Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુપ્રિમ કોર્ટે ૨૦ હજાર કરોડના શારદા ચિટફંડ કૌભાંડમાં તપાસ કરવાની ‘ના’ પાડી

સુપ્રીમ કોર્ટ દ્વારા શારદા ચિટફંડ કૌભાંડમાં તપાસ કરવાની ના પાડી દીધી છે. રોકાણકારોએ શારદા ચિટફંડ કૌભાંડ સામે આવ્યાં પછી સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. રોકાણકારોની માંગ હતી કે સર્વોચ્ચ અદાલતની દેખરેખમાં આ કૌભાંડની તપાસ કરવામાં આવશે. કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કૌભાંડમાં અમારા દેખરેખની કોઈ જરૂર નથી.
શારદા ચિટફંડ સ્કેમ પશ્ચિમ બંગાળનો એક મોટો આર્થિક કૌભાંડ છે. જેમાં ઘણા મોટા નેતાઓનું નામ જોડાયેલ છે. વાસ્તવમાં આ કંપની પર આરોપ છે કે પૈસા લૂટવા માટે લોકો પાસેથી એના પૈસા ૩૪ ગણા કરીને પાછા આપશું એવા દાવા કીરને લોકોને ઠગ્યાં હતા. આ કૌભાંડમાં લગભગ ૪૦ હજાર કરોડની હેરા-ફેરી થઈ હતી. વર્ષ ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને આદેશ આપ્યો કે આ કેસની તપાસ કરે, તેની સાથે જ સુપ્રીમ કોર્ટ દ્વારા પશ્ચિમ બંગાળ, ઓડિશા અને અસમ પોલીસ તપાસમાં સહકાર આપવાનો આદેશ આપ્યો હતો. શારદા ગ્રુપે માત્ર ૪ વર્ષોમાં પશ્ચિમ બંગાળ સિવાય ઝારખંડ, ઓરિસ્સા અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં ૩૦૦ ઓફિસ ખોલી નાખી છે. પશ્ચિમ બંગાળની આ ચિટફંડ કંપનીએ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા લઇને ઓફિસો પર તાળું મારી દીધું હતું. આ કિસ્સામાં પી ચિદમ્બરમની પત્ની નલિકી વિરુદ્ધ પણ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ પર આરોપ છે કે તેઓ શારદા ગ્રુપના વડા સુદીપ્તો સેન સાથે મળીને વર્ષ ૨૦૧૦થી ૨૦૧૨ વચ્ચે ૧.૪ કરોડ રૂપિયા લીધા હતા.

Related posts

वित्तमंत्री सीतारमण की अध्यक्षता में 25 जुलाई को होगी GST परिषद की बैठक

aapnugujarat

પંપોરમાં આતંકવાદીઓ ઠાર

editor

બળાત્કારના આરોપમાં યુપીના એક વધુ બાબાની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1