Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત, ચીન ૧૦ ડિસેમ્બરથી સંયુક્ત લશ્કરી કવાયત યોજશે

ભારત અને ચીનનાં સૈન્ય આવતી ૧૦ ડિસેમ્બરથી ૧૪-દિવસ સુધી સંયુક્ત લશ્કરી કવાયત યોજશે. આ કવાયત ચીનના ચેંગ્ડુ શહેરમાં યોજવામાં આવનાર છે. બંને દેશ ત્રાસવાદ સામેની લડાઈમાં એમની ક્ષમતા વધારવા તેમજ પરસ્પર સમજૂતીને ઉત્તેજન આપવા માટે આ લશ્કરી કવાયત સાથે મળીને યોજવાના છે. ા ૭મી ઈન્ડિયા-ચાઈના જોઈન્ટ મિલિટરી એક્સરસાઈઝને ‘હેન્ડ ઈન હેન્ડ’ નામ આપવામાં આવ્યું છે. બંને દેશના ૧૦૦-૧૦૦ સૈનિકો આ કવાયતમાં ભાગ લેશે. આ કવાયતની વિશેષતા ત્રાસવાદ-વિરોધી કામગીરીઓ રહેશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં ભારતના સરહદીય સિક્કીમ રાજ્યમાં આવેલા ડોકલામ મામલે ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી અને ૭૩-દિવસ સુધી ચાલેલી મડાગાંઠને કારણે બંને દેશ વચ્ચેની લશ્કરી કવાયત ગયા વર્ષે મોકૂફ રાખવામાં આવી હતી. બાદમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે આ વર્ષના એપ્રિલમાં વુહાનમાં અનૌપચારિક શિખર મંત્રણા થયા બાદ બંને દેશ વચ્ચેના સંબંધ ફરી સુધરી ગયા છે.

Related posts

Assam government’s big decision, all Madrasas-Sanskrit schools to converted high & higher secondary schools

aapnugujarat

ઓગસ્ટા ડિલને લઇ ચૂંટણી પૂર્વે રાહુલને ભીંસમાં લેવાના પ્રયાસો છે : શિવસેના

aapnugujarat

રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન તરીકે હરિવંશ નારાયણ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1