Aapnu Gujarat
બ્લોગ

૫ કલાકથી વધુ સમય મોબાઈલ વાપરતા ચેતજો … સ્થૂળતા વધવાનું જોખમ

સ્થૂળતાનું એક કારણ મોબાઇલનો વધુ પડતો ઉપયોગ પણ હોઈ શકે છે. કેલિફોર્નિયાની સિમોન બોલીવર યુનિવર્સિટીનાં તાજેતરના સંશોધન મુજબ, આખો દિવસ ૫ કલાકથી વધુ મોબાઈલનો ઉપયોગ કરવાથી સ્થૂળતાનું જોખમ ૪૩% વધી જાય છે. સંશોધનમાં તેનું કારણ મોબાઇલની વ્યસ્તતાને કારણે શારીરિક પ્રવૃત્તિ ન કરવી અને વધુ ખોરાક ખાવો સામેલ છે.
સંશોધનકારોએ સંશોધનમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓને સામેલ કર્યા. જૂનથી ડિસેમ્બર ૨૦૧૮ વચ્ચે હાથ ધરાયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે ફોનનો વધુ ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ સ્વીટ ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ અને કેન્ડી ખાય છે. કસરત ઓછી કરે છે. સંશોધનકારોનું કહેવું છે કે આ ટેવ મેટાબોલિઝમ ધીમું કરે છે અને અનિદ્રાની સમસ્યામાં વધારો કરે છે. તેના કારણે વજન વધવા લાગે છે.
સંશોધનકાર અને કાર્ડિયોલોજિસ્ટ પ્રો. મેરેરી મેન્ટિલા-મોરોન અનુસાર, સંશોધનથી જાણવા મળ્યું છે કે દર્દીના હાથમાં રહેલો ફોન જ તેનાં નબળાં સ્વાસ્થ્યનું કારણ છે. સતત સ્થૂળતા વધવાથી હૃદય રોગનું જોખમ પણ વધી જાય છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીની પરિષદમાં પ્રસ્તુત કરાયલાં સંશોધન સાથે સંકળાયેલા ૨૫% વિદ્યાર્થીઓનું વજન વધારે હતું. આ લોકો રોજિંદા ફોન પર દિવસમાં ૫ કલાકથી વધુ સમય વિતાવતા હતા.
ટેક્સાસની રાઇસ યુનિવર્સિટીનાં જણાવ્યાં મુજબ, ફોનનો વધુ પડતો ઉપયોગ કરનારા લોકોને જ્યારે ફાસ્ટ ફૂડ આપવામાં આવે છે તો તેમનું પોતાની જાત પરથી નિયંત્રણ ઓછું થઈ જાય છે. વર્ષ ૨૦૧૬માં હાર્વર્ડ ચેન સ્કૂલનાં સંશોધનમાં પણ મોબાઇલ પર વધુ સમય પસાર કરવાથી સ્થૂળતા વધવાની આશંકા જાહેર કરી હતી.

Related posts

૨૦૧૮ : ચર્ચાસ્પદ ચુકાદાઓ

aapnugujarat

BUSY પણ અને BE-EASY પણ રહો

aapnugujarat

વિશ્વના અવિકસિત બાળકોમાંથી એક તૃતિયાંશ બાળકો ભારતીય : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1