Aapnu Gujarat
ગુજરાત

લોકરક્ષક દળની પરીક્ષા રદ કરાતાં કોંગ્રેસના પ્રહારો

લોકરક્ષક દળની પરીક્ષા છેલ્લી ઘડીયે રદ થતાં વિપક્ષ કોંગ્રેસ તરફથી પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં સરકારી કાર્યક્રમોમાં પોલીસનો પટાવાળાની જેમ ઉપયોગ થાય છે. લોકરક્ષક દળની પરીક્ષા છેલ્લી ઘડીયે રદ કરવામાં આવતાં લાખો નિર્દોષ ઉમેદવારો રઝળી પડયા છે અને સરકારના વાંકે તેમને ભયંકર હાલાકીનો ભોગ બનવુ પડયુ છે. સરકાર માટે આ સમગ્ર બાબત બહુ શરમજનક અને નાલેશીભરી કહી શકાય. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની કેટલીક મહત્વપૂર્ણ પરીક્ષાઓ ઘણીવાર રદ થાય છે. લોકરક્ષક દળની પરીક્ષા રદ થથાં સરકારે પોતે પણ મીડિયા સામે આવી માફી માગવી જોઇએ. પરીક્ષાર્થીઓને સરકારે વળતર આપવું જોઇએ. સરકાર પાસે સ્પષ્ટ માંગણી છે કે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખર્ચ કરીને પરીક્ષા આપવા આવ્યા હતા. તમામને ખર્ચ સરકારે આપવો જોઇએ. અધિકારીઓમાં રાજાશાહી જોવા મળી રહી છે. બીજા જિલ્લામાંથી વિદ્યાર્થીઓ બે દિવસથી આવ્યા હતા. અનેક વખત આવી રીતે પરીક્ષાઓ રદ થઇ છે. વાઇબ્રન્ટ ગુજરાતના તાયફાઓ થાય છે.
અગાઉ તલાટીમાં પણ કૌભાંડ સામે આવ્યું હતું. ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ચિંતાજકન હદે વધ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ પણ સરકારી તંત્રના ભ્રષ્ટાચારી લાલિયાવાળીના કારણે લાખો ઉમેદવારો રઝળી પડયા હોવાનું કહી સરકારી તંત્રને આડા હાથે લીધુ હતું અને જણાવ્યું હતુ કે, આ મામલામાં ફરી એકવાર ભાજપના સરકારના ભ્રષ્ટાચારી તંત્રની પોલ ખુલ્લી પડી ગઇ છે.
બીજીબાજુ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ લોકરક્ષક દળની પરીક્ષા રદ થવાના મામલે ભાજપ સરકાર પર ચાબખા માર્યા હતા અને લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવેલા તમામ પરીક્ષાર્થી ઉમેદવારોને દસ હજાર રૂપિયાનું વળતર આપવા સરકારને માંગણી કરી હતી. જો ઉમેદવારોને વળતર નહી ચૂકવાય તો, આ તમામ ઉમેદવારો મારી આગેવાની હેઠળ સરકાર સામે સચિવાલય સુધી રેલી આગામી દિવસોમાં કાઢશે. સરકારનું આખુ તંત્ર ફુટેલુ છે તેથી આવી પેપર લીક થવાની ઘટનાઓ ઘટે છે.

Related posts

નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં

aapnugujarat

बीजेपी को ११० सीटें मिलने का अनुमान : गुजरात चुनाव से पहले सट्टा बाजार गर्म

aapnugujarat

ભાવનગરમા કોરોના રસીકરણ મહા અભિયાન ની શરૂઆત

editor

Leave a Comment

UA-96247877-1