ છે કે સૌ પ્રથમ અવકાશમાં ઘોર અંધકાર હતો ક્યાંય કશું જણાતું ન હતું અને ઘોરતમ અંધારમાં એક તત્વ હતું આ તત્વને અંતિમ તત્વ કહેવામાં આવે છે; જેનો કોઈ આકાર નથી તે નિરાકાર તત્વ હતું અને પરમતત્વ તરીકે ઓળખ આપણા શાસ્ત્રોએ આપી તે આ તત્વ હતું. તેને ઈચ્છા થઈ કે તે પોતાના સ્વરૂપનું સર્જન કરે છે.શિવ તત્વ તરીકે શાસ્ત્રકાર ઓળખાવે છે. તે પોતાના જમણા અંગને ઘસે છે તો તેમાંથી એક બીજા પુરુષનું સર્જન કરે છે.
બીજો પુરુષ જે શિવ તત્વમાંથી પ્રગટ થયા તે મહાબાહુ અને નિલી આભા ધરાવતો આ પુરુષ વિશાળ વિશાળ થતો ગયો તેથી શિવે તેને કહ્યું ‘’તમે વિસ્તૃત થાવો છો માટે તામારું નામ વિષ્ણુ રાખવામાં આવશે.’’ આ રીતે શિવભગવાને વિષ્ણુને જન્મ આપ્યો. વિષ્ણુજીએ સમગ્ર જગ્યાએ કેવળ પ્રકાશ જોયો તેથી તેણે બધું જળવત્‌ કરી દીધું.
વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂતા હતા ત્યારે તેની નાભિમાંથી એક કમળનો ઉદભવ થયો અને તેમાંથી બ્રહ્માજીનો જન્મ થયો. બ્રહ્માજીએ આસપાસ જોયું પણ કશું જણાયું નહીં તેથી તેને થયું કે મારો જન્મ ક્યાંથી થયો તે જાણું તેમ કરી, તે કમળની નાળમાં છેક ઉંડે સુધી ગયા પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં તેથી તેને સોવર્ષ સુધી તપ કર્યું.બ્રહ્મા-વિષ્ણુનો વિવાદ ચાલતો હતો ત્યારે અચાનક જ એક પ્રકાશમાન પટ્ટો બન્ને વચ્ચે આવી ગયો, બન્ને આ પ્રકાશમાન પટ્ટાને ઉપર-નીચે વારંવાર નિહાળવા લાગ્યા પણ તેનું મૂળ બન્નેને ન જડ્યું ત્યારે શિવજી પ્રગટ થયા અને પ્રકાશમાન પટ્ટાને તેના જ્યોતિર્લિંગ સ્વરૂપે ઓળખાવ્યું અને કહ્યું કે મારામાંથી એક પુરુષ પેદા થશે તે રુદ્ર કહેવાશે આ રુદ્ર અને હું કંઈ અલગ નથી પરંતુ એક જ જાણવા, આમ તે શિવે વિષ્ણુને કહ્યું તમે આ સૃષ્ટિનું પાલન પોષણ કરજો અને બ્રહ્માને સૃષ્ટિના સર્જનનો ભાર સોંપવામાં આવ્યો અને કહ્યું કે મારું સ્વરૂપ જે રુદ્ર છે તે પ્રલય કાળે વિનાશ કરશે.ભારતીય શાસ્ત્રો માં શિવ ને મૃત્યું ના દેવ તરીખે દર્શાવવા માં આવ્યા છે જેનો અર્થ ખુબજ ઊંડો અને અત્યંત પવિત્ર છે આમ તો આનો અર્થ કોઈ સાચો સાધક અથવા તો કોઈ સાચો ધાર્મિક માણસ જ જાણી શકે અનંત ને જાણવા, માણવા કે પીવા માટે પોતાની જાત નું મૃત્યું આવશ્યક છે.. અહંકાર, ઉપાધી, ક્રોધ, મોહ, ધ્રુણા કે અન્ય ભાવો જે હું સાથે જોડાયેલા છે એની અંતિમ વિધિ કરો તો જ આ બ્રમ્હાંડ ની પવિત્ર ઉર્જા તમારા માં પ્રગટ થાય! આમ તો રાત્રે નિંદ્રા દરમિયાન થોડા ઘણા અંશે જીવન ઉર્જા થોડું ઘણું જીવન આપી દે છે પણ એનો ખર્ચ માણસ હું અને તું મા જ વેળફી નાખીયે છીયે.. તપેલો ગમ્મે એવડો મોટો હોય પણ એમાં કાણા જાજા બધા હોય તો પાણી ટકી ના શકે એટલે જ મૃત્યુ આવશ્યક છે.. હું નુ મૃત્યુ એટલે સમાધી, સીધો અસ્તિત્વ સાથે નો સંબંધ!વિશ્વ ના સૌથી મહાન બ્રામ્હણ અને તંત્ર ના મહારથી એવા લંકેશ (રાવણ) પણ શિવ પૂજક હતા! લંકેશે આ જગત ને ઘણું બધું દીધેલ છે પરંતુ ઉચ્ચ કક્ષા નું ગણિત હોવાથી મનુષ્ય જાત માટે તો એ પચાવવું અઘરું થયુ.. લંકાધિપતિ રાજા રાવણે પોતાની સાધના વળે શિવ ના તાંડવ રૂપ ને એક કાવ્ય માં વ્યાખ્યાન આપ્યું જે અદ્ભુત છે! શિવ ની શક્તિ અને સુંદરતા નું વર્ણન શિવ તાંડવ સ્ત્રોત્રમ આનાથી સરળ શબ્દો માં ક્યાય ઉપલબ્ધ નથી! કદાચ રાવણ દ્વારા લખાયેલ સ્ત્રોત્ર શિવ ની પૂર્ણ વ્યાખ્યા તો આપી ના શકે પરંતુ એક પ્રખંડ ભક્ત હોવાથી કદાચ એને જે જોયું, જાણ્યું અને માણ્યું હશે એ શબ્દો રૂપે અંતે ઉભરાઈ ગયું હશે સ્ત્રોત્ર ના સ્વરૂપ માં! અનંત ના ખોળે કોઈ ભલો, ભૂંડો, પવિત્ર, પાપી, નિર્દોષ કે ગુનેહગાર નથી! કારણ કે અનંત તો સર્વત્રમાં છે. આકાશ તત્વ દરેક જીવ માં હયાત છે.. એજ આકાશ તત્વ જે શિવ માંથી પ્રગટ થયેલ એક પ્રચંડ ધડાકા સ્વરૂપે! આકાશ પણ નિરંજન, નિરાકાર, અનંત અને અલગારી છે! પાન ભલે પોતાની જાત ને નોખું સમજે પણ જ્યાં સુધી એના માં જીવ છે ત્યાં સુધી એ મૂળિયાં સાથે હર હંમેશ જોડાયેલ જ રહે છે.. દરેક જીવ હર હંમેશ માટે અનંત સાથે, સમગ્ર બ્રમ્હાંડ સાથે સત્તત જોડાયેલ છે! માટે જ ઋગ્વેદ અને અથર્વવેદમાં દર્શાવવામા આવેલ છે કે શિવ ને મનાવવા માટે કોઈ ચીજ વસ્તુઓ નું બંધન નથી! ફક્ત પૂર્ણ ભાવ આવશ્યક છે..પૌરાણિક કથાઓ માં અનેક એવા દાખલા છે જેમાં ભગવાન શંકરે દૈત્યો ને પણ વરદાન આપ્યું અને દેવો ને પણ વરદાન આપ્યું! ભગવાન એને તો કહેવાય ને સાહેબ! પરમાત્મા ના ખોળે થોડી પારસીયાલિટી હોય? પૃથ્વી વેરાન હતી તો મહાદેવે કામદેવને કામસ્વરૂપ આપી ને એક અનેરો પ્રાણ ફૂક્યો! પૃથ્વી એક અત્યંત રૂગ્ણ સમય માંથી પસાર થતી હતી ત્યાં પ્રેમ તત્વ તરીખે કૃષ્ણનો જન્મ થયો ત્યારે પણ ઊંડી સમાધીમાંથી ઉઠી ને શિવ એક સાધુ સ્વરૂપે આશિષ દેવા પધાર્યા! સમુદ્ર મંથન નું વિજ્ઞાન શું હશે એ તો શિવ જાણે પણ ત્યારે ભી અચાનક પ્રગટ થઇ ને તુરંત શ્રુષ્ટિ નું અત્યંત ખતરનાક ઝેર એક ઘુંટડે પી ગયા અને દેવો એ ફક્ત નીલકંઠ નામ આપી દીધું બસ બીજું કરી પણ શું શકે આમ તો? અસ્તિત્વ પોતાના હોવાપણા માં છે અત્યંત ઊંડી સમાઘીમાં છતાંય એના થી કશું બાકાત નથી. એક પાંદડું પણ એની મરજી વિના હલતું નથી. જ્યાં કોઈ બંધન નથી, જ્યાં કોઈ મુક્તિ નથી! જે પરમ યોગી ને તમામ વસ્તુઓ ચાલે! ચપટી ભભૂત મેં હૈ ખઝાના કુબેર કા.. કેટલું જટિલ તથા સરળ હે? મજા ની વાત તો એ છે હિગીઝ બોસોન કે જે ૨૧ મી સદી નો લગભગ અત્યંત રહસ્યમય વૈજ્ઞાનિક ઢબે રચવામાં આવતો પ્રોજેક્ટ હતો તેના દરવાજા ની આગળ પણ નટરાજ ની એક પ્રતિમા સ્થાપિત છે! આમ તો ગોરાવ પણ અંદર ખાને માનતા જ હશે કે એટોમિક ડાન્સ જે એ લોકો શોધી રહ્યા છે એ શ્રુષ્ટિ ના સર્જનહારે મેં પેલા કીધું એમ સમય ની પહેલા જ કરી લીધું છે અને એટોમિક ડાન્સ કરાવવા જરાક મહાદેવ ને ભેરા તો રાખવા ને! એના સિવાય કોણ આવે?રુદ્રયામલ તંત્રમાં શિવ દ્વારા ચોક્કસ ૧૧૨ વિધીઓ દર્શાવવામાં આવેલ છે જેનાથી કોઈ પણ મનુષ્ય વૈશ્વિક ચેતના માં સીધો પ્રવેશ કરી સકે અને જોવાની વાત તો એ છે કે એના થી કોઈ એક વિધિ વધારે કે ઓછી હજી બની નથી.પૃથ્વી પર થી મુક્ત થયેલા તમામ બુધ્ધો, સંતો કે પરમાત્માઓ આ વિધીઓ ના માર્ગે જ ચાલ્યા હશે.ઘણી વખત જ્ઞાન, વ્યક્તિ કે પરિસ્થિતિ એટલી સરળ હોય છે કે આપણો અનેક જન્મો નો અહંકાર, લોભ, મોહ અને બુદ્ધિક્ષમ્તા એને સમજવા માટે ચેતના ને મોકો જ નથી આપતા! આવું જ કઈક શ્રુષ્ટિ ની પરમ ચેતના સાથે છે, જ્યાં સુધી મન છે ત્યાં સુધી માળવુ જડતું નથી આધુનીક વિજ્ઞાન એવું માને છે કે પૃથ્વી, સૂર્ય દ્વારા ચાર્જ થાય છે અને સૂર્ય કોઈ મહા સૂર્ય દ્વારા, અને મહા સૂર્યો ને કોઈ અનંત, અવધૂત અને વિરાટ ઉર્જા ચાર્જ કરી રહી છે. એજ ઉર્જા જેના વિના જીવન અસંભવ છે.. આ સમગ્ર ઉર્જા બ્રમ્હાંડ ના મસ્તિસ્ક પર થી સમગ્ર શ્રુષ્ટિ ને નવડાવી રહી છે. શિવ ની જટ્ટા પરથી ગંગા જાણે કેમ અવીરત પણે વહી રહી હોય એમ જ.. ક્યારેક શાસ્ત્રો કે શ્લોકો નો મર્મ સમજતા ભવ નીકળી જતા હોય છે!સનાતન હિંદુ ધર્મ તથા વેદો, ઉપનીષદો, પુરાણો કે જુના ગ્રંથો હોય તમામ વસ્તુઓ મા શિવ થી મહાન, વિરાટ, રહસ્યમય તથા અદ્વેત કોઈ ને દર્શાવવા માં આવ્યું નથી દિવસ તો આપળે સૂર્ય ની હાજરી માં જોઈ શકીયે છીયે બાકી સાહેબ આ સમગ્ર અસ્તિત્વ તો રાત નું દીવાનું છે અને એમાં પણ ચૌદશ ની રાત! ક્યારેક વાત કરીશું ચંદ્ર ની પણ આજે તો ધૂણી નો ધુમાડો રગેરગ માં છવાયેલો છે!ભોળું રહેવું એ અત્યંત સરળ તથા અત્યંત જટીલ કાર્ય છે.. ક્ષણ ભર ભોળપણ જેનું નામ બાળપણ છે તે પ્રકૃતિ દ્વારા મળે છે પણ સમાજ એને ટકવા નથી દેતું અને તે આખી જિંદગી યાદ રહી જાય એક સ્મૃતી તરીખે! ભોળાનાથ તો સમય થી પરે પોતાના ભોળપણ માં વિલીન છે હવે તમે એની મસ્તી, ધૂન, ધ્યાન કે સમાધિની કલ્પના કરો! તો! આ વાત અતી સુક્ષ્મ હતી પરમ વીરાટ ની! સોમવાર જેવો દિવસ અને એમાં પણ શિવરાત્રી! પરમ પિતા સાથે પ્રારબ્ધ બાંધવાનો અનેરો અવસર! ક્ષણ ભર અહંકાર અને મન જો મૃત્યુ પામે અથવા તો અતિ શુક્ષ્મ થઇ સકે તો કરી લેજો કારણ કે અનંત અવકાશ તો હાજર જ હશે અંદર, જો તમે એને હાજર થવા દેશો તો!શિવને દેવોના દેવ કહેવામાં આવે છે. તેમને મહાદેવ, ભોળેનાથ, શંકર, મહેશ, રૂદ્ર, નીલકંઠના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ હિન્દુ ધર્મના પ્રમુખ દેવતાઓમાના એક છે. શિવના ૧૦૮ નામ છે અને તેનું પણ એક અલગ મહત્વ છે. વર્ષોથી આપણે શિવની પૂજા કરતા આવીએ છીએ. ક્યારેય આપણે વિચાર્યું છેકે તેમને મહાદેવ શા માટે કહેવામાં આવે છે અને તેમને અન્ય ભગવાનો કરતા વધારે શા માટે પૂજવામાં આવે છે. તેની પાછળ પણ એક મોટું કારણ છે. તમને માલુમ હશે કે ભગવાન શિવ કૈલાશ પર્વત પર રહેતા હતા, તેમની પત્ની પાર્વતી અને બે પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે.તેઓ ક્યારેય કોઇ મહેલમાં રહ્યાં નથી. કદાચ આ જ કારણ છેકે તેઓ અન્ય દેવતાઓ કરતા અલગ છે અને તેમની વેશભૂષા પરથી પણ એ જાણવા મળે છે. અન્ય દેવતાની જેત તે આભુષણ પહેરતા નથી, પરંતુ તેમના માથા પર ચંદ્રમાં અને જટાઓમાં ગંગાજીનો વાસ છે. વિશ્વને બચાવવા માટે શિવજીએ વિષ પણ પી લીધું હતું, ત્યારબાદ તેમનું નામ નિલકંઠ પડ્યું. તેમના ગળામાં લટકાવેલો નાગ, હાથોમાં ડમરુ અને ત્રિશૂળ હોય છે. તો ચાલો આજે અમે તમને તસવીરો થકી તેમની વેશભૂષા અંગે જણાવીએ, કારણ કે તે આપણા જીવનમાં પણ મહત્વ ધરાવે છે.

Related posts

पी.वी. सिन्धु : बेटी का सम्मान हो, “भारत रत्न” से अलंकृत हो…!

aapnugujarat

રાહુલ અને મોદીને નારાજ કરી સપા-બસપાએ કર્યું ગઠબંધન

aapnugujarat

૫ કલાકથી વધુ સમય મોબાઈલ વાપરતા ચેતજો … સ્થૂળતા વધવાનું જોખમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1