Aapnu Gujarat
મનોરંજન

દોસ્તાના -૨ ફિલ્મ બને તેવી અભિષેક બચ્ચન ઇચ્છા

વર્ષ ૨૦૦૮માં બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગયેલી ફિલ્મ દોસ્તનાની ફરી એકવાર સિક્વલ બનાવવામાં આવે તેવી ઇચ્છા અભિનેતા અભિષેક બચ્ચને વ્યક્ત કરી છે. જો કે આ ફિલ્મના બીજા ભાગ પર હાલમાં કોઇ વિચારણા ચાલી રહી નથી. કેટલીક વખત પ્રોજેક્ટના બીજા ભાગ પર ચર્ચા કરાઇ છે પરંતુ વાત આગળ વધી શકી નથી. અભિષેક બચ્ચન સાથે આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપડાએ ભૂમિકા અદા કરી હતી. ફિલ્મમાં ગીતો પણ હિટ સાબિત થયા હતા. ફિલ્મમાં આઇટમ સોંગ માટે શિલ્પા શેટ્ટીની પસંદગી કરવામાં આવી હતી. સમીર સામ કપુર તરીકેની ભૂમિકામાં ભારે પ્રશંસા મેળવી લેનાર અભિષેકે પોતે ટ્‌વીટર પર ઇચ્છા વ્યક્ત કરતા કહ્યુછે કે આ પ્રકારની ફિલ્મો ફરી બને તેમ તે ઇચ્છે છે. દોસ્તાના ફિલ્મના નિર્માણને આઠ વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. ફિલ્મના આઠ વર્ષ બાદ અભિષેકે પોતાની આ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. અભિષેકે ટ્‌વીટર પર નિર્માતા કરણ જોહર, નિર્દેશક તરૂણ મનસુખાની અને સહ સ્ટાર પ્રિયંકા ચોપડા અને જોનને ફરી ભેગા થવા માટે અપીલ કરી છે. દોસ્તાના ફિલ્મની પટકથા બે પુરૂષની હોય છે. આ બન્ને એક એપાર્ટમેન્ટ લેવા માટે સજાતિય હોવાના બહાના કરે છે. બન્ને એક જ યુવતિ પ્રિયંકા ચોપડાના પ્રેમમાં પડે છે. તેના દિલને જીતવા માટે બન્ને તમામ પ્રયાસો કરે છે. છેલ્લે ખબર પડે છે કે તે અન્ય કોઇને પ્રેમ કરે છે. કરણ જોહરની હાલમાં જ રજૂ કરવામાં આવેલી યે દિલ હે મુશ્કેલ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ છે. આ ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન અને અનુષ્કા શર્માની સાથે રણબીર કપુરની મુખ્ય ભૂમિકા હતી. કરણ જોહર હાલમાં અન્ય કેટલાક પ્રોજેક્ટમાં લાગેલા છે,

Related posts

શ્રૃતિ હસન પટકથા લખવામાં વ્યસ્ત બની : હેવાલ

aapnugujarat

સારા અલી સાથે કાર્તિકની મિત્રતાથી અનન્યા પરેશાન

aapnugujarat

अंग्रेजी मीडियम में सारा को लेना चाहते थे दिनेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1