તાજેતરમાં જારી કરવામાં આવેલા એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતની વસ્તી ચીન કરતા વધારે થઇ ગઇ છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિસ મેડીસીનના પ્રોફેસર યી ફુક્સિયાને દાવો કર્યો છે કે ચીનમાં વસ્તી વિસ્ફોટને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કઠોર નિયમોને અમલી કરવાના કારણે ચીનમાં વસ્તીને કાબુમાં લેવામાં સફળતા મળી છે.
બેજિંગમાં ગયા સપ્તાહમાં જ એક પત્રકાર પરિષદ યોજીને તેમણે જાહેરાત કરી હતી કે છેલ્લા ૨૬ વર્ષમાં ચીનમાં નિષ્ણાંતોએઓ દેશની વસ્તીને નવ કરોડ વધારે દર્શાવી છે. ગયા વર્ષના છેલ્લા સુધી તેની વસ્તી ૧.૨૯ અબજ હતી. તેમણે કહ્યુ હતુ કે વાસ્તવિક આંકડો ૧.૨૯ અબજ છે. પરંતુ સરકારને લાગે છે કે આ આંકડો ૧.૩૮ અબજનો છે. તેમણે કહ્યુ હતુ કે ભારતની વસ્તી હાલમાં કદાચ ૧.૩૨ અબજની છે. એવી દલીલ આપવામાં આવી છે કે તેના પગલા સ્પષ્ટ સાબિતી આપે છે કે ચીનમાં વસ્તીમાં ઘટાડો થઇ રહ્યો છે. ચીને વર્ષ ૨૦૧૫માં એક બાળકની પોલીસીની નીતિને બદલીને દેશમાં બે બાળકોવાળી નિતી લાગુ કરી હતી.
તેમણે કહ્યુ હતુ કે તેમની તપાસમાં કેટલાક નવા પાસા રજૂ કરવામાં આવ્યા છે. ચીન અને ભારત દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતા દેશ તરીકે છે.
આ બન્ને દેશોની ભૂમિકા વિશ્વના દેશોમાં દરેક મોરચા પર જોરદાર રહેલી છે. ભારત અને ચીનમાંથી વસ્તી કોની વધારે છે તેને લઈને હવે ચર્ચા છે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ વીસકાન્સીન મેડીસનના અધિકારીએ કહ્યું છે કે વાસ્તવિક આંકડો ચીનનો ૧.૨૯ અબજનો છે જ્યારે સરકારને લાગે છે કે આ આંકડો ૧.૩૮ અબજનો છે. જ્યારે ભારતની વસ્તી હાલમાં ૧.૩૨ અબજની છે. જે સંકેત આપે છે કે ભારતની વસ્તી ચીન કરતા વધારે થઈ રહી છે.
બીજી બાજુ ભારતના જનસંખ્યા નિષ્ણાતોએ કહ્યું છે કે ચીન કરતા ભારતની વસ્તી વધી ગઈ છે તે અહેવાલ આધાર વગરના છે. મુંબઈના ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પોલ્યુલેશન સાયન્સના સંશોધક એલએલ સિંહનું કહેવું છે કે ચીન હજુ પણ દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવ છે પરંતુ ભારત ૨૦૨૫ સુધી તેનાથી આગળ નીકળી જશે. ભારતની હાલની વસ્તી ૧.૩ અબજની છે.