Aapnu Gujarat
બ્લોગ

રાહુલ અને મોદીને નારાજ કરી સપા-બસપાએ કર્યું ગઠબંધન

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન ફાઈનલ થઈ ગયું છે. તેનો સ્પષ્ટ અર્થ છે કે બંને પાર્ટીઓમાં ગઠબંધન નક્કી છે. અને તેમાં કોંગ્રેસનો સમાવેશ નથી. ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ઉત્તર પ્રદેશમાં હવે એક તરફ જ્યાં બીજેપી સરકાર હશે ત્યાં બીજી બાજૂ અખિલેશ યાદવ અને માયાવતીની જોડી હશે. ક્યારેક છત્રીસનો આંકડો રાખનારી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જૂનું ભૂલવા તૈયાર થઈ ગઈ છે. બંનેએ કોંગ્રેસને આ સફરમાં સાથીદારના લાયક ન સમજ્યા. કોંગ્રેસ સાથે પડદા પાછળથી રાજનૈતિક સાઠગાંઠ થઈ શકે છે. તેનો ચહેરો શું હશે તે જોવા જેવી વાત હશે.
જણાવી દઈએ કે આ કારણોસર સપા-બસપાએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.ઉત્તર પ્રદેશમાં ૨૦૧૭માં થયેલ વિધાનસભા ચુંટણીમાં સપા અને બસપા બંનેને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચુંટણીમાં સપાને ૪૭ સીટો જ્યારે બસપાને ૧૯ સીટો સાથે જ સંતોષ કરવો પડ્યો હતો. બીજેપીને આ ચુંટણીમાં ૩૧૨ સીટો મળી હતી. તેવામાં ૨૦૧૯માં મોદી વિરુદ્ધ ટકવા માટે બંને પાર્ટીઓને સાથે આવવું પડ્યું હતું.૨૦૧૪માં મોદી લહેરને કારણે બંને પાર્ટીઓની મોટી હાર થઈ હતી. ૮૦ સીટો વાળા ઉત્તર પ્રદેશમાં બસપાને એક પણ સીટ મળી ન હતી, અને સપા તો માત્ર પોતાના કુનબા સુધી જ રહી હતી. ૨૦૧૪ પછી જે રીતે બંને પાર્ટીઓનો ગ્રાફ ડાઉન ગયો હતો. તે પછી બંનેને એક મોટા ટેકાની જરૂર હતી. તેવામાં બંને પાર્ટીઓ ૨૬ વર્ષની દુશ્મની ભૂલીને સાથે આવી અને ૨૦૧૯માં મોદીનો સામનો કરવા માટે તૈયાર થઈ.ઉપચુંટણીમાં બંને પક્ષોના સહકારની ફોર્મૂલા હિટ થઈ હતી.ફૂલપુર અને ગોરખપુરની ઉપચુંટણીમાં બંનેના ગઠબંધનની ફોર્મૂલા હિટ થઈ હતી. બીજેપીની સૌથી સુરક્ષિત સીટ માનવામાં આવતા ગોરખપુરમાં બંને સાથે લડ્યા અને જીત હાંસલ કરી.ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની હાલત સતત કમજોર થતી ગઈ. કોંગ્રેસને જ્યારે એકવાર ઊભા રહેવા માટે ટેકાની જરૂર હતી તેવામાં બંનેએ ગઠબંધનમાં તેમને જગ્યા આપી નહી. વિધાનસભા ચુંટણીમાં સપા કોંગ્રેસની સાથે મળીને લડી હતી અને આ ગઠબંધન ફ્લોપ સાબિત થયું હતું. આ ચુંટણીમાં સપા ૪૭ અને કોંગ્રેસ ૭ જ સીટ જીતવામાં સફળ રહી હતી.જો સપા અને બસપાનું ગઠબંધન ન થયુ તો એકવાર ફરી લોકસભાની ચુંટણીમાં બીજેપીનો રસ્તો સરળ થઈ જશે. બીજેપીના જીતની સાથે જ બંને પક્ષોનું ભવિષ્ય જોખમ મુકાશે.લોકસભામાં સૌથી વધારે સીટો યૂપીની છે. દરેક પક્ષ વધુમાં વધુ સીટ જીતવા માટે ત્યાં જ વધારે ધ્યાન આપે છે. દેશને સૌથી વધારે પ્રધાનમંત્રી પણ આ જ રાજ્યએ આપ્યા છે. ૨૦૧૪ની ચુંટણીમાં બીજેપીએ આ રાજ્યમાં ઐતિહાસિક પ્રદર્શન કરતા ૭૧ સીટો પર જીત મેળવી હતી. સપા અને બસપાની અસર સૌથી વધુ આ જ રાજ્યમાં છે. ઘણાં દિવસોથી રાફેલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જે રીતે મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને તેમની લોકપ્રિયતામાં પહેલા કરતા વધારો થઈ રહ્યો છે, તેના કારણે કોંગ્રેસના વિશ્વાસમાં ક્યાંકને ક્યાંક ચોક્કસ વધારો થયો છે. કોંગ્રેસને આશા છે કે તેને કારણે યૂપીમાં આ વખતે સારો દેખાવો થશે. રાહુલ ગાંધી પોતે કહી ચુક્યા છે કે યૂપીમાં કોંગ્રેસ સારૂ પ્રદર્શન કરી શકે છે. કોંગ્રેસ ગઠબંધનથી દૂર જરૂર છે પરંતુ તેનાથી બીજેપીના માથાનો દુખાવો ઓછો નહી થાય. કોંગ્રેસ પાસે આજે પણ યૂપીમાં ૬થી૮ ટકા વોટ છે.ભારતના રાજકારણમાં એક વાત ચોક્કસથી કહી શકાય – વડાપ્રધાન બનવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે.ભારતના મોટાભાગના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇંદિરા ગાંધી, ચૌધરી ચરણસિંહ, રાજીવ ગાંધી, વિશ્વનાથ પ્રતાપ સિંહ, ચંદ્રશેખર, અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાંથી જ ચૂંટાઈ આવ્યાં છે.
વર્ષ ૨૦૧૪માં લગભગ ત્રણ દાયકા બાદ દેશમાં પ્રથમવખત પૂર્ણ બહુમતવાળી સરકાર બની. એ સમયે યૂપીમાંથી એનડીએના ૭૩ સાંસદ ચૂંટાયા હતા.ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વર્ષ ૨૦૧૯માં તેનું પુનરાવર્તન થશે? યૂપીમાં તાજેતરમાં યોજાયેલી ફૂલપુર, ગોરખપુર અને કૈરાનાની પેટા ચૂંટણીઓમાં ભાજપનો પરાજય થયો હતો.ત્યારથી એવી અટકળો વહેતી થઈ હતી કે જો વિપક્ષ મહાગઠબંધનની રચના કરે તો ભાજપના ઉમેદવારોને હરાવી શકાય છે. ખાણકામ કૌભાંડ મુદ્દે સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને તપાસ હાથ ધરી છે, જેનો રેલો કથિત રીતે અખિલેશ યાદવ સુધી પહોંચે છે. અખિલેશે તમામ પ્રકારની તપાસનો સામનો કરવાની તૈયારી દાખવી છે.રાજસ્થાન,મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢમાં ભાજપને સત્તામાંથી દૂર કર્યા બાદ કૉંગ્રેસનું મનોબળ વધ્યું છે.સપા-બસપાનો એક વર્ગ માને છે કે જો કૉંગ્રેસ એકલી ચૂંટણી જંગમાં ઉતરે, તો તેનાથી ભાજપને વધુ નુકશાન થશે.સપા-બસપા તેમના ગઠબંધનમાં અજીતસિંહની રાષ્ટ્રીય લોકદળ ઉપરાંત અન્ય નાના દળોને પણ સામેલ કરવા ચાહે છે.જેમાં હાલ એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ)માં સામેલ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સહિતના નાના દળોનો પણ સમાવેશ થાય છે.એવી અટકળો ચાલી રહી છે કે તા. ૧૫મી જાન્યુઆરીના માયાવતીના જન્મદિવસે આ ગઠબંધન અંગે જાહેરાત કરવામાં આવશે.જોગાનજોગ સપાના સુપ્રીમો અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ યાદવનો જન્મ દિવસ પણ પંદરમી જાન્યુઆરીના છે.અખિલેશ-માયાવતીની બેઠકના ગણતરીના કલાકોમાં ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ખાણકામ મુદ્દે સીબીઆઈએ તપાસ હાથ ધરતા ૧૨ સ્થળોએ રેડ કરી હતી.અખિલેશ યાદવના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ખાણ વિભાગ તેમના પાસે હતો. આ કૌભાંડ એ અરસાનું છે.એવી અટકળો વહેતી થઈ છે કે આ તપાસનો રેલો અખિલેશ યાદવ સુધી પહોંચે છે. બીજી બાજુ, યૂપીના પૂર્વ મુખ્ય પ્રધાને આ મુદ્દે તમામ પ્રકારની તપાસનો સામનો કરવાની તૈયારી દાખવી છે.અલ્લાહબાદ હાઈકોર્ટે શામલી, હમીરપુર, ફતેહપુર, દેવરિયા તથા સિદ્ધાર્થ નગરમાં ચાલી રહેલાં ગેરકાયદેસર ખાણકામની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા.પરંતુ ગઠબંધન અંગેના અહેવાલ બહાર આવતાંની સાથે જ સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને કારણે ટાઇમિંગ અંગે પણ સવાલ ઊભા થઈ રહ્યાં છે.સપા પ્રવક્તા અબ્દુલ હાફિઝના કહેવા પ્રમાણે, અમે સીબીઆઈ તપાસને આવકારીએ છીએ.પરંતુ ગઠબંધનના અહેવાલની વચ્ચે સીબીઆઈ દ્વારા રેડ એ કેન્દ્ર સરકારની દાનત ઉપર પ્રશ્નાર્થ ઊભા કરે છે.અગાઉ સીબીઆઈના રાજકીય પક્ષપાત અંગે ટિપ્પણી કરતા દેશની સર્વોચ્ચ અદાલતે તેના ઉપર ’પાંજરામાં બંધ પોપટ’ એવી ટિપ્પણી કરી હતી. આથી, તપાસના ટાઇમિંગ અંગે ચોક્કસથી શંકા ઉપજે છે.એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે કે એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસને પગલે સપા-બસપાના ગઠબંધનને પ્રભાવિત કરી શકાશે.વરિષ્ઠ પત્રકાર અંબિકાનંદ સહાયના કહેવા પ્રમાણે, આ તપાસની ટાઇમિંગ ઉપર ચોક્કસપણે સવાલ ઊભા થાય છે.આ તપાસથી અખિલેશ યાદવને રાજકીય નુકશાન નહીં થાય, ઉલ્ટું એવી ધારણા બંધાશે કે ગઠબંધનને કારણે તપાસમાં ગતિ આવી.આ સ્થિતિમાં ગઠબંધનને રાજકીય લાભ થવાની શક્યતા વધી જશે.સપા અને બસપા મળીને ચૂંટણી જંગમાં ઝંપલાવે તો ભાજપને મોટું નુકશાન થશે, કારણ કે બંને પક્ષોની પરંપરાગત વોટબૅન્ક એક વિનિંગ કૉમ્બિનેશન બની રહેશે.ગત ચૂંટણી દરમિયાન ૪૨.૬ ટકા મતના જોરે ભાજપને યૂપીમાં ૭૩ બેઠકો મળી હતી. ગત ચૂંટણી દરમિયાન સપાને ૨૨.૩, જ્યારે બસપાને ૨૦ ટકા મત મળ્યા હતા.૨૦૧૭માં યોજાયેલી યૂપી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને ૩૯.૭ ટકા મત મળ્યા હતા, જ્યારે બસપાને ૨૨ ટકા અને સપાને પણ ૨૨ ટકા મત મળ્યા હતા.આમ બસપા-સપાનું ગઠબંધન દેખીતી રીતે જ ભાજપને ભારે પડી શકે તેમ છે. ઉપરાંત બંને પક્ષોનો દાવો છે કે તેમની કૅડર એકબીજાને ટ્રાન્સફર તશે.ભાજપના અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડાને યૂપીના ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. તેમની સાથે ગોરધન ઝડફિયા, દુષ્યંત ગૌતમ તથા નરોત્તમ મિશ્રા સહ-પ્રભારી છે.ભાજપને આશા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ચૂંટણીરૂપી વૈતરણિ પાર પાડવામાં ભાજપને મદદ કરશે.દુષ્યંત ગૌતમે બીબીસી સાથે વાતચીત કરતા કહ્યુંઃ સપા-બસપા ગઠબંધન સ્વાર્થ આધારિત જોડાણ છે, આ લોકો પાસે રાજ્યની જનતા માટે કોઈ યોજના નથી.બીજી બાજુ, ભાજપ પાસે કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની યોગી સરકારના કામોની મૂડી છે. જેનો પાર્ટીને લાભ થશે.દુષ્યંત માને છે કે આગામી ચૂંટણી વડા પ્રધાન નક્કી કરશે. મોદી સામે સ્પર્ધામાં કોઈ નથી. એટલે સપા-બસપાના ગઠબંધનની ખાસ અસર નહીં થાય.હાલમાં એનડીએના સાથી પક્ષ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી તથા અપના દળ ભાજપથી નારાજ છે. બંને પક્ષ પૂર્વ યૂપીમાં ખાસ્સું પ્રભુત્વ ધરાવે છે.ભાજપની ઉપર એનડીએને એક રાખવાનું દબાણ રહેશે. ઉપરાંત સવર્ણ વોટબૅન્ક સિવાય અન્ય પછાત વર્ગ તથા દલિતોના મત પણ મેળવવા પડશે.૨૫ વર્ષ અગાઉ ૧૯૯૩માં મુલાયમસિંહ યાદવ તથા બસપાના કાંશીરામે મળીને રામ મંદિરની લહેર ઉપર સવાર ભાજપને પરાજિત કરીને સરકાર બનાવવાનો ચમત્કાર કરી દેખાડ્યો હતો.અંબિકાનંદ સહાયના કહેવા પ્રમાણે, “જાતિ આધારિત સમીકરણની સામે વિકાસનો મુદ્દો બહાર આવશે, ત્યારે ખરું ચિત્ર જોવા મળશે. ૧૯૯૩માં ’મુલાયમ કાંશીરામ, હવા મેં ઉડ ગયે જય શ્રી રામ’નો નારો ગૂંજતો થયો હતો.માર્ચ, ૨૦૧૮માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન બસપાના ઉમેદવાર ભીમરાવ આંબેડકરનો પરાજય થયો હતો. ત્યારે ગઠબંધન ઉપર વિશ્વાસ વ્યક્ત કરતા માયાવતીએ કહ્યું હતું :જીત પછી આખી રાત લાડવા ખાધા હશે, પરંતુ મારી પ્રેસ કૉન્ફરન્સ બાદ ભાજપવાળાઓને ઊંઘ નહીં આવે.સપા-બસપાના ગઠબંધન બાદ અમિત શાહે યૂપીમાં આંતરિક વ્યૂહરચનાને વધુ નક્કર બનાવવી પડશે, કારણ કે જો યૂપીમાં ગણિત બગડ્યું તો કેન્દ્રમાં પુનરાગમન અશક્ય નહીં તો મુશ્કેલ તો બની જ જશે.

Related posts

** લાખો સલામ સતી જસમા ઓડણ અને વીર મેઘમાયા ને !!!!

aapnugujarat

નવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનું પર્વ

aapnugujarat

સટ્ટા બજાર : રમનારો હારે, રમાડનારો જીતે !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1