Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી સરકાર હવે અધિકારીઓના રેકોર્ડ પર ઓનલાઇન નજર રાખશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે અધિકારીઓના કામકાજ પર નજર રાખવા માટે ઓનલાઇન સિસ્ટમ તૈયાર કરી ચુકી છે. આના મારફતે અધિકારીઓના સર્વિસ રેકોર્ડનુ મુલ્યાંકન પણ સારી રીતે કરી શકાશે. ખરાબ પ્રદર્શન કરનાર અધિકારીઓ અથવા તો ઓછા ઇમાનદાર અધિકારીઓની નિવૃતિ અંગે નિર્ણય કરવામાં આવનાર છે.  ડિપોર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે હાલમાં અન્ય મંત્રાલયની સાથે મળીને ઓનલાઇન પ્રોબિટી મેનેજમેન્ટ સિસ્ટમની શરૂઆત કરી છે. આના મારફતે અધિકારીઓની ઇમાનદારી અને પ્રદર્શનના સ્તરનુ મુલ્યાંકન કરવામાં આવનાર છે.
સરકાર ૫૦-૫૦ વર્ષની વયવાળા અથવા તો નોકરીમાં ૩૦ વર્ષ પૂર્ણ કરી ચુકેલા તમામ અધિકારીઓાના પ્રદર્શનના મુલ્યાંકન કરી રહી છે. આ અધિકારીઓને નોકરી જારી રાખવા માટેની મંજુરી આપવામાં આવે કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવનાર છે. એક સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે જે અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવનાર છે.છેલ્લા કેટલાક મહિનામાં ગ્રુપ એના ૩૦ અને ગ્રુપ બીના ૯૯ અધિકારીને નિવૃતિ આપવામાં આવી હતી.
સરકાર ખરાબ પ્રદર્શન કરનાર અધિકારીઓની તપાસ કરવામાં આવનાર છે.મોદી સરકાર અધિકારીઓના તમામ પાસા પર ચર્ચા કરી રહી છે. આગામી સમયમાં અધિકારીઓ પર વધારે તવાઇ આવી શકે છે.

Related posts

જાે સરકારે પોતાનુ કામ કર્યુ હોત તો વિદેશી સહાય ના માંગવી પડત : રાહુલ

editor

अन्ना हजारे किसान आंदोलन और भारत बंद के समर्थन में करेंगे उपवास

editor

પાંચ-પાંચ પેઢી સુધી રાજ કર્યું પરંતુ કોંગ્રેસે ગરીબો માટે કંઇ ન કર્યું : અમિત શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1