Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહારાષ્ટ્ર અને યુપીની બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે મહારાષ્ટ્રની બે લોકસભા સીટ માટે પેટાચૂંટણી આવતીકાલે યોજાનાર છે. આ ઉપરાંત કેરાનામાં આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઇને પણ તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ બંને જગ્યાએ ચૂંટણીને લઇને તમામ લોકો આશા રાખી રહ્યા છે. આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા કૈરાનાની ચૂંટણીને પણ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કૈરાનામાંથી રાષ્ટ્રીય લોકદળના ઉમદેવાર તબ્બસુમ હસને શેરડીના મુદ્દાને લઇને ભાજપ ઉપર પ્રહારો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જોરદાર પ્રચાર કરીને કૈરાનામાં સ્થિતિ સુધારવાના પ્રયાસ કર્યા હતા. ઉત્તરપ્રદેશના કૈરાનામાં યોજાનાર પેટાચૂંટણીમાં સંગઠિત વિપક્ષની સામે ભારતીય જનતા પાર્ટી સામે મોટા પડકારની સ્થિતિ દેખાઈ રહી છે. કૈરાના મતવિસ્તાર રાજકીયરીતે મહત્વપૂર્ણ છે. ભાજપ સંયુક્ત વિપક્ષ સાથે મેદાનમાં છે. લખનૌના પાટનગરથી ૬૩૦ કિલોમીટરના અંતરે સ્થિત અહીં લોકસભા વિસ્તારમાં વિધાનસભાની પાંચ બેઠકો આવે છે જેમાં સામલી, થાણા ભવન, કૈરાનાનો સમાવેશ થાય છે. ગંગોહ અને નાકુરની સીટ પણ અહીં આવેલી છે. અહીં ૧૭ લાખ મતદારો છે જેમાં મુસ્લિમો, જાટ અને દલિત મતદારો સૌથી વધુ છે. આ સીટ ભાજપના સાંસદ હુકમસિંહના અવસાન બાદ ખાલી થઇ હતી જ્યાં હુકમસિંહની પુત્રી મૃગાંકાસિંહ ભાજપના ઉમેદવાર તરીકે છે. જ્યારે આરએલડીમાં તબ્બસુમ હસન ઉમેદવાર છે. શાસક ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. ૨૮મી મેના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં રાજ્ય સરકારે જોરદાર ચૂંટણી પ્રચાર કરીને સ્થિતિ સુધારવાના પ્રયાસ કર્યા છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય દ્વારા પણ સહારનપુર અને સામલીમાં પ્રચારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપે કૈરાના માટે પાંચ રાજ્યપ્રધાનોને પણ પ્રચારમાં ઉતાર્યા હતા. બીજી બાજુ જાણકાર લોકોનું કહેવું છે કે, કૈરાનામાં હિન્દુ અને મુસ્લિમ બંને શાંતિપૂર્ણરીતે રહે છે. કૈરાના ઉપરાંત નુરપુર વિધાનસભા મતવિસ્તારમાં આવતીકાલે પેટાચૂંટણી યોજાનાર છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં લોકસભાની બે સીટની પેટાચૂંટણી યોજાનાર છે જેમાં પાલઘર અને ભંડારા-ગોંડિયા લોકસભા સીટનો સમાવેશ થાય છે. તમામ ચાર મોટી પાર્ટીઓએ તમામ તાકાલ લગાવી દીધી છે. શિવસેનાએ ભાજપના સ્વર્ગસ્થ નેતા ચિંતામણ વાનાગાના પુત્ર શ્રીનિવાસ વાનાગાને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ પાલઘરમાંથી મેદાનમાં છે. શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરે દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ પણ તમામ તાકાત લગાવ ીદીધી છે. પાલઘરની પેટાચૂંટણી આ વર્ષે જાન્યુઆરી મહિનામાં વર્તમાન ભાજપના સાંસદ ચિંતામણના અવસાનના કારણે યોજાઈ રહી છે. બીજી બાજુ ભંડારા-ગોંડિયામાં નાના પટોલેએ ભાજપ સાંસદ તરીકે રાજીનામુ આપ્યું હતું અને આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસમાં પરત ફર્યા હતા. જેમના કારણે અહીં ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ બંને સીટ જાળવી રાખવા માટે આશાવાદી છે. વિપક્ષી પાર્ટી માને છે કે, પેટાચૂંટણીમાં શાસક પાર્ટીની હાર થશે તો ભાજપ વિરોધી છાવણીને રાહત થશે. એનસીપી અને કોંગ્રેસે પણ તમામ તાકાત લગાવી છે. ભંડારા-ગોંડિયામાં ૧૮ ઉમેદવારો મેદાનમાં છે જ્યારે પાલઘરમાં સાત ઉમેદવારો મેદાનમાં છે. ૩૪૯૧૨૧૮ મતદારો છે. પાલઘરમાં ૧૪ મતદાન મથકો સંવેદનશીલ છે જ્યારે ભંડારા-ગોંડિયામાં ૧૧૩ સંવેદનશીલ છે.

Related posts

કોંગ્રેસ એ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે : નરેન્દ્ર મોદી

aapnugujarat

કર્ણાટક ચૂંટણી જીત્યા પછી પણ હું ખુશ નથી : ડીકે શિવકુમાર

aapnugujarat

લોકસભાની ચાર, વિધાનસભાની ૧૦ સીટ ઉપર શાંતિપૂર્ણ મતદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1