Aapnu Gujarat
રાષ્ટ્રીય

જીજાજીએ સાળી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ખળભળાટ

મધ્યપ્રદેશની એક સગીરા મજૂરીકામ અર્થે અમરેલી તાલુકાના નાના આંકડીયા ગામે આવી હતી ત્યારે તેના જીજાજીએ એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરતા આ સગીરા ગર્ભવતી બની હતી. આખરે ચાર માસના ગર્ભ સાથે વતનમાં પહોંચી સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સગીરા પર દુષ્કર્મની ઘટના અમરેલી તાલુકાના નાના આંકડિયા ગામની સીમમાં બની હતી. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની એક ૧૭ વર્ષીય કિશોરી પોતાના બહેન-બનેવી સાથે ખેત મજૂરીના કામ માટે નાના આંકડિયા ગામે આવી હતી.
અહીં ઇસુભાઈ નામના ખેડૂતને ત્યાં આ પરિવાર રોકાયો હતો. આ દરમિયાન સગીરાના બનેવીએ તેની એકલતાનો લાભ લઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આના કારણે સગીરા ગર્ભવતી બની હતી અને તેણે પોતાની બહેનને આ બનાવ અંગે વાત કરી હતી.
જ્યારે તેની બહેને પતિને આ મુદ્દે ઠપકો આપતા પતિએ તેને પણ કોઈને વાત કરવાની ના પાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ સગીરા ચાર માસના ગર્ભ સાથે જ વતનમાં પહોંચી હતી અને ત્યાં સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાંથી ગુનો નોંધી અમરેલી તાલુકા પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. બનાવની તપાસ સ્થાનિક પીએસઆઇ એન. એ. વાઘેલા ચલાવી રહ્યા છે.

Related posts

અમરનાથ એટેક : સતત ત્રીજા દિવસે વ્યાપક શોધ

aapnugujarat

વૈશ્વિક જળવાયુ ચર્ચા માટે બાઇડને વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવ્યું

editor

1 arrested with around 2kg drugs in Srinagar

aapnugujarat

Leave a Comment

UA-96247877-1