Aapnu Gujarat
બ્લોગ

વિશ્વના અવિકસિત બાળકોમાંથી એક તૃતિયાંશ બાળકો ભારતીય : રિપોર્ટ

ભારતનું ભવિષ્ય અંધકારમાં! ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ ૨૦૧૮માં ભારતના બાળકો સંદર્ભે ઘણા ગંભીર સંકેતો સામે આવ્યા છે. બાળકોના પોષણ અને વિકાસના મામલે ભારત ઘણું પાછળ છે. રિપોર્ટ અનુસાર ભારતમાં અવિકસિત, અલ્પવિકસિત અને ઓવરવેટ બાળકોની સંખ્યા ઘણી વધારે છે. વિશ્વના કુલ અવિકસિત બાળકોમાંથી લગભગ એક તૃતિયાંશ બાળકો માત્ર ભારતીય છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાલ દુનિયામાં ૧૫૦.૮ મિલિયન બાળકો અવિકસિત છે અને તેમાના ૪૬.૬ મિલિયન બાળકો ભારતમાં છે. કુપોષણના મામલામાં પહેલા જ ભારતની સ્થિતિ ચિંતાજનક છે. આ રિપોર્ટ વધુ કેટલાક ખતરનાક સંકેતો આપી રહ્યો છે. ભારત બાદ નાઈજિરિયામાં ૧૩.૯ મિલિયન અને પાકિસ્તાનમાં ૧૦.૭ મિલિયન બાળકો અવિકસિત છે. આ ત્રણેય દેશોમાં વિશ્વના કુલ અવિકસિત બાળકોમાંથી અડધાથી વધુ અવિકસિત બાળકો વસવાટ કરે છે. પહેલાની સરખામણીએ ભારતમાં અવિકસિત બાળકોના આંકડામાં ઘણો સુધારો થયો છે. ત્યારે ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ-૨૦૧૮ ખતરનાક સંકેતો આપી રહ્યો છે.નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે ૨૦૦૫-૦૬માં અવિકસિત બાળકોની સરખામણીએ ૨૦૧૫-૧૬માં લગભગ દશ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૦૫-૦૬માં આ આંકડો ૪૮ ટકા બાળકોનો હતો. ૨૦૧૫-૧૬મં ઘટીને ૩૮.૪ ટકાએ પહોંચ્યો હતો. બાળકોનો પૂર્ણ વિકાસ નહીં થવો અથવા તેમની લંબાઈ ઓછી રહેવાના કારણે લાંબા સમય સુધી ભરપૂર પોષણ નહીં મળી શકવું પણ કારણ છે.ગ્લોબલ રિપોર્ટ મુજબ ભારતમાં અવિકસિત બાળકોનું પ્રમાણ તમામ રાજ્યોમાં એક સરખું નથી. ભારતના ૬૦૪ જિલ્લામાંથી ૨૩૯ જિલ્લામાં અવિકસિત બાળકોનું પ્રમાણ ૪૦ ટકાથી વધારે છે. કેટલાક જિલ્લામાં આવા બાળકોની સંખ્યા ૧૨.૪ ટકા સુધીની છે. તો કેટલાક જિલ્લાઓમાં આ પ્રમાણ ૬૫.૧ ટકા પણ છે.અવિકસિત બાળકોની સાથે જ ભારતમાં કમજોર બાળકોની સંખ્યા પણ ઘણી વધારે છે. ઓછા વજન અને લંબાઈના હિસાબથી દુનિયાભરમાં સૌથી વધારે નબળા બાળકો પણ ભારતીય છે. ભારતમાં ૨૫.૪ મિલિયન નબળા બાળકો છે. બાદમાં ૩.૪ મિલિયનના આંકડા સાથે નાઈજીરિયાનું સ્થાન આવે છે. રિપોર્ટ મુજબ આવા બાળકોની સંખ્યામાં ૨૦૦૫-૦૬ની સરખામણીએ વધારો જોવા મળ્યો છે.

Related posts

कोरोना टीके पर टीका-टिप्पणी

editor

सुपरस्टार अक्षय कुमार के सुझाव पर मोदी सरकारका एक और अच्छा फैसला : ……..

aapnugujarat

नेपाल में ओली की मुसीबत

editor

Leave a Comment

UA-96247877-1