Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

NPSમાં સરકારી યોગદાન વધારી ૧૪ ટકા કરી દેવાયું : અરૂણ જેટલી

નાણા મંત્રી અરૂણ જેટલીએ આજે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન વ્યવસ્થા (એનપીએસ) હેઠળ સરકાર તરફથી આપવામાં આવતા યોગદાનને વધારીને ૧૪ ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોદી સરકારે મોટી ભેટ આપી દીધી છે. આની સાથે જ સેવા નિવૃત્તિ ઉપર એનપીએસમાંથી કરવામાં આવતા ઉપાડને પણ સંપૂર્ણપણે ટેક્સ મુક્ત બનાવવાનો નિર્ણય કરાયો છે. કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં હાલમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. રિટાયર્ડમેન્ટ ઈન્કમ સ્કીમને વધુ આકર્ષક બનાવવાના હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાન તરીકે વ્યક્તિગતોના મૂળભૂત પગારમાં યોગદાન ૧૪ ટકા કરવામાં આવ્યું છે. યોજના હેઠળ કર્મચારીઓને લઘુત્તમ યોગદાન તેમના મૂળ પગારના ૧૦ ટકા રહે છે. જેટલીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે કર્મચારીઓના વ્યાપક હિતોને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એનપીએસમાં સરકારના યોગદાનમાં કરવામાં આવેલા વધારાથી સરકારી ખજાના પર ૨૦૧૯-૨૦માં ૨૮ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. એનપીએસ હેઠળ કર્મચારી સેવા નિવૃત્તિના સમયે કોઈ જમા રકમમાંથી ૬૦ ટકા રકમ ઉપાડી શકશે. બાકીની ૪૦ ટકા રકમ પેન્શન યોજનામાં જાય છે. નાણામંત્રીએ કહ્યું હતું કે યોજનાથી બહાર થતી વેળા ઉપાડવામાં આવતી ૬૦ ટકા રકમને ટેક્સ મુક્ત કરી દેવામાં આવી છે. આની સાથે સાથે એક રીતે સમગ્ર રકમની ઉપાડ ટેક્સ મુક્ત કરી દેવામાં આવી છે. એનપીએસના ધારકોને યોજનામાં જમા રકમમાંથી સેવા નિવૃત્તિના સમયે ૬૦ ટકા રકમની ઉપાડમાંથી ૪૦ ટકા ટેક્સ મુક્તિ હતી. જ્યારે બાકીની ૨૦ ટકા રકમ પર ટેક્સ લેવામાં આવે છે. હવે પૂર્ણ ૬૦ ટકા રકમને ટેક્સ મુક્ત કરવામાં આવી છે. આ વ્યવસ્થા તમામ વર્ગના કર્મચારીઓ માટે અમલી કરવામાં આવી ચુકી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી આ અંગેની માંગ કરવામાં આવી રહી હતી. આખરે સરકાર તરફથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે લેવામાં આવેલા આ નિર્ણયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નિવૃત્તિ આવક સ્કીમને વધુ અસરકારક બનાવી શકાશે. આ હિલચાલથી કેન્દ્ર સરકારના ૪૬ લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે. નેશનલ પેન્શન સિસ્ટમ સરકાર પ્રાયોજિત પેન્શન સ્કીમ તરીકે છે જે ૨૦૦૪માં સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. જોકે ૨૦૦૯માં તમામ વર્ગ માટે આ સ્કીમ શરૂ થઈ હતી. હાલમાં એનપીએસમાં લઘુત્તમ કર્મચારીનું યોગદાન મૂળભૂત પગારના ૧૦ ટકા છે અને સરકારનું યોગદાન પણ ૧૦ ટકાનું રહે છે.

Related posts

रेलवे विशेष और क्लोन गाड़ियां चलाने की तैयारी में

editor

શિર્ડી એરપોર્ટને ફૂંકી મારવાની ધમકી મળતાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ

aapnugujarat

મહારાષ્ટ્ર અને યુપીની બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1