Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગોરધન ઝડફિયાને ઉત્તરપ્રદેશ પ્રભારી બનાવીને ભાજપે ચોંકાવી દીધા

ભાજપે વર્ષ ૨૦૦૨ના ગોધરા હત્યાકાંડ બાદ તેના પ્રત્યાઘાતરૂપે ભડકેલી કોમી હિંસા વેળા ગુજરાતના ગૃહ પ્રધાન રહી ચુકેલા ગોરધન ઝડફિયાને લોકસભા ચૂંટણી માટે ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે નિમીને ભાજપે તમામને ચોંકાવી દીધા છે. વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટી વડા અમિત શાહની પાસે આ મોટી જવાબદારી હતી. ભાજપે લોકસભા ચૂંટણી માટે પ્રભારીની નિમણૂંક કર્યા બાદ હવે ઝડફિયા પર જવાબદારી વધી ગઇ છે. ઝડફિયાને તેમના સંગઠનાત્મક કુશળતાના કારણે ઓળખવામાં આવે છે. તેમની આ કુશળતાના કારણે ભાજપને સીધો ફાયદો થઇ શકે છે. હજુ સુધી ઉત્તરપ્રદેશના સહ ચૂંટણી પ્રભારી રહેલા ઓમપ્રાખસ માથુરને ગુજરાતમાં ચૂંટણી પ્રભારી બનાવી દેવામાં આવ્યા છે. ઝડફિયાના નામની જાહેરાત કરવામાં આવતા ભાજપની અંદર પણ કેટલાક લોકો ચોંકી ગયા છે. કારણ કે તેમને વિહીપના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાના નજકી તરીકે પણ ગણવામા ંઆવે છે. કોઇ સમય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના સાથી તરીકે હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી મોદી પર પ્રહારો કરી રહ્યા હતા. ઝડફિયાને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના નજીકી તરીકે પણ ગણવામાં આવે છે. વર્ષ ૨૦૦૪માં વાજપેયી સરકારના સત્તામાંથી બહાર થયા બાદ મોદીએ ગુજરાતમાં કેબિનેટનુ વિસ્તરણ કર્યુ હતુ. જેમાં ઝડફિયાએ શપથ લેવાનો ઇન્કાર કર્યો હતો.
શપથ ગ્રહણ કાર્યક્રમમાં જ ગોરધન ઝડફિયાએ જાહેરાત કરી હતી કે તેઓ સરકારનો હિસ્સો બનશે નહીં. સુત્રોએ કહ્યુ છે કે રમખાણો બાદ મોદીએ અમિત શાહને ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપી હતી. કેબિનેટ વિસ્તરણમાં તેમને તક ન મળતા ઝડફિયાએ સરકારથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ ૨૦૦૪માં તેઓ ભાજપથી અલગ થઇ ગયા હતા. જો કે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ પાર્ટીમાં પરત ફર્યા હતા. જો કે તેમને ત્યારબાદ કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવી ન હતી. વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાર્ટીએ તેમને ટિકિટ આપવાનો ઇન્કાર કર્યો હતો.

Related posts

पाकिस्तान के साथ क्रिकेट सीरीज से सरकार का इन्कार

aapnugujarat

Maratha reservation valid, but should be reduced to 12-13% : Bombay HC

aapnugujarat

चीन ने भारत की उत्तरी सीमा पर 60000 सैनिक किए तैनात

editor

Leave a Comment

UA-96247877-1