Aapnu Gujarat
રાષ્ટ્રીય

કર્ણાટક ચૂંટણી જીત્યા પછી પણ હું ખુશ નથી : ડીકે શિવકુમાર

કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ પછી, ડીકે શિવકુમારે રવિવારે કહ્યું કે રાજ્યમાં પાર્ટીની પ્રચંડ જીત પછી પણ તેઓ ખુશ નથી. બેંગલુરુમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા શિવકુમારે કહ્યું કે, અમને વિધાનસભા ચૂંટણીમાં ૧૩૫થી વધુ સીટો મળી છે, પરંતુ હું ખુશ નથી, મારા કે સિદ્ધારમૈયાના ઘરે શુભેચ્છા પાઠવવા ન આવો.
બેંગલુરુમાં પાર્ટી કેડરને સંબોધતા કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે ‘અમને વિધાનસભા ચૂંટણીમાં ૧૩૫ બેઠકો મળી, પરંતુ હું ખુશ નથી. ત્યારે શિવકુમારે આમ કેમ કહ્યુ તે અંગે તેમણે ખુદ જણાવ્યું હતુ કે અમારું આગામી લક્ષ્ય લોકસભાની ચૂંટણી છે અને આપણે સારી રીતે લડવું જોઈએ.
આથી તેમને અપેક્ષા આ ચૂંટણીથી વધુ હતી કારણ કે આના આધારે જ આગામી ચૂંટણીમાં ભવિષ્ય નક્કી થશે. અગાઉ, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ શિવકુમાર સાથે પૂર્વ પીએમ રાજીવ ગાંધીને તેમની ૩૨મી પુણ્યતિથિ પર બેંગલુરુમાં દ્ભઁઝ્રઝ્ર કાર્યાલયમાં શ્રદ્ધાંજલિ આપી હતી.
કર્ણાટકના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સિદ્ધારમૈયાએ કહ્યું, “પીએમ મોદી આતંકવાદ વિશે બોલે છે, પરંતુ શું તેઓ કહી શકે કે આતંકવાદને કારણે ભાજપના કોઈ નેતાએ જીવ ગુમાવ્યો છે. ભાજપ કહે છે કે કોંગ્રેસ આતંકવાદને સમર્થન આપે છે, પરંતુ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા નેતાઓ આતંકવાદી હુમલામાં કોંગ્રેસના ઘણા નેતાઓ માર્યા ગયા હતા.” જણાવી દઈએ કે સિદ્ધારમૈયા રાજીવ ગાંધીની પુણ્યતિથિના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલે ટ્‌વીટ કર્યું, “પાપા, તમે હંમેશા મારી સાથે, યાદોમાં, પ્રેરણા તરીકે છો.” રાહુલ ગાંધીએ હિન્દીમાં ટિ્‌વટ કરીને રાજીવ ગાંધીની વિવિધ પળોનો વીડિયો શેર કર્યો છે.
તમને જણાવી દઈએ કે આ દિવસે ૧૯૯૧માં તમિલનાડુના શ્રીપેરમ્બુદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ ના એક આત્મઘાતી બોમ્બર દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

Related posts

બસપા સાથે ગઠબંધન કરવા સપા તૈયાર : અખિલેશ

aapnugujarat

‘રસીકરણ-સફળ : ૧૦,૦૦૦માંથી માત્ર ૨-૪ જ કોરોના-પોઝિટીવ’

editor

‘धनकुबेर’ इंजीनियर गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1