Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

RBIના ગવર્નર તરીકે ઉર્જિત પટેલે આપેલું રાજીનામું

આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે આજે આખરે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તાત્કાલિક રીતે અમલી બને તે રીતે ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું હતું. રિઝર્વ બેન્કની વેબસાઈટ ઉપર તેમના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ઉર્જિત પટેલે નિવેદનમાં કહ્યું છે કે અંગત કારણોસર તેઓએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. વર્તમાન પોઝીશન પરથી તાત્કાલિક રીતે અમલી બને તે રીતે રાજીનામું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉર્જિત પટેલે નિવેદનમાં કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સેવા કરવાની તેમને તક મળી હતી તેને લઈને ગર્વની લાગણી અનુભવ કરે છે. આ ગાળા દરમિયાન સંપૂર્ણ ક્ષમતા સાથે કામગીરી અદા કરી હતી. આરબીઆઈના સ્ટાફ, ઓફિસરો અને મેનેજમેન્ટના કઠોર કામને સમર્થન આપ્યું હતું. તાજેતરના વર્ષોમાં બેન્કે અનેક ઉલ્લેખનિય સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે કહ્યું હતું કે આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડના ડિરેકટરો અને તેમના સાથીઓનો આભાર માનવા માટે પણ તેઓ ઈચ્છુક છે. સાથે સાથે ભાવિ માટે પણ તેમને શુભેચ્છા પાઠવે છે. નિવેદનમાં ઉર્જિત પટેલે કહ્યું હતું કે આરબીઆઈના ગવર્નર તરીકે કામગીરી અદા કરીને તેઓ સન્માની લાગણી અનુભવી રહ્યા છે. ત્રણ વર્ષની અવધિ માટે સપ્ટેમ્બર ૨૦૧૬માં આરબીઆઈના ૨૪માં ગવર્નર તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. તેમની અવધિ ૨૦૧૯માં પુરી થઈ રહી હતી. પટેલની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે કહ્યું છે કે વધુ એક મોટી હસ્તીએ રાજીનામું આપ્યું છે. લોકશાહી સંસ્થાઓ ઉપર ચોકીદાર દ્વારા કરવામાં આવેલી રહેલા પ્રહારોને લીધે એક પછી એક અધિકારીઓ રાજીનામું આપી રહ્યા છે. સરકાર અને આરબીઆઈ વચ્ચે આરબીઆઈની સ્વાયત્તતાને લઈને ખેંચતાણ ચાલી રહી હતી.

Related posts

પીએમ પદના ઉમેદવાર તરીકે રાહુલને જેડીએસે ટેકો આપ્યો

aapnugujarat

ગુજરાતમાં ગરમીનો કાળો કેર : ૧૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

aapnugujarat

બળાત્કારના આરોપમાં યુપીના એક વધુ બાબાની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1