Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સરકારને ૨૮,૦૦૦ કરોડનું ડિવિડન્ડ આપશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડે આજે ૨૮,૦૦૦ કરોડ રૂપિયાનું ઈન્ટરીમ ડિવિડન્ડ સરકારને ચૂકવવાનો નિર્ણય લીધો છે. સરકારને સતત આ બીજા વર્ષે પણ ઈન્ટરીમ ડિવિડન્ડ આપવામાં આવ્યું છે. આમ સરકારનું કુલ સરપ્લસ ૬૮,૦૦૦ કરોડ રૂપિયા થશે.ઉલ્લેખનીય છે કે ઈકોનોમિક કેપિટલની ફ્રેમવર્ક બાદ આજે ઈન્ટરીમ સરપ્લસ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આરબીઆઈ સરકારને અત્યાર સુધીમાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના ઈન્ટરીમ ડિવિડન્ડની ચૂકવણી કરી ચૂકી છે.આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લિમિટેડ ઓડિટ રિવ્યું અને એક્સટેન્ટ ઈકોનોમિક કેપિટલ ફ્રેમવર્કને એપ્લાય કર્યા બાદ બોર્ડે ૨૮૦ બિલિયનના ઈન્ટરિમ સરપ્લસને સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય ડિસેમ્બર ૩૧,૨૦૧૮ના રોજ પૂરા થયેલા અડધા વર્ષ માટે લેવામાં આવ્યો હતો.આ અગાઉ નાણાં મંત્રી અરૂણ જેટલીએ બજેટ પછીની સેન્ટ્રલ બોર્ડની મિટિંગને સંબોધન કર્યું હતું. જેટલીએ મિટિંગ દરમિયાન સરકારે ચાર વર્ષમાં લીધેલા વિવિધ પગલાની વિગતવાર ચર્ચા કરી હતી. આ સિવાય તેના કારણે શું અસર પડી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. સરકારને ચાલુ વર્ષ દરમિયાન આરબીઆઈનું ઈન્ટરીમ ડિવિડન્ડ મળે તે મહત્વનું છે. ગત વર્ષે આરબીઆઈએ સરકારને ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ઈન્ટરિમ ડિવિડન્ડ તરીકે ચૂકવ્યા હતા.

Related posts

આઈસીસીએ અંબાતી રાયડૂની બોલિંગ પર રોક લગાવી

aapnugujarat

ખેડૂતો જાણીજોઈને લોન ચૂકવતાં નથી : બેંકર્સ

aapnugujarat

સેંસેક્સ ૭૩૨, નિફ્ટી ૨૩૮ પોઈન્ટ સુધર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1