Aapnu Gujarat
બ્લોગ

૨૦૧૮ : ચર્ચાસ્પદ ચુકાદાઓ

વર્ષ ૨૦૧૮ની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે આ વર્ષમાં ચર્ચા જગાવનાર અને કોર્ટના ફેંસલા આવ્યા હતા જેના લીધે દેશમાં ચર્ચા રહી હતી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા કેટલાક દૂરગામી ચુકાદા અપાયા હતા જેની લાંબાગાળા સુધી અસર રહેશે. આ ઉપરાંત ઐતિહાસિક ચુકાદા પણ રહ્યા છે જેની તમામ ઉપર અસર રહેશે. વર્ષ ૨૦૧૮માં ચર્ચા જગાવનાર ચુકાદા નીચે મુજબ રહ્યા છે.
મોતનો અધિકાર
સુપ્રીમ કોર્ટે ૯મી માર્ચના દિવસે ઐતિહાસિક ચુકાદો આપતી વેળા ઇચ્છામૃત્યુની વસિયતને કાયદાકીય માન્યતા આપી દીધી હતી. સુપ્રીમે ઇચ્છામૃત્યુના અધિકારને કેટલીક શરતોની સાથે લીલીઝંડી આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, લોકોને સન્માનપૂર્વક મરવાનો પણ પૂર્ણ અધિકાર રહેલો છે. સુપ્રીમ કોર્ટે પેસિવ યુથેનેશિયાને મંજુરી આપી હતી. સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુની વસિયતને કાયદાકીય મંજુરી આપતી વેળા કેટલીક શરતો પણ લાગૂ કરી હતી. સુપ્રીમે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ગંભીરરુપથી બિમાર રહેલી દર્દી જેની સારવારની કોઇ શક્યતા નથી તે ઇચ્છા મૃત્યુ લખી શકે છે. ત્યારબાદ મેડિકલ બોર્ડ જ પેસિવ યુથેનેશિયા નક્કી કરશે. કોર્ટે કહ્યું હતું કે, લિવિંગવિલ કોણ કરી શકે છે તેની પ્રક્રિયા કેવી રહેશે આના માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. કોઇપણ એવી વ્યક્તિની લાઇફ વિલને લઇને તપાસ કરવામાં આવશે જેને સંપત્તિ અથવા વિરાસતમાં લાભ થનાર છે. કોર્ટના ચુકાદા બાદ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા હતા. ધારણા પ્રમાણે જ સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચલાવતી વેળા મરણાસન્ન વ્યક્તિ દ્વારા ઇચ્છામૃત્યુ માટે લખવામાં આવેલી વસિયત અથવા તો લિવિંગ વિલને ગાઇડલાઇન્સ અથવા તો માર્ગદર્શિકા સાથે કાયદાકીય માન્યતા આપી હતી.
સોહરાબુદ્દીન કેસમાં તમામ નિર્દોષ છુટ્યા
સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર અને દેશની રાજનીતિમાં પણ ભારે ચર્ચા જગાવનાર સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસમાં ૨૧મી ડિસેમ્બરના દિવસે મુંબઇની ખાસ સીબીઆઇ અદાલતે તેનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો અને તમામ ૨૨ પોલીસ અધિકારીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો. આ ચુકાદાની સાથે આરોપી તરીકે રહેલા પોલીસ અધિકારીઓમાં રાહતનુ મોજુ ફરી વળ્યુ હતુ. ચુકાદા પર તમામની નજર હતી. સોહરાબુદ્ધીન શેખ અને તેની પત્નિ કૌસરબીના બનાવટી એન્કાઉન્ટર મામલામાં આ તમામ ૨૨ આરોપી તરીકે હતા. ૨૧ આરોપી ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ પોલીસના હતા. એક ફાર્મ હાઉસના માલિક તરીકે હતા. તુલસીરામ પ્રજાપતિ કેસમાં સામેલ હોવાના આરોપોમાંથી પણ તેમને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. પુરાવાના અભાવે આરોપીઓને છોડી મુકવાનો કોર્ટે આદેશ કર્યો હતો. કોર્ટે સાક્ષીઓને ગુંલાટના સંદર્ભમાં કહ્યું હતું કે, જો કોઇ નિવેદન ન આપે તો તેમાં પોલીસની કોઇ ભુલ નથી. સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલામાં સ્પેશિયલ સીબીઆઈ જજે પોતાના આદેશમાં કહ્યું હતું કે, તમામ સાક્ષીઓ અને પુરાવા હત્યા અને કાવતરાને પુરવાર કરે તે માટે પુરતા ન હતા. કોર્ટે કહ્યું હતું કે, મામલા સાથે જોડાયેલા પુરાવા અપુરતા છે.
હેરાલ્ડ હાઉસ ખાલી કરવાનો આદેશ
દિલ્હી હાઈકોર્ટે ૨૧મી ડિસેમ્બરના દિવસે એસોસિએટ્‌સ જનરલ્સ લિમિટેડ (એજેએલ) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આની સાથે જ કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. બે સપ્તાહની અંદર જ હવે હેરાલ્ડ હાઉસ ખાલી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં અરજી ફગાવી દેવામાં આવી હતી. ૩૦મી ઓક્ટોબરના દિવસના હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના ચુકાદાને પડકાર ફેંકીને નેશનલ હેરાલ્ડના પ્રકાશક એસોસિએટ્‌સ જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને દિલ્હી હાઈકોર્ટે આજે ફગાવી દીધી હતી. આઈટીઓમાં સંકુલને ખાલી કરવા એજેએલને બે સપ્તાહની મહેતલ આપવામાં આવી છે. તેના ચુકાદામાં કેન્દ્ર સરકારે કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં પ્રકાશક દ્વારા ૫૬ વર્ષ જુની ભાડાપટ્ટાની શરતોના ભંગનો સમાવેશ થાય છે. આ મામલામાં સુનાવણી કરનાર જસ્ટિસ સુનિલ ગૌરે ૨૨મી નવેમ્બરના દિવસે તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ભાજપની રથયાત્રા ઉપર બ્રેક
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. ૨૧મી ડિસેમ્બરના દિવસે બંગાળમાં ભાજપને ફરી એકવાર ફટકો પડ્યો હતો. કારણ કે, કોર્ટે બંગાળમાં ભાજપની રથયાત્રાને મંજુરી આપી હતી. હવે કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેંચે પોતાના ચુકાદામાં હાઈકોર્ટના જ આ નિર્ણયને ફગાવી દીધો છે. ડિવિઝન બેંચે મામલાને ફરીથી વિચારણા કરવા માટે સિંગલ બેંચને મોકલી દીધો હતો. આના કારણે ભાજપની સૂચિત રથયાત્રા ફરી એકવાર અટવાઈ પડી હતી. પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતા હાઈકોર્ટનું સિંગલ બેંચના આદેશને ડિવિઝન બેંચમાં પડકાર ફેંક્યો હતો. ચીફ જસ્ટિસ દેવાસીસ કારગુપ્તા અને જસ્ટિસ સમ્પા સરકારની ડિવિઝન બેંચે કેસને પરત સિંગલ બેંચને મોકલી દઈને રાજ્ય સરકારની એજન્સીઓના ઇનપુટને ધ્યાનમાં લેવા કહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં સૂચિત રથયાત્રાને કોલકાતા હાઈકોર્ટે લીલીઝંડી આપી હતી. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે ભાજપની આ સૂચિત રથયાત્રાને લઇને જોરદાર વાંધો ઉઠાવ્યો હતો અને સાંપ્રદાયિક માહોલ ખરાબ થઇ શકે છે તેવી દલીલ કરી હતી પરંતુ બંગાળ સરકારની દલીલને કોલકાતા હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
તંદૂર કાંડમાં સુશીલને છોડવાનો આદેશ
દિલ્હી હાઈકોર્ટે ૨૧મી ડિસેમ્બરના દિવસે ૧૯૯૫ના સનસનાટીપૂર્ણ તંદુર કાંડના મામલામાં દોષિત કોંગ્રેસના પૂર્વ નેતા સુશીલકુમાર શર્માને તાત્કાલિક પ્રભાવ સાથે છોડી મુકવાનો આદેશ કર્યો હતો. તેઓ પોતાના પત્નિ નૈના સહાનીની હત્યાના મામલામાં જેલમાં હતા. આ પહેલા મામલાની સુનાવણી કરીને કોર્ટે આ મુદ્દાને ગંભીર ગણાવીને દિલ્હી સરકારને નોટિસ ફટકારી હતી તથા શર્માની અરજી પર દલીલબાજી કરી હતી. સુશીલકુમાર શર્મા તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં એવા આધાર પર જેલમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી કે, તેઓ ૨૩ વર્ષ પહેલાથી જેલમાં છે જેમાં માફીની અવધિ પણ સામેલ છે. તેમને સતત જેલમાં રાખવાની બાબત ગેરકાયદે છે. કોર્ટે કહ્યું હતું કે, કોઇ વ્યક્તિની લાઇફ અને સ્વતંત્રતા પર વિચારણા કરવાની બાબત સર્વોપરિતા સમાન છે. દિલ્હી સરકારને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, કોઇ વ્યક્તિના અચોક્કસ મુદ્દત સુધી કઇરીતે જેલમાં રાખી શકાય છે.
નવાદા રેપ કેસમાં ચુકાદો
બિહારના ચર્ચાસ્પદ નવાદા રેપ કેસમાં ૨૧મી ડિસેમ્બરના દિવસે આરજેડીમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલા ધારાસભ્ય રાજ વલ્લભ યાદવને આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી. આજીવન કારાવાસની સાથે જ રાજ વલ્લભ યાદવ પર ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. આ મામલામાં કિશોરી સાથે રેપ ગુજારવામાં આવ્યો હતો. નવાદા જિલ્લાના ધારાસભ્ય રાજ વલ્લભ યાદવના આવાસ ઉપર રેપનો આ બનાવ બન્યો હતો. ૧૫ વર્ષીય યુવતીને બાનમાં પકડીને રાખવામાં આવી હતી. આ મામલામાં જસ્ટિસ પરશુરામ યાદવે રાજ વલ્લભ સહિત પાંચ લોકોને અપરાધી ઠેરવ્યા હતા. રેપના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દીધાના એક દિવસ બાદ જ ૯મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે નાલંદા જિલ્લામાં રાજ વલ્લભ યાદવે શરણાગતિ સ્વીકારી લીધી હતી. પટણા હાઈકોર્ટે આરજેડી ધારાસભ્યને જામીન આપી દીધા હતા. ૯મી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે આ બનાવ બન્યો હતો.
સંમતિ સાથે સજાતિય સંબંધ અપરાધ નથી
દેશમાં બે પુખ્તવયના લોકો વચ્ચે સજાતિય સંબંધ હવે અપરાધ નથી. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ દ્વારા છઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે આ ઐતિહાસિક અને દુરગામી ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દેશભરમાં એક નવી ચર્ચા છેડાઈ ગઈ હતી. કેટલાક નિષ્ણાતોએ આને ઉદાર નિર્ણય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, સમયની સાથે સુપ્રીમ કોર્ટે આ યોગ્ય ચુકાદો આપ્યો છે. બીજી બાજુ રૂઢિવાદી લોકોએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટની બેંચે અકમતથી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે બે પુખ્તતવયના લોકો વચ્ચે સહમતિ સાથે બનાવવામાં આવેલા સજાતિય સંબંધને અપરાધ તરીકે ગણતી કલમ ૩૭૭ની જોગવાઇઓને ખતમ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૭ને મનમાની કલમ તરીકે ગણાવીને વ્યકિતગત પસંદગીને સન્માન આપવાની વાત કરી છે. સીજેઆઈ દિપક મિશ્રાની સાથે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ એએમ ખાનવીલકર, જસ્ટિસ બીવાય ચંદ્રચુડની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો હતો. જજોએ કહ્યું છે કે, બંધારણીય લોકશાહી વ્યવસ્થામાં હવે વધુ ધ્યાન આપવાની જરૂર દેખાઈ રહી છે. જીવનના અધિકાર માનવીય અધિકારો છે. આ અધિકાર વગર બાકીના અધિકાર કોઇ મહત્વ રાખતા નથી. કોર્ટે પોતાના ચુકાદામાં સેક્સયુઅલ ઓરિયેન્ટેશન બાયોલોજીકલ ગણાવીને સ્પષ્ટતા કરી હતી. તેના ઉપર કોઇપણ પ્રકારના પ્રતિબંધ બંધારણીય અધિકારોના ભંગ સમાન છે.
પ્રમોશનમાં અનામત આપવાનો ચુકાદો
એસસી-એસટીને પ્રમોશનમાં અનામતને લઇને સુપ્રીમ કોર્ટે ૨૬મી સપ્ટેમ્બરના દિવસે તેનો મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સીધી રીતે પ્રમોશનમાં અનામતને ન ફગાવતા કાયદાકીય નિષ્ણાંતોમાં ચર્ચા જોવા મળી રહી છે. આ જટિલ અને સંવેદનશીલ મામલાને રાજ્યો પર છોડી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે રાજ્ય સરકારો પ્રમોશનમાં અનામત આપી શકે છે. કોર્ટે સાથે એમ પણ કહ્યુ હતુ કે અનામતમાં પ્રમોશન આપવા માટે સરકારોને એસસી અને એસટીના પછાતપણના આધાર પર ડેટા એકત્રિત કરવાની કોઇ જરૂર નથી. કોર્ટે નાગરાજ મામલામાં ૨૦૦૬માં આપવામાં આવેલા પોતાના ચુકાદા પર ફેરવિચારણા કરવાનો ઇન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે વર્ષ ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટ દ્વારા નાગરાજ મામલામાં આપવામાં આવેલા ચુકાદાને સાત જજની બંધારણીય બેંચને મોકલવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે આ ચુકાદો યોગ્ય છે અને તેના પર ફેરવિચારણા કરવાની કોઇ જરૂર દેખાતી નથી. પ્રમોશનમાં અનામત લાગુ કરવા આડે સૌથી મોટી અડચણો પછાતપણના અભ્યાસ કરવાની બાબત બની રહી હતી.
આધારની બંધારણીય કાયદેસરતા અકબંધ
લાંબા સમય સુધી ચર્ચાના વિષય તરીકે રહેલા આધાર કાર્ડની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટે ૨૬મી સપ્ટેમ્બરના દિવસે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આધારની બંધારણીય કાયદેસરતાને જાળવી રાખી હતી. જો કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ લાગૂ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારને રાહત થઇ હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ હતું કે સરકાર બાયોમેટ્રિક ડેટાને રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર કોર્ટની મંજુરી વગર કોઇ અન્ય એજન્સીને શેયર કરી શકશે નહીં. સુપ્રીમ કહ્યુ હતુ કે સીબીએસઇ, નીટ, યુજીસ માટે આધાર જરૂરી છે પરંતુ સ્કુલમાં પ્રવેશ મેળવી લેવા માટે આધાર જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે આધાર એક્ટની કલમ ૫૭ને રદ કરી દીધી છે. પ્રાઇવેટ કંપની આધારની માંગ કરી શકે નહીં. આધારે સમાજના વંચિત વર્ગને મજબુત કરવામાં ભૂમિકા અદા કરી છે. તેમને એક ઓળખ આપી છે. આધારની બંધારણીય કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો જસ્ટીસ સિકરીએ વાંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે આધાર પર પ્રહાર કરવાની બાબત ં બંધારણીય જોગવાઇની વિરુદ્ધમાં છે. આધાર બિલકુલ સુરક્ષિત છે અને આધારની બંધારણીયતા પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર ડેટા પ્રોટેક્શન સાથે સંબંધિત કાનુન લાવે તે જરૂરી છે. આધાર સામાન્ય નાગરિકોની ઓળખ છે અને આધારથી ગરીબોની સ્થિતી મજબુત થઇ છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે આધારને ફરજિયાત બનાવવાની બાબત જરૂરી નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, કોઇપણ મોબાઇલ કંપની આધાર કાર્ડની માંગ કરી શકે છે.
પતિ, પત્નિ અને વોેના સંબંધ અપરાધ નથી
પતિ, પત્નિ અને વોના સંબંધ હવે અપરાધ નથી. કારણ કે સુપ્રીમ કોર્ટે ૨૭મી સપ્ટેમ્બરના દિવસે આ સંબંધમાં ઐતિહાસિક અને દુરગામી ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતું કે એડલ્ટરી હવે અપરાધ નથી. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ ૪૯૭માં એડલ્ટરીને અપરાધ તરીકે ગણનાર જોગવાઇને ગેરબંધારણીય તરીકે ગણાવીને તેને ફગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટે એડલ્ટરી (વ્યભિચાર) કેસમાં આઇપીસીની કલમ ૪૯૭ને ગેરબંધારણીય જાહેર કરી દીધી હતી. પાંચ જજની બેંચમાં સામેલ રહેલા ચીફ જસ્ટીસ દિપક્ષ મિશ્રા, જસ્ટસ એએમ ખાનવિલકર અને જસ્ટીસ આરએફ નરીમન, ડીવાય ચન્દ્રચુડે આઇપીસીની કલમ ૪૯૭ને અપરાધની હદમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો હતો. પીઠમાં સામેલ રહેલી એકમાત્ર મહિલા જસ્ટીસ ઇન્દુ મલહોત્રાએ આને ગેરબંધારણીય કરાર ગણાવ્યો છે. આવી સ્થિતીમાં જજોએ આ ચુકાદો સર્વસંમતિથી આપ્યો હતો. વ્યાભિચાર પર ચુકાદો આપતા ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યુ હતુ કે બંધારણની ખુબસુરતી એ છે કે તેમાં હુ, મારા અને તમે તમામ સામેલ છે. સીજેઆ અને જસ્ટીસ ખાનવિલકરે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે એડલ્ટરી તાકાતનો આધાર હો શકે છે. પરંતુ તે અપરાધ રહેશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે એડલ્ટરી અપરાધ તરીકે રહેશે નહીં પરંતુ જો પત્નિ પોતાના લાઇફ પાર્ટનરના વ્યાભિચારના કારણે આત્મહત્યા કરે છે અને પરિવારના સભ્યો પુરાવા રજૂ કરી શકે છે તો તેની સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલે કેસ ચાલી શકે છે.
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મામલો
સુપ્રીમ કોર્ટ દ્વારા એકપછી એક ઐતિહાસિક ચુકાદા આપવાનો સિલસિલો જારી રાખ્યો હતો. ૨૮મી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યુ હતુ કે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓ એન્ટ્રી કરી શકશે. મહિલાઓને પ્રવેશની મંજુરી આખરે મળી ગઇ હતીે. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતું કે દરેક વયન મહલાઓ હવે મંદિરમાં પ્રવેશ કરી શકશે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે અમારી સંસ્કૃતિમાં મહિલાનુ સ્થાન આદરણીય છે. અહીં મહિલાઓને દેવીની જેમ પુજવામાં આવે છે અને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવી રહી હતી. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ ચુકાદો વાંચતા કહ્યુ હતુ કે ધર્મના નામ પર પુરૂષવાદી વિચારધારા યોગ્ય નતી. વયના આધાર પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવાની બાબત ધર્મનો અખંડ હિસ્સો હોઇ શકે નહીં. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ૪-૧ની બહુમતિ સાથે આવ્યો હતો. ફેંસલો વાંચતા ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે ભગવાન અયપ્પા ના ભક્તો હિન્દુ છે. આવી સ્થિતીમાં એક અલગ ધારેમક સંપ્રદાય બનાવવાના પ્રયાસ કરવા જોઇએ નહીં. કોર્ટે કહ્યુ હતુ કે બંધારણની કલમ ૨૬ હેઠળ પ્રવેશ પર પ્રતિબંધને કોઇ કિંમતે યોગ્ય ઠેરવી શકાય નહી. બંધારણ પુજામાં ભેદભાવ કરી શકે નહી.
અયોધ્યા મામલે જાન્યુઆરીમાં સુનાવણી
જેની રાજકીય વર્તુળો અને દેશના લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે વર્ષો જુના અયોધ્યા વિવાદ કેસના મામલામાં સુનાવણી સુપ્રીમ કોર્ટે ૨૯મી ઓક્ટોબરના દિવસે ચુકાદો આપતા સુનાવણી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ટાળી દીધી હતી. હવે જાન્યુઆરી ૨૦૧૯માં આ બાબતને લઇને નિર્ણય કરવામાં આવશે કે કઇ બેંચની સામે આ મામલાની સુનાવણી કરવામાં આવે અને કઇ તારીખે સુનાવણી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ મામલાને ફરી એકવાર ટાળી દેતા જુદા જુદા હિન્દુ સમુદાયમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ હતું. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં રચવામાં આવેલી બેંચે અયોધ્યા વિવાદ મામલામાં સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેચમાં સંવેદનશીલ અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે ટુંકા ગાળામાં જ મામલાની સુનાવણીને જાન્યુઆરી સુધી ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બનેલી બેંચ સમક્ષ આ મામલાની સુનાવણી કરવામાં આવી હતી.અયોધ્યા મામલાને બંધારણીય બેંચની પાસે મોકલવાનો સુપ્રીમે ઇન્કાર કરી દીધા બાદ સુનાવણીને લઇ તમામની નજર આના પર કેન્દ્રિત હતી.
ત્રિપલ તલાક ગેરકાનૂની
કેન્દ્રની મોદી સરકારે આખરે ત્રિપલ તલાક સાથે સંબંધિત વટહુકમને ૧૯મી સપ્ટેમ્બરના દિવસે લીલીઝંડી આપી દીધી હતી. આની સાથે જ સરકારની પાસે હવે તેને પસાર કરવા માટે છ મહિનાનો સમય રહેશે. મોદી સરકારે ત્રિપલ તલાક બિલ સંસદમાં અટવાઇ પડતા હવે તેને લાગુ કરવા માટે વટહુકમનો રસ્તો અપનાવવા માટેનો નિર્ણય કર્યો હતો. કેબિનેટની બેઠકમાં આ વટહુકમને લીલીઝંડી આપી દેવામાં આવી હતી. આ વટહુકમ હવે છ મહિના સુધી અમલી રહેશે. એ વખત સુધી સરકારને આને પસાર કરવાની જરૂર રહેશે. એટલે કે સરકારને હવે શિયાળુ સત્રમાં જ આ બિલને પસાર કરવાનુ રહેશે. લોકસભામાં આ બિલ પસાર થયા બાદ આ બિલ રાજ્યસભામાં અટવા ગયુ હતુ.
ઉન્નાવ રેપ કેસ
ઉન્નાવ રેપ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે યોગી સરકારને ફટકાર લગાવ્યા બાદ ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગરની સામે કઠોર કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રિપ્ટો કરન્સી ચુકાદો
દિલ્હી હાઈકોર્ટે ક્રિપ્ટો કરન્સી મામલામાં રિઝર્વ બેંકને નોટિસ જારી કરી હતી. બિટકોઇનને દેશમાં હજુ માન્યતા મળી નથી તેવી વાત કરી હતી.
મી ટુ મુવમેન્ટ
મી ટુ મામલામાં ભારે હોબાળો થયા બાદ મુંબઈ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે, મી ટુ મુવમેન્ટ માત્ર પીડિત મહિલાઓ માટે છે. આનો કોઇ ખોટો ઉપયોગ કર શકાય નહીં.
રંજન ગોગોઇ નવા સીજેઆઈ
જસ્ટીસ રંજન ગોગોઇએ ત્રીજી ઓક્ટોબરના દિવસે દેશના ૪૬માં સીજેઆઇ અથવા તો ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં તમામ ટોપની હસ્તીઓ હાજર રહી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સીજેઆઇ બનનાર તેઓ પૂર્વાંચલના પ્રથમ જજ છે. તેમના પિતા આસામના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. આ પહેલા પૂર્વ સીજેઆઇ દિપક મિશ્રા સુપ્રીમ કોર્ટના સ્થાયી જજ તરીકે ૨૧ વર્ષની સેવા બાદ નિવૃત થયા હતા. તે પૈકી ૧૪ વર્ષ સુધી તેઓ જુદી જુદી હાઇકોર્ટમાં જજ તરીકે રહ્યા હતા. જસ્ટીસ ગોગોઇ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૧ના દિવસે ગુવાહાટી હાઇકોર્ટના જજ બન્યા હતા. ૨૩મી એપ્રલ ૨૦૧૨ના દિવસે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા હતા. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લાંબા સમય સુધી સેવા આપી હોવા છતાં તેમની ખાનગી સંપત્તિ મામુલી રહી છે.

Related posts

EVENING TWEET

aapnugujarat

શાંતિથી વાંચીને સમજવા જેવો મેસેજ

aapnugujarat

કોંગ્રેસનાં વધુ એક કદાવર નેતા આશા પટેલની વિકેટ પડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1