Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં વિદ્યાર્થી પર ચપ્પાથી હુમલો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોડી સાંજે એક વિદ્યાર્થીને ચાકૂ મારવાની ઘટના ઘટતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ. નજીવી બોલાચાલી થતા વિદ્યાર્થીને ચપ્પુ મારવામાં આવ્યું હતું. પોલીસે બે યુવાનો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.  મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોડી સાંજે એક વિદ્યાર્થી પણ જીવલેણ હુમલો કરાયો. વિદ્યાર્થી વિસ્તારની આદર્શ વિંદ વિદ્યાલયના ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે. સાવ નજીવી બાબતે વિદ્યાર્થીને બોલાચાલી થતા તેને ચપ્પુ મારી દેવાયું. અત્રે જણાવવાનું કે આવી જ રીતે વડોદરાની ભારતી શાળામાં પણ જૂન મહિનામાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના ઘટી હતી. જેમાં વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
મૃતક વિદ્યાર્થીનો ધોરણ ૧૦ના કોઈ વિદ્યાર્થી સાથે ઝગડો થયો હોવાનું કહેવાયું હતું. શાળાના બાથરૂમમાં ચાકૂના ઘા મારેલો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા હાહાકાર મચ્યો હતો.

Related posts

જીતુ વાઘાણીના વાણી વિલાસ બાદ IT સેલની ચુપ્પી : પક્ષના જ નેતાઓ તેમનાથી નારાજ

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા દેશના કરોડો લોકોના સામર્થ્યનું પ્રતિક

aapnugujarat

ગુજરાત વિધાનસભાના સભ્યપદેથી શ્રી અમીતભાઈ શાહનું રાજીનામું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1