ભારતીય સેનાના તમામ પ્રયાસ કાશ્મીરમાં લશ્કરે તોયબાનો કુખ્યાત કમાન્ડર અબુ દુજાના છઠ્ઠી વખત ફરાર થઇ જવામાં સફળ રહ્યો છે. સુરક્ષા દળોએ મંગળવારના દિવસે જ ઓપરેશન દરમિયાન તેને ચારેબાજુથી ઘેરી લીધો હતો પરંતુ તે સ્થાનિક લોકોની મદદથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. સુરક્ષા દળો સાથે અથડામણ અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહેલા પથ્થરમારાના કારણે તે લાભ લઇને ફરાર થઇ ગયો હતો. કાશ્મીરમાં તોયબાની તમામ ગતિવિધીને દુજાના જ અંજામ આપે છે. વર્ષ ૨૦૧૫માં ઉધમપુરમાં બીએસએફના કાફલા પર કરવામાં આવેલા હુમલા, પંપોરમાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલા અને અન્ય અનેક હુમલામાં તેની સીધી સંડોવણી હતી. સુરક્ષા દળોને મંગળવારે સાંજે બાતમી મળી હતી કે દુજાના પોતાના બે સાગરીતો સાથે હકિરપુરમાં છુપાયેલો છે. ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હેવાલમાં દાવો કરવામા ંઆવ્યો છે કે પુલવામામાં મોડી રાત્રે બેથી ત્રણ લશ્કરે તોયબાના ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જો કે ત્રાસવાદીઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો. હાલમાં મોટા પાયે ઓપરેશન ચાલી રહ્યુ છે. સાથે સાથે બે ત્રણ ગામોને ઘેરી લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત હેવાલ મુજબ અબુ દુજાના લશ્કરે તોયબામાં ત્રાસવાદીઓની ભરતી કરવા માટેની ગતિવિધી ચલાવે છે. તે કાશ્મીરમા ંલશ્કરે તોયબાનો લીડર છે. પુલવામાં મોડી રાત્રે તપાસ કામગીરી હાથ ધરવામા ંઆવી હતી. સેનાને શંકા છે કે દુજાના હજુ સુધી વધારે દુર સુધી ગયો નથી. તેને પકડી પાડવામાં સફળતા મળી જશે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં હાલત કફોડી બનેલી છે. યુવાનોને ત્રાસવાદી ગતિવિધીમાં ભરતી કરવા માટે મોટા પાય કામગીરી ચાલે છે.
પાછલી પોસ્ટ