Aapnu Gujarat
ગુજરાત

નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં

માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. કોરોના મહામારી બાદ આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નવરાત્રીના પર્વમાં મહિલાઓ સાથે છેડતીના વધુ બનાવો બનાતા હોય છે, ત્યારે છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા એક ટ્‌વીટ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે ટ્‌વીટમાં લખ્યું છે કે, ’ગુજરાત પોલીસ મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. નવરાત્રીના તહેવાર દરમ્યાન કોઈ પણ પ્રકારની છેડતી વિરુદ્ધ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને તાત્કાલિક મદદ મેળવો. ૧૮૧ મોબાઈલ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો.’આ સાથે જ ગુજરાત પોલીસે એક તસવીર પણ શેર કરી છે. જેમાં લખેલું છે કે, ગુજરાત પોલીસ હંમેશા છે મહિલાઓની પડખે, નવરાત્રીમાં ગરબા કરો નિશ્ચિત થઈને, કોઈ પણ છેડતી વિરુદ્ધ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર કોલ કરીને ફરિયાદ કરો અને તાત્કાલિક મદદ મેળવો. ગુજરાત પોલીસ મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. નવરાત્રીના તહેવાર દરમ્યાન કોઈ પણ પ્રકારની છેડતી વિરુદ્ધ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને તાત્કાલિક મદદ મેળવો. ૧૮૧ મોબાઈલ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો.મહિલાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસે એક્શન પ્લાન ઘડી દીધો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન રોમિયોને પકડવા માટે પોલીસ ટ્રેડિશન ડ્રસમાં વોચ કરશે. જે જગ્યાએ ગરબાનું આયોજન થઈ રહ્યું છે ત્યાં મહિલાઓની સુરક્ષાને લઈને તમામ પોલીસ સ્ટેશનનની અલગ અલગ શી ટીમ તૈનાત રહેશે. મહિલા પોલીસ પાર્ટી પ્લોટ પર ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગીરી કરનાર પર વોચ રાખશે. નવરાત્રીના તહેવારમાં ભીડ વચ્ચે કોઈ રોમિયો મહિલાઓની છેડતી કે ચેનચાળા કરતો જણાય તો તેને આ જીૐઈ ટીમ તરત જ ધરપકડ કરી જેલહવાલે કરે છે.નોંધનીય છે કે, આ વર્ષે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી થવા જઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટા પાયે રાસ – ગરબાનું આયોજન કરાયું છે. રાત પડતાં જ શેરી, ગલી, ચોક, પ્લોટ, મંદિરોના મેદાનો, પાર્ટી પ્લોટ્‌સ ગરબાની ગુંજથી ગુંજી ઉઠશે. બે વર્ષ પછી ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રીની મજા માણી શકશે. પોલીસ વિભાગે પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં નવારાત્રી ઉજવાય તે માટે તમામ સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દીધો છે. મહિલા હેલ્પલાઈન વિશે વાત કરીએ તો સમગ્ર રાજ્યભરમાં મહિલાઓને મદદ મળી રહે તે માટે સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫થી ૧૮૧ મહિલા હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં મહિલાઓ કોઈપણ પ્રકારની મુશ્કેલ સ્થિતિમાં તુરંત મદદ મળેવવા માટે આ હેલ્પલાઈનનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.

Related posts

જન્માષ્ટમી પ્રસંગે શહેરભરમાં શોભાયાત્રા-ધર્મસંમેલન

aapnugujarat

ગીર સોમનાથ જિલ્લા સોમનાથ મીત્ર મંડળ લોકડાઉન ના સમયમાં દરરોજ છેલ્લા ૪૦ દિવસ થી મૂંગા-અબોલ પશુઓને સવાર-સાંજ નિરણ-ચારો નાખી અનોખી સેવાયજ્ઞ

editor

નરેન્દ્ર મોદીના રોડ શોને લઇને આક્ષેપબાજી : પંચમાં ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1