Aapnu Gujarat
બ્લોગ

કોંગ્રેસનાં વધુ એક કદાવર નેતા આશા પટેલની વિકેટ પડી

આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસને ફટકો પડ્યો છે. ઉંઝાના કોંગી ધારાસભ્ય આશા પટેલ પાર્ટીથી નારાજ હોવાના કારણે રાજીનામું આપ્યું છે. તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. આ સાથે જ કોંગ્રેસનું સંખ્યાબળ હવે ૭૬ પહોંચી ચૂક્યું છે. આશા બેને આ રાજીનામું પોતાના ફેસબુક પર પણ મુક્યું હતું.આશા બેનના રાજીનામા બાદ કોંગ્રેસે કહ્યું હતું કે આશાબેનના રાજીનામાથી તેમને ઉત્તર ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચે.ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના ગઢ ગણાતા મહેસાણાના ઉંઝામાંથી ભાજપના નારણભાઈ પટેલ સામે કોંગ્રેસે ડૉકટર આશાબહેનને મેદાને ઉતાર્યા હતા. અને તેઓની જીત થઈ હતી. જોકે, હવે પાર્ટીમાં તેમની અવગણના થતી હોવાનુ સુત્રો કહી રહ્યા છે. અને તેઓ ભાજપનો ખેસ ધારણ કરે તેવી પણ શક્યતા છે.આ પહેલા કોંગ્રેસના કદાવર નેતા કુંવરજીભાઈ બાવળિયા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. જસદણમાં જીત મેળવ્યા બાદ તેમને પ્રતિષ્ઠાની સાથોસાથ પદ પણ આપવામાં આવ્યું હતું. સુત્રોનું માનવામાં આવે તો આશાબેન પટેલ પણ કોંગ્રેસમાં થતી અવગણનાના કારણે આ પગલું ભરી રહ્યા હોય તેવી વાતો થઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસના બેડામાં આશા બેન પક્ષપલ્ટો નહીં કરે તેવી વાતો થઈ રહી હતી એ વચ્ચે તેમણે રાજીનામું આપી દીધું છે.આ પહેલા આશાબેન પટેલે સ્પીકર પાસે સમય પણ માગ્યો હતો જેથી કોંગ્રેસ અને ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા જ ધારાસભ્યોના રાજીનામાની સિઝન પૂરબહારમાં ખીલી છે. જણાવી દઈએ કે નારણ પટેલનો દબદબો ઉંઝામાં ૧૯૯૭થી હતો. ભાજપનો એક સમયનો ગઢ હતો, જેના કાંગરા ખેરવવાનું કામ આશા બહેને ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કર્યું હતું. એટલે કે કોંગ્રેસના તેઓ કદાવર નેતા હતા તેમાં બેમત નથી.આશાબેન પટેલ એ ઊંઝામાં કદાવર નેતા ગણાય છે. આ વર્ષે લોકસભાની સીટની પણ માગ કરી હતી. જેઓ લોકસભા લડે તેવી પણ સંભાવના હતી.
પાસના સમર્થક એવા ડો. આશાબેન પટેલ ઊંઝામાં ભાજપના કદાવર નેતાને હરાવીને જીત્યા હતા. ઊંઝા એ ભાજપનો ગઢ ગણાય છે પણ પાસ આંદોલન સમયે ડો. આશાબેનની જીત થઈ હતી. અહીં પાટીદારોનું વર્ચસ્વ છે. આશાબેન કદાચ હવે સાંસદ તરીકેની ચૂંટણી લડે તેવી સંભાવના છે. હાલમાં તેઓ ભાજપમાં જોડાવાની અફવાઓ ચાલી રહી છે. મહેસાણામાં ભાજપ પાસે સક્ષમ ઉમેદવાર નથી. હાલમાં જયશ્રીબેનને ભાજપ ઘરભેગા કરે તેવી પૂરી સંભાવના છે. પાસનું આંદોલન મહેસાણામાં આજે પણ સક્રિય છે. પાસના સમર્થક એવા જયશ્રીબેનને ટીકિટ આપી ભાજપ મહેસાણા બેઠક કબજે કરવા માગતી હોવાના રાજકીય સૂત્રો જણાવી રહ્યાં છે. મહેસાણાએ નીતિનભાઈનો ગઠ હોવા છતાં તેઓ પણ માંડ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. મહેસાણા લોકસભા બેઠક હારે તેવી સંભાવના વચ્ચે ભાજપે આ માસ્ટરસ્ટ્રોક માર્યો હોવાનું કહેવાય છે. જો આશાબેન ભાજપમાં જોડાશે તો તેઓ લોકસભાના ઉમેદવાર હશે એ નક્કી છે.જયશ્રીબેન પટેલ પાસના આંદોલનને નાથવામાં નિષ્ફળ રહ્યાં છે. ભાજપ આ બેઠક ગુમાવી રહ્યું હોવાનો રિપોર્ટ છે. ત્યારે ભાજપે આ બેઠક કબજે કરવા માટે પાસના સમર્થક આશાબેન પટેલને ભાજપમાં લઇને લોકસભાની ચૂંટણી લડાવી શકે છે. હવે જીવાભાઈ પટેલને સૌથી મોટી ચિંતા ઉભી થઈ છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ મહેસાણા બેઠક માટે ભાજપમાં જોડાયા છે. હવે આશાબેન મેદાને આવી જતાં જીવાભાઈ અને આશાંબેન વચ્ચે કટ્ટર હરિફાઈ થાય તેવી પૂરી સંભાવના છે.લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાટીદારોના ગઢ ઉંઝાથી કોંગ્રેસના ધારાસભ્ય ડૉકટર આશા બહેને પટેલે રાજીનામુ આપ્યુ છે. આશાબહેન પટેલે સ્પીકર સાથે મુલાકાત કરીને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે.તો, સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર પાર્ટીમાંથી રાજીનામુ આપતા હોવાની પોસ્ટ મુકી છે. કોંગ્રેસઆ મામલે ઊંઘતી ઝડપાઈ છે અને ભાજપે ખેલ પાડી દીધો છે. તેઓ ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. જેઓએ રાહુલ ગાંધી પર સવાલો ઉઠાવતાં તેઓ ભાજપમાં જોડાઈ રહ્યાં હોવાની હવા ચાલી રહી છે.કોંગ્રેસમાંથી રાજીનામુ આપાનારા આશા પટેલે પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સંબોધીને તેઓએ રાજીનામાનો પત્ર લખ્યો છે. આ પત્ર તેઓએ ફેસબુક પેજ પર મુક્યો છે. આ પત્રમાં તેઓએ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવ્યા છે. તો સાથે જ પીએમ મોદીના વખાણ કર્યા છે. સુત્રનો મતે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના ગઢ ગણાતા મહેસાણાના ઉંઝામાંથી ભાજપના નારણભાઈ પટેલ સામે કોંગ્રેસે ડૉકટર આશાબહેનને મેદાને ઉતાર્યા હતા અને તેઓની જીત થઈ હતી.કોંગ્રેસના ધારાસભ્ય પદે રહેલા આશાબહેન પટેલ પાર્ટીથી નારાજ મનાતા હતા. તેઓ આજે સવારે પરિવારના કેટલાક સભ્યો સાથે ગાંધીનગર ખાતેના પ્રધાનોના બંગલે પહોંચ્યા હતા. ત્યાં સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સાથે મુલાકાત કરી હતી. જે બાદ સવારે ૧૦ વાગીને ૧૦ મિનિટે શાંત ચિતે ધારાસભ્ય પદેથી સ્વૈચ્છિક રાજીનામુ આપ્યું હતું. બીજીતરફ, સ્પીકરે પોતાની ઓફિસ પહોંચીને આ રાજીનામાની કોપી સચિવને આપી હતી. આશાબહેન પટેલનું સ્પીકરે રાજીનામુ સ્વીકાર્યુ હતુ. વાઘાણીએ પણ આશાબેનનું કોંગ્રેસમાં સ્વાગત હોવાનું કહી ભાજપમાં જોડાવવાનો ઇશારો કરી દીધો છે.આ નીતિનભાઈનો માસ્ટર સ્ટ્રોક હોવાનું કહેવાય છે. ભાજપના આંતરિક સરવેમાં મહેસાણા લોકસભાની સીટ હારે તેવી સંભાવના વચ્ચે ભાજપ પાસના સમર્થક એવા આશાબેનને સાંસદની ચૂંટણી લડાવી શકે છે. હાલમાં જયશ્રીબેન સામે ભારે નારાજગી વચ્ચે જીવાભાઈ ભાજપ સાથે જોડાયા છે આમ છતાં પાસ આંદોલન મહેસાણામાં સૌથી વધારે સક્રિય હોવાથી ભાજપ કોઈ રિસ્ક લેવા માગતું નથી. આશાબેન ભાજપમાં જોડાશે તો સૌથી મોટો ફટકો જયશ્રીબેન પટેલ અને જીવાભાઈ પટેલના સપનાં ચકનાચૂર થઈ જશે એ નક્કી છે.આ પહેલા આશા બેન પટેલે સ્પીકર પાસે સમય પણ માંગ્યો હતો. જેથી કોંગ્રેસ અને ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા જ ધારાસભ્યોના રાજીનામાની સિઝન પૂરબહારમાં ખીલી છે. જણાવી દઈએ કે નારણ પટેલનો દબદબો ઉંઝામાં ૧૯૯૭થી હતો. ભાજપનો એક સમયનો ગઢ હતો, જેના કાંગરા ખેરવવાનું કામ આશા બહેને ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કર્યું હતું. એટલે કે કોંગ્રેસના તેઓ કદાવર નેતા હતા તેમાં બેમત નથી.આ પહેલા આશા બેન પટેલે સ્પીકર પાસે સમય પણ માગ્યો હતો જેથી કોંગ્રેસ અને ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા જ ધારાસભ્યોના રાજીનામાની સિઝન પૂરબહારમાં ખીલી છે. જણાવી દઈએ કે નારણ પટેલનો દબદબો ઉંઝામાં ૧૯૯૭થી હતો. ભાજપનો એક સમયનો ગઢ હતો, જેના કાંગરા ખેરવવાનું કામ આશા બહેને ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કર્યું હતું. એટલે કે કોંગ્રેસના તેઓ કદાવર નેતા હતા તેમાં બેમત નથી.આશા પટેલના રાજીનામા બાદ હવે કોંગ્રેસના મોવડી મંડળમાંથી અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ગઈેકાલે યોજાયેલી મીટીંગમાં તેમને કોઈ પ્રશ્ન હોય તેવું લાગ્યું નહોતું. તેમણે પાર્ટી સાથે પરામર્શ કર્યા વિના આ નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલા સંગઠન પ્રભારી રાજીવ પ્રભારી સાતમ સાથે ચર્ચા કરાઈ હતી જ્યાં બધા ધારાસભ્યોને સાંભળવામાં આવ્યા હતા. ત્યાં પણ કોઈ સમસ્યા નહોતી.અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, પોતાના વ્યક્તિગત હિતો માટે અને સ્વાર્થ માટે નિર્ણય લેવાયો છે. તેમણે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે તેઓ કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા તોડવાની કામગીરી કરી રહ્યા છે. આ સિવાય તેમણે ભાજપ પર લોભ અને લાલચ આપવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.પક્ષના કાર્યકરોને સોંપવામાં આવતી કામગીરી મુદ્દે અમિત ચાવડાએ કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી પહેલા મહિલા કાર્યકર્તા તરીકે તેમને તક આપવામાં આવી હતી. ત્યાંના કાર્યકરોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. તેમણે મતદારોનો અભિપ્રાય લેવો જોઈએ. પક્ષ સાથે પરામર્શ કરવો જોઈએ. પણ આવું આશા બેને કંઈ ન કરતા હવે મતદારો પણ તેમનાથી નારાજ છે. પરિવાર હોય કે પાર્ટી હોય નાના મોટા પ્રશ્નો ચાલવાના જ પણ જે વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ વખતો વખત આવા નિર્ણયો લાવતા હોય છે પણ તેમણે આશા બેન માટે કોઈ બીજુ કારણ હોવાનું જણાવ્યું હતું.ઊંઝા કોંગ્રેસના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ વધુ બે ઝટકા લાગી શકે છે. મળતી પ્રાપ્ત મહિતી અનુસાર કોંગ્રેસના વધુ બે કચ્છના ધારાસભ્યો પણ પાર્ટી છોડી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટી વેરવિખેર થઇ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપ્યા બાદ હવે કચ્છના રાપર અને અબડાસા બેઠકના બે ધારાસભ્યો પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ શકે છે. ત્યારે એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી સામે નારાજ દેખાઇ રહ્યાં છે. કોંગ્રેસ ધારાસભ્યોમાં દેખાતી નારાજગીની લઇને ગુજરાતનું રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના વધુ બે કચ્છના ધારાસભ્યો પણ પાર્ટી છોડી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટી વેરવિખેર થઇ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે અબડાસા બેઠક પરના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજાએ આ વાતને ખોટી ગણવતા કહ્યું કે અમારે પાર્ટી સામે કોઇ નારાજગી નથી અને અમે પાર્ટી છોડવાના નથી.
ઊંઝા કોંગ્રેસના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. કોંગ્રેસ પાર્ટી સામે નારાજગી અને આંતરિક વિખવાદને કારણે ધારાસભ્ય ડો. આશાબેન પટેલે રાજીનામું આપ્યું છ જેને લઇને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. પાર્ટીમાં સતત અવગણના કરવામાં આવતી હોવાથી તેઓ પાર્ટીથી નારાજ હતા. તો આ સાથે જ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ ઝાલા સાથે ખટરાગ પણ હતો. આગામી સમયમાં લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે ડો. આશાબેન પટેલે તેમની સ્વેચ્છાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.તો આ અગાઉ, કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાની વાતને કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે, ડો. આશાબેન પટેલ પાર્ટી છોડીને ક્યાંય જવાના નથી. તેઓ રાજીનામું પણ આપવાના નથી. આ સિવાય સી.જે.ચાવડાએ મોટો વિસ્ફોટ કરતા જણાવ્યું કે, અમારા સંપર્કમાં પણ ભાજપના કેટલાક ધારાસભ્યો છે. જોકે રાજીનામાની વાતથી ડેમેજ કંટ્રોલ માટે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય સી.જે. ચાવડા આશાબેન પટેલના એમ.એલ.એ ક્વાર્ટર સ્થિત નિવાસસ્થાને દોડી ગયા હતા. કોંગ્રેસ દ્વારા આશાબેન પટેલનો સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. જોકે આશાબેન પટેલનો ફોન સ્વિચ ઓફ કરીને બેઠા હોવાથી કોંગ્રેસ સંપર્ક કરી શકતી નથી.ઉલ્લેખનીય છે કે, ઊંઝા એપીએમસીની આગામી એપ્રિમલ માસમાં ચૂંટણી યોજનારા છે જેથી બંને પાર્ટીઓ હાલ ચૂંટણીને લઇ સતર્ક થઇ ગયા છે. મહત્વનું એ છે કે ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આશાબેનને ટિકિટ આપી હતી. તેઓ ભાજપના નારાયણભાઇ પટેલને હરાવી ધારસભ્ય બન્યા હતા.

Related posts

एक दोस्त ने क्या खूब लिखा है कि

aapnugujarat

જાણો કેવી રીતે સ્માર્ટફોનની લાઇટ આપણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

editor

વિશ્વનાં રહસ્યમય જંગલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1