Aapnu Gujarat
શિક્ષણ

ડીપીએસ બોપલના 310 વિદ્યાર્થીઓ માટે સાઈટેશન ડે સેરીમની ઉજવાયો

ડીપીએસ- બોપલ સ્કૂલે વર્ષ 2018-19ની 310 વિદ્યાર્થીઓનું શાળાનું શિક્ષણ પૂરૂ થતાં, વિદાય લેતી બેચ માટે ગ્રેજ્યુએશન ડે મનાવવા ભવ્ય સાઈટેશન સેરીમનીનું આયોજન કર્યું હતું. આ સમારંભની વિશેષતા ગોરખા રાયફલ બેન્ડ હતું, જે સમારંભની સાથે સતત  વાગતું રહ્યું હતું. વિદ્યાર્થીઓ તેમના ચમકદાર બ્લેક ગ્રેજ્યુએશન ગાઉન્સ અને કેપમાં સજ્જ થયા હતા. દરેક વિદ્યાર્થી તેમના વર્ગ શિક્ષક દ્વારા પ્રેમ પૂર્વક લખાયેલ પર્સનાલાઈઝ સાઈટેશન સ્વિકારવા ઉત્સાહભેર મંચ તરફ જતા હતા. આ દ્રશ્ય ત્યાં હાજર રહેલા શાળાના મહાનુભવો અને માતા-પિતા નિહાળી રહ્યા હતા. સમારંભના પ્રારંભે ડીપીએસ- બોપલ સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી સુરેન્દ્ર પી. સચદેવાએ પોતાના જીવનના અનુભવોને આધારે વિદ્યાર્થીઓને મૂલ્યવાન શીખ આપીને કઈ રીતે સફળ જીવન  તરફ આગળ ધપવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

દરેક વિદ્યાર્થીએ પ્રસંગ અનુસાર કેન્ડલ પ્રગટાવીને તેને પ્રતિકાત્મક વીશ ટ્રી સમક્ષ મૂકી હતી, જેમાં તેમણે તેમની ભાવિ મહેચ્છાઓ વ્યક્ત કરી હતી અને તેમની માતૃ સંસ્થાના મૂલ્યો જાળવવાની તેનું સન્માન કરવાની જવાબદારી સ્વીકારી હતી. વિદ્યાર્થીઓના માતા-પિતા માટે પણ લાગણીસભર ક્ષણો હતી. તેમનું સંતાન શાળાકિય જીવન પૂર્ણ કરીને જીવનના પંથે આગળ ધપવા સજ્જ બન્યુ તે માટે તેઓનું હૃદય ગૌરવ અનુભવતું હતું.

Related posts

स्कूलों में भेदभाव दूर करने लिए शिक्षाविभाग का परिपत्र

aapnugujarat

શિક્ષણને લઇ ખર્ચના મામલે ભારત હજુ ખુબ પાછળ : સર્વે

aapnugujarat

શ્રી ગોવિંદગુરૂ યુનિ.માં સેમેસ્ટર – ૬ની પરીક્ષાનો પ્રારંભ

editor

Leave a Comment

UA-96247877-1