Aapnu Gujarat
Uncategorized

અમરેલીમાં બાઇક ચોર ટોળકી ઝડપાઇ

અમરેલી એલસીબી પોલીસને સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા ઘણા સમયથી બાકઇ ચોરી કરતી ગેંગને ઝડપી લેવામાં બહુ મહત્વની સફળતા મળી છે. પોલીસે ચોરીની ૩૧ મોટસાઇકલ સાથે છ શખ્સોને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી રૂ.૧૨.૫૦ લાખનો બાઇક ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ સૌરાષ્ટ્ર પંથકમાંથી અત્યારસુધીમાં ૫૦થી વધુ બાઇક ચોરી કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. જેને પગલે હવે પોલીસે સમગ્ર પ્રકરણમાં તપાસ તેજ બનાવી છે. અમરેલી એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે લાઠીના પાપળવાની સીમ વિસ્તારમાંથી ૩૧ મોટરસાઇકલ સાથે છ આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછમાં તેઓએ આ મોટરસાયકલ બોટાદ, રાજકોટ, લાઠી સહિતના જુદા જુદા પંથકોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરી કરનાર શખ્સો મોટાભાગના બોટાદ જિલ્લાના છે. બાઇક ચોરી કરનાર ગેંગના આ શખ્સો પ્લાનીંગ સાથે અને ડુપ્લીકેટ ચાવીની મદદથી બાઇકની ચોરી કરતા હતા. આ પ્રકારે તેઓએ અત્યારસુધીમાં સૌરાષ્ટ્ર પંથકમાં અલગ -અલગ વિસ્તારોમાંથી ૫૦થી વધુ બાઇક ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઘનશ્યામ ભુપતભાઇ ચૌહાણ, નિલેશ લાલજીભાઇ વાઘેલા, તબરેજ કાદરભાઇ કારીયાણી, અતુલ શામજીભાઇ જમોડ, કિશન નટુભાઇ હરિપરા અને પાર્થ લક્ષ્મણભાઇ જાંબુકીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી જાહેર જગ્યા, પાર્કિંગ અને રહેણાંક મકાન બહાર પાર્ક કરેલા મોટરસાઇકલને નિશાન બનાવી ચોરી કરતા હતા. મકાન માલિક બહાર આવી ન જાય તે માટે ઘરની સ્ટોપર બહારથી બંધ કરી દેતા હતા તેમજ મોટરસાઇકલની ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરી કરતા હતા. બાઇકચોરી ગેંગના ત્રાસથી સ્થાનિક લોકો ભારે કંટાળી ગયા હતા. અમરેલી એલસીબી પોલીસે ગેંગનો પર્દાફાશ કરતાં લોકોએ રાહતનો દમ લીધો હતો. પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવાની દિશામાં પણ કવાયત હાથ ધરી છે.

Related posts

राजकोट में महिला एएसआई और कॉन्स्टेबल की आत्महत्या

aapnugujarat

રાજકોટમાં ૧૬ વાહનોને સળગાવનારી ટોળકીના છ શખ્સ ઝડપાયા

aapnugujarat

તાજેતરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલાં ભાવનગરના પોલીસ કર્મીઓના ઘરે જઈને મુખ્યમંત્રીશ્રીનો શોક સંદેશો પાઠવતા શિક્ષણ મંત્રી

editor

Leave a Comment

UA-96247877-1