Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડીઝલની કિંમત સૌથી નીચી સપાટીએ

ક્રુડ ઓઇલની કિંમત ઘટીને હવે ૫૦ ડોલરથી પણ નીચી સપાટી પર પહોંચી ગઇ છે. આના કારણે ભારતને બેવડા લાભ થઇ શકે છે. આના કારણે રૂપિયાની સ્થિતી મજબુત થશે અને મોંઘવારી પર બ્રેક મુકવામાં મદદ મળશે. ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે તેલ કિંમતોમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો.આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમત વર્ષ ૨૦૧૭ બાદથી સૌથી નીચી સપાટી પર પહોંચી છે. બેંચમાર્ક બ્રેન્ટમાં પણ કિંમતો ઘટી છે. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં તેમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે.આજે બ્રેન્ટ ક્રુડની કિંમત પ્રતિ બેરલ ૫૦ ડોલરથી પણ નીચે પહોંચી ગઇ છે. ભારતમાં રિટેલ તેલ કિંમતો આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો અને ડોલર-રૂપિયા એક્સચેંજ રેટ ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તેલ કિંમતોમાં વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. ભાવમાં ફેરફાર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. તેલ કિંમતોમાં સતત ફેરફારના કારણે લોકોમાં દુવિધા છે. જો કે હાલમાં કિંમતો સતત ઘટી ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકો હવે રાહત અનુભવી રહ્યા છે.ડોલરની સામે રૂપિયા પર જે અસર થઇ રહી છે તેના લીધે તેલ કિંમત બદલાઇ રહી છે.સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ફ્યુઅલની કિંમતમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આ સપ્તાહના ગાળામાં જ ડોલર સામે રૂપિયો બે ટકા સુધી મજબૂત થયો છે. તેલ કિંમતો આગામી દિવસોમાં વધુ ઘટે તેવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસના ગાળામાં જ ડોલર સામે રૂપિયામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. તેલ કિંમતોને સંવેદનશીલ ગણવામાં આવે છે. ક્રુડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે તેલ કિંમતો ઘટી રહી છે. હાલમાં અમેરિકાના પ્રતિબંધના કારણે કિંમતોમાં વધારો થઇ ગયો હતો. ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતા હવે ડોલરની સામે રૂપિયામાં પણ સ્થિતી મજબુત બની શકે છે. ભારતને ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતાની સાથે ફાયદો થઇ શકે છે. બજારમાં અનિશ્ચિતાના કારણે જુલાઇ ૨૦૧૭ બાદથી સૌથી નીચે સપાટી પર કિંમતો પહોંચી છે. ક્રુડના કારણે પેટ્રોલ અને ડીઝલન કિંમતમાં હજુ વધારે રાહત મળ શકે છે

Related posts

દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા

editor

ટેંક બેથલોનમાં બંને ટેંક ખરાબ થતા ભારત બહાર થયું

aapnugujarat

FPI દ્વારા માત્ર પ સેશનમાં ૩,૧૨૭ કરોડ ઠલવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1