Aapnu Gujarat
Uncategorized

વેરાવળ ખાતે કાર્યરત રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધામાં વયોવૃધ્ધ સ્પર્ધકોએ કૌવત બતાવ્યું

વેરાવળ સદભાવના મેદાનમાં રાજ્યકક્ષાની કાર્યરત રસ્સાખેંચ સ્પર્ધાનાં ચોથા દિવસે ૬૦ કે તેથી વધુ ઉંમરની કેટેગરીના સ્પર્ધકોએ તેમનું કૌવત બતાવ્યું હતું જેમાં ભાઈઓમાં ગાંધીનગર જિલ્લાની ટીમ પ્રથમ, પોરબંદરની દ્વિતીય અને મહેસાણાની તૃતિય સ્થાને વિજેતા થઇ હતી જયારે બહેનોમાં પાટણ જિલ્લાની ટીમ પ્રથમ, ગાંધીનગર ગ્રામ્યની દ્વિતીય અને મહેસાણાની ટીમ તૃતિય સ્થાને વિજેતા થતાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનાં હસ્તે મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં.
આ સ્પર્ધામાં અમદાવાદ, બરોડા અને સુરત સહિતના જિલ્લામાંથી કુલ ૨૭ ટીમના આશરે ૪૫૦થી વધુ સ્પર્ધકો સહભાગી થયા હતા. આ સ્પર્ધા તા. ૨૩ ડિસેમ્બર સુધી ચાલશે. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ, સ્પોર્ટસ ઑથોરિટી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત આ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા ટીમના તમામ સ્પર્ધકોને રૂા.૫ હજાર, દ્વિતીય નંબરે વિજેતા સ્પર્ધકોને રૂા. ૩ હજાર અને તૃતિય નંબરે વિજેતા સ્પર્ધકોને રૂા.૨ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવશે. પાટણ જિલ્લાના મહિલા સ્પર્ધક લક્ષ્મીબેને કહ્યું હતું કે, મારી ઉંમર ૬૦ વર્ષથી પણ વધુ હોવા છતા હું ઉત્સાહ અને ઉમંગ સાથે ખુબ સારી રીતે રસ્સાખેંચ સ્પર્ધામાં રમી શકું છું. પોરબંદરની ટીમના રામભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, રસ્સાખેંચ સ્પર્ઘામાં સહભાગી થવાથી શરીર તંદુરસ્ત રહે છે. આ તકે જિલ્લા રમતગમત અધિકારી વિશાલ જોશી, કન્વીનર અર્જુન પરમાર, મેચ રેફરી, તેમજ રમતગમત કચેરીના કર્મચારીઓ સહભાગી થયા હતા.
(રિપોર્ટરઃ- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

અનુસુચિત જાતિના વિધાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઈ સકારાત્મક નિર્ણયો કરવા બદલ ઋણ સ્વીકાર કાર્યક્રમનું કરવામાં આવ્યુ આયોજન

editor

અમરેલીમાં બાઇક ચોર ટોળકી ઝડપાઇ

aapnugujarat

વેરાવળ તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ ઓગસ્ટ ના રોજ યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1