Aapnu Gujarat
ગુજરાત

ભારતમાં ૫ લાખ પોલીસ કર્મીની ઘટ

સરકારના દાવા અને વારંવાર વીઆઈપી કલ્ચરને ખતમ કરવાની થઇ રહેલી વાતો વચ્ચે કેટલીક નવી ચોંકાવનારી બાબત સપાટી ઉપર આવી છે જેનાથી જાણળા મળે છે કે, વીઆઈપી કલ્ચર હજુ પણ કાયમ છે. આનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે, દેશના ૨૦૦૦૦ વીઆઈપીની સુરક્ષામાં આશરે ૩ પોલીસ કર્મી છે જ્યારે ૬૬૩ સામાન્ય લોકો ઉપર માત્ર એક પોલીસ કર્મી છે. આંકડા મુજબ ૨૦૦૦૦ વીઆઈપીની સુરક્ષા માટે સરેરાશ ત્રણ પોલીસ કર્મીઓ છે. આની બિલકુલ વિરુદ્ધમાં સામાન્ય લોકોની સુરક્ષા માટે પોલીસ કર્મીઓ ખુબ ઓછા છે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ગૃહમંત્રાલય તરફથી આ આંકડા તૈયાર કર્યા છે. આ આંકડા મુજબ હાલના સમયમાં દેશના ૧૯.૨૬ લાખ પોલીસ કર્મી છે જે પૈકી ૫૬૯૪૪ પોલીસ કર્મી ૨૦૮૨૮ લોકોની સુરક્ષામાં ગોઠવાયેલા છે. બ્યુરો ઓફ રિસર્ચના આંકડા મુજબ ભારતના ૨૯ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વીઆઈપી લોકો માટે તૈનાત પોલીસ જવાનોની સંખ્યા સરેરાશ ૨.૭૩ છે. લક્ષ્યદ્વીપ દેશમાં એકમાત્ર એવા પ્રદેશ તરીકે છે જ્યાં કોઇપણ વીઆઈપીની સુરક્ષામાં પોલીસ કર્મી તૈનાત નથી. સમાન્ય લોકો માટે ભારત આજે પણ સૌથી ઓછા પોલીસ જવાન ધરાવનાર દેશ પૈકી છે. ભારતમાં ૬૬૩ લોકો ઉપર એક પોલીસ કર્મી છે. જાનમાલના ખતરાથી વધારે પોતાની સાથે એક પોલીસ જવાનને સુરક્ષા માટે રાખવાની બાબત સરકાર માટે શરમજનક હોઈ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી આ પ્રવૃત્તિને ખતમ કરવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. લાલબત્તી પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તેમ છતાં રાજ્ય સરકારે કોઇ વ્યક્તિને પોલીસ સુરક્ષા આપવાને લઇને નિયમ બનાવી લેશે. જે લોકોને પોલીસ સુરક્ષા મળી રહી છે તે પૈકી મોટાભાગના લોકો તેમની સામે ખતરો હોવાની વાત કરી રહ્યા છે. આંકડા મુજબ વીઆઈપી સંસ્કૃતિપૂર્વ અને ઉત્તર ભારતમાં સૌથી વધારે છે. બિહારમાં સામાન્ય જનતા માટે પોલીસ કર્મીઓની નિમણૂંકનો આંકડો સૌથી નિરાશાજનક છે. બિહારમાં ૩૨૦૦ વીઆઈપીની સુરક્ષામાં ૬૨૪૮ પોલીસ કર્મીઓ તૈનાત છે. પશ્ચિમ બંગાળ પણ આ મામલામાં પાછળ નથી. બંગાળમાં ૨૨૦૭ વીઆઈપી છે તેમની સુરક્ષા માટે ૪૨૩૩ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બંગાળમાં વીઆઈપી સુરક્ષા માટે નિયમો હેઠળ માત્ર ૫૦૧ પોલીસ કર્મી જ ગોઠવવાની જોગવાઈ કરવામાં આવી ચુકી છે. સરકારી આંકડા દર્શાવે છે કે, ભારતમાં પાચ લાખ પોલીસ કર્મીઓનો અભાવ છે.
મંજુર કરવામાં આવેલા પોલીસ સંખ્યાબળનો આંકડો ૨૪.૬૪ લાખ છે જ્યારે વાસ્તવિક પોલીસ સંખ્યાબળ હાલમાં ૧૯.૨૬ લાખ છે. પ્રતિલાખ વસતીમાં પોલીસ જવાનની સંખ્યા ૧૯૨ જેટલી છે. નાગરિકોની સુરક્ષા માટે ૨૧ ટકા જવાનોની અછત રહેલી છે.

Related posts

પંચમહાલ જીલ્લામાં શિયાળુ ખેતી માટે વાવણી શરૂ

editor

બનાસકાંઠામાંથી નવો જિલ્લો રચવાની ચર્ચાએ જોર પકડયું

aapnugujarat

ગુજરાતના સીએમ રબ્બરસ્ટેમ્પ છે એટલે અમિત શાહે ગુજરાતમાં સભાઓ કરવી પડે છેઃ કોંગ્રેસ પ્રમુખ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1