Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના સીએમ રબ્બરસ્ટેમ્પ છે એટલે અમિત શાહે ગુજરાતમાં સભાઓ કરવી પડે છેઃ કોંગ્રેસ પ્રમુખ

વલસાડ જ્લ્લિાના ધરમપુર ખાતે વલસાડ, ડાંગ, નવસારી કોંગ્રેસ દ્વારા “કોંગ્રેસ આવે છે” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રભારીમંત્રી અશોક ગહેલોત હાજર હતા.  આ પ્રસંગે ગેહલોતે કહ્યુ હતુ કે કોંગ્રેસે દેશના વિકાસમાં જે યોગદાન આપ્યુ છે તેનાથી જ દેશનો વિકાસ થયો છે અને એ વિકાસના રૂપમાં જ આગળ પણ કામ કરવાનું છે.અમિત શાહે આજે ગજરાતમાં આવવું પડ્યુ છે કેમ કે તેમના મતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુભાઇ માત્ર રબ્બર સ્ટેમ્પ જેવા જ છે જેવા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે જંગલની જમીન આદિવાસી ભાઇઓને આપવાને બદલે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓને જમીન આપી દીધી છે. ભાજપાએ કોંગ્રેસ હસ્તકની જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ નહીં ફાળવવાના કાયદા બનાવ્યા છે તે માટે કોંગ્રેસ આગામી દિવસોમાં કોર્ટમાં જવાની છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોના દેવાં માફ કર્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપા સરકાર દેવાં માફ કરતી નથીને ઉદ્યોગપતિઓની લોન માફ કરે છે આપણે બૂથને મજબુત કરવાનું છે બીજેપી માર્કેટિંગ કરીને સત્તામાં આવી છે તેમનું કામ માત્ર માર્કેટિંગ કરવાનું જ રહ્યું છે. દેશમાં રોજગારી ઘટી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે. કોંગ્રેસના ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધીએ દેશ માટે શહીદી વહોરી છે તે યાદ રાખવાનું છે. જનતા પણ હવે ભાજપ સરકારને નકામી સરકાર ગણી રહી છે. તેઓને કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ જગાવવાનો છે. ત્યારે આગામી સત્તા કોંગ્રેસની આવે તે માટે દરેક કાર્યકરે કામ કરવા આહવાન કર્યુ હતું.

Related posts

गुजरात विधानसभा का बजट सत्र आज से शुरु

aapnugujarat

શારદાબહેન હોસ્પિટલનું નવીનીકરણ કરાશે

aapnugujarat

Hare Krishna Mandir, Bhadaj’s 3rd annual PATOTSAV FESTIVAL – Day 5

aapnugujarat

Leave a Comment

UA-96247877-1