Aapnu Gujarat
બિઝનેસ

જિયોની કંપનીનાં ચેરમેન જુગારમાં ૧૦ અબજ રૂપિયા હાર્યાં

ચીનની સ્માર્ટફોન કંપની જિયોની ઉપર આજકાલ સંકટના વાદળ ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જાણવા મળ્યુ છે કે હાલ કંપનીનું દેવાળુ નિકળી જાય તેવી પરિસ્થિતિ છે. જો કે, હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ ચીનની એક વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે કે, જિયોની કંપનીના ચેરમેન લિઉ લિરોન્ગ છેલ્લા ઘણા સમયથી જુગાર રમવાની ખોટી આદતે ચઢી ગયા હતા અને તેમની આ જ આદત તેમની કંપની માટે મોટી મુશ્કેલી બની રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લિઉ લિરોન્ગ સાઈપેનના એક કસીનોમાં તેઓ જુગાર રમવામાં કથિત રીતે ૧૦ અરબ યુઆન (આશરે એક ટ્રિલિયન રૂપિયા) હારી ગયા છે. જો કે, એક અન્ય રિપોર્ટ અનુસાર, જિયોનીના ચેરમેને જુગારમાં મોટી રકમ હારવાની વાત સ્વિકારી છે. પરંતુ તેમનું કહેવું છે કે તેઓ ૧૦ અરબ યુઆન નહીં પરંતુ એક અરબ યુઆન (આશરે ૧૦ અબજ રૂપિયા) જ હાર્યા છે.
એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જિયોની પોતાના સપ્લાયર્સને પેમેન્ટ નથી આપી શકી. ચીનની એક વેબસાઈટ અનુસાર, ‘લગભગ ૨૦ સપ્લાયર્સને ૨૦ નવેમ્બરથી શેનજેન ઈંટમીડિએટ પીપ્લસ કોર્ટમાં નાદારી જાહેર કરવા માટેનું અપીલ કરી છે.’ હજી એપ્રિલ મહિનામાં જ જાણકારી મળી રહી હતી કે જિયોની ભારતમાં આ વર્ષે ૬.૫ અબજ રૂપિયાનું રોકાણ કરવા ઈચ્છે છે.
જિયોનીએ આ વર્ષે એપ્રિલમાં જિયોની એફ ૨૦૫ અને જિયોની એસ ૧૧ લાઇટ લોન્ચ કરીને ભારતીય માર્કેટમાં કમબેક કર્યું હતું.

Related posts

સેન્સેક્સમાં ૩૫૬ પોઈન્ટનો કડાકો

aapnugujarat

US-चीन के ट्रेड वॉर से कॉटन में भारी गिरावट, भारत में बेचैनी

aapnugujarat

ત્રણ વધુ આઈપીઓ માર્કેટમાં એન્ટ્રી કરશે : ઉત્સુકતા સર્જાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1